તીર આંખોનું સખત કોને ખબર વાગી જશે?
આગ આખા ચામડીના શહેરમાં વ્યાપી જશે.
ઊંઘતા સપના હશેને ઘર પ્રકાશિત થઇ જશે,
પારણામાં બાળ જયારે એકદમ જાગી જશે.
હું સમંદર છું અમારો સાથ ના કર, હોડકી।,
ઇશ્કના મોજાથી ટકરાઈ તો તુ હારી જશે.
‘રામ’ આજે બોરને બદલે ગઝલને ચાખશે,
ને સમય મારો, તમારા હાથમાં આવી જશે.
એટલે દિવા તળે અંધાર રાખે છે, સમય,
જ્ઞાનનો અજવાસ લાધ્યું તો બધા જાગી જશે.
~ સિદ્દીક ભરુચી
Leave a Reply