લાગે છે કે આ ભાઈ વિશ્વમાં નવા છે
હવામાં હવે તો બસ દૂષણની હવા છે
બચશે એ જ કે જેની પાસે દુઆ છે
બોલીને ન જ ફરી શકનારા સજ્જનો!
મૌન જ હવે તમારી એકમાત્ર દવા છે
વાતો કરે છે ખમીરી,ખુમારી ને ખંતની
લાગે છે કે આ ભાઈ વિશ્વમાં નવા છે
એકનાં અનેક કરવાં છે કોઈપણ રીતે
શુકન ભલે ને હજુંય સૌનાં ‘શ્રી સવા’ છે
અમૂલ્ય સત્ય,પ્રેમ,કરુણા છે મફત ભાવે
આ શબ્દો બસ શબ્દકોષમાં જ ગરવાં છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply