તબેલાથી ભાગી સફળ થઇ ગયા,
મુસીબતના અશ્વો પ્રબળ થઇ ગયા.
બહારોની મોસમ પધારી નથી,
અને સીમમાં કેમ ફળ થઇ ગયા?
નવા પાકા રસ્તાની સોગાત છે!,
અકસ્માતના પથ સરળ થઇ ગયા.
ગયા આભને કંઇ ઝઘડવા વીરો,
નજર-ઇશ્વરી થઇ તો જળ થઇ ગયા.
ગરીબીના ગાલોએ લાલાશ છે,
ઘરેઘર છે વીજળી ને નળ થઇ ગયા.
ચમનમાં હતા રંગબેરંગી ફૂલો,
હવે ત્યાં ખીલીને કમળ થઇ ગયા.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply