ચામડીનાં રુંવાડાને હજું ઊભા થવાની આદત છે
સત્ય,પ્રેમ ને કરુણાની જ આ આયખાને લત છે
એટલે તો લોકપ્રિય કરતાં સાવ જુદો જ મત છે
આમન્યા,વફા,સંસ્કાર એ બધાં થયાં નગરવધૂયા
હવે તો દરેક ચાર રસ્તા પર ઊતરતી આ નથ છે
દુનિયાનો સીધો નિર્ણય કેમ કરીને સ્વીકારી લેવો?
પ્રજ્ઞા મારી કહે છે મને,મારી પણ કૈ તો મમત છે
ભલે પ્રતિભાવ,પ્રતિકાર ન કરી શકું દરેક અન્યાયે
ચામડીનાં રુંવાડાને હજું ઊભા થવાની આદત છે
સાચવી ને સમારી શકોને જો સત્ય,સત્વ,શીલને
તણખલું પણ અટકાવી શકે રાવણને, એ સત છે!
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply