આત્મનિર્ભર થવા આત્મવિશ્વાસ કેળવવો
કૈક કરી બતાવવાનું જોશ જ્યારે પણ ખરા મનથી નક્કી કરવામાં આવે ત્યારે કાર્યક્ષમતા બેવડાઈ જાય છે. આજ આત્મનિર્ભર બનાવવા માટે નવી શક્તિ આપે છે. રસ્તામાં આવતી અડચણોથી ગભરાઈને અટકી જનારને સફળતા મળતી નથી. કે પછી માત્ર વિચારો કરી કે નશીબને દોષ આપનાર આગળ વધતો નથી.
આત્મવિશ્વાસ વિના આગળ વધનાર નાનીમોટી મુશ્કેલીઓનો સામનો કરતી વેળાએ ઝડપથી નાશીપાસ થઇ જાય છે. અથવા તો બીજાઓ ઉપર આધાર રાખી માર્ગમાંથી ખોરવાઈ જાય છે. પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી આગળ આવનારના ઉદાહરણો સમાજમાં અગણિત જોવા મળે છે. એજ રીતે આનંદપ્રમોદ અને બેદરકારીમાં બધુજ ખોઈ નાખ્યાં ના હજારો દાખલા નજરે ચડે છે. આ બધામાં એકજ વસ્તુ એ છે વ્યક્તિની પોતાની સમજ, હિંમત અને જરૂરીયાત.
આજના આધુનિક જમાનામાં ભણતર પણ ખાસ મહત્વનું છે. માત્ર સુઝબુઝથી કામ ચાલતું નથી. આંગળીના ટેરવે સમાએલી ઈન્ટરનેટની દુનિયા સમજવા માટે ગુજરાતી સાથે અંગ્રેજી પણ મહત્વનું છે.
ગ્લોબલાઇઝેશનના જમાનામાં હવે દુનિયા નાની બનતી ગઈ છે. જો આવડત હોય તો ઓપર્ચ્યુંનિટી હવે હાથવેંત જણાય છે. તેને મેળવવા જોશ અને મક્કમતા હોવા જરૂરી છે. ઈમાનદારી અને ઉદ્ધમ બંને આગળ વધવા, પ્રગતિ પામવા જરૂરી છે, જે આખી પરિસ્થિતિને પલટી નાખે છે. તેમાય જેની પાસે કળાની કુદરતી દેન હોય છે તેને લક્ષ બનાવી આગળ વધતા રહી ધાર્યું કાર્ય પાર પાડી શકાય છે.
સુમિત્રા સાવ નાના ગામડામાં પરણીને આવી ત્યારે માત્ર અઢાર વર્ષની હતી. પિયરના ઘરે તેના માતાપિતાને ગૃહ ઉદ્યોગમાં કામ કરતા જોઈ ભરતા ગુંથતા નાનપણથી શીખી હતી. અહી આવીને પણ તેની આ કળા ઘરમાં સુશોભન માટે ચાલુ રહી. માંડ લગ્નને બે વર્ષ થયા હશે અને આફ્રિકાથી આવેલા ત્યાં જઈને ખુબ કમાતા શેઠ મોહનલાલની મિલમાં કામ કરવા ગામના બીજા પંદર યુવાનો સાથે તેનો પતિ મદન બે ત્રણ વર્ષમાં પાછો આવશે એવા વાયદા સાથે વધારે કમાવવા આફ્રિકા ઉપડી ગયો.
આ ગામનાં બીજા કેટલાક યુવાનો પણ આ પહેલા આફ્રિકા કમાવવા ગયા હતા જે પાંચ વર્ષ થવા છતાં પણ પાછા આવ્યા નહોતા. હા વર્ષે દહાડે કાગળ અને પૈસા આવતા રહેતા, આનાથી કઈ મન કે તન ભરાય નહિ. આવી અટૂલી પડેલી પચીસેક યુવતીઓ પરસ્પર સાથી બની દિવસો વિતાવતી, છતાં આવા છેવાડાના ગામમાં કમાણીનું સાધન કશુજ જડતું નહોતું. એકલતા અને બેરોજગારીએ તેમને નીરસ બનાવી દીધા હતા.
છતાં ગામે ગામ ઈન્ટનેટ અને સોશ્ય્લ મીડિયા આવી ગયું હતું આનો ફાયદો આ સ્ત્રીઓને મળ્યો. જ્યારે એકલી પડી ગયેલી સુમિત્રાએ સોશ્યલ મીડિયા ઉપર એક સ્ત્રીને ઈન્ટરવ્યું આપતા સાંભળી. જેમાં એ જણાવી રહી હતી કે સ્ત્રીઓ એ એકલતામાં રડતા રહીને કે બીજાને દોષ આપવાને બદલે એક સાથે મળી મજબુત સાંકળ બનવાની જરૂર છે. પોતાની શક્તિઓને ઓળખી તેનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે હવે સરકાર પણ સહાય યોજના કરી રહી છે.
બસ સુમિત્રાએ આ સોશ્યલ વર્કરનો ફોન શોધી પોતાની અને બીજી સ્ત્રીઓની સમસ્યાઓ જણાવી. બદલામાં તેમણે ગૃહઉધોગ માટે સરકારી સહાય મળે તેવો માર્ગ બતાવ્યો. ગામની સ્ત્રીઓ સાથે મળી નજીકની સરકારી સમિતિની ઓફિસમાં પહોચી ગઈ. ત્યાં કૃષિ ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગને અપાતી લોન માટે અરજી કરી. અહી તેમને સીવવાના મશીનોથી લઈને જરૂરી ચીજ વસ્તુઓ માટે સરકારી ફંડ સાથે લોન મળી.
સુમિત્રા આકર્ષક થેલા અને બેગ બનાવવામાં કુશળતા હતી. બીજી કેટલી સ્ત્રીઓ ભરતગૂંથણમાં પાવરધી હતી. આમ સાથે મળીને સાવ અલગ એવી ટ્રેન્ડી હેન્ડબેગ્સ બનાવવા માંડી. તૈયાર થયેલા માલને સોશ્યલ મીડિયા ઉપર પેજ બનાવી વેચવાની શરૂવાત કરી. સાવ નાના ગામડામાં શરુ થયેલો માલની માંગ છેક પરદેશ સુધી પહોચી ગઈ.
જેના પરિણામ સ્વરૂપ આમની સ્ત્રીઓને કમાણીનો માર્ગ ખુલ્લો થઇ ગયો. સાથે સમયનો પણ સદુપયોગ થયો. આ રીતે સ્ત્રીઓ તેમની સામુહિક શક્તિ ને ઓળખી શકી.
મુશ્કેલ પરિસ્થિતિમાં કાર્ય પાર કરવાની સુઝબુઝ અને આગળ વધવાનો જોશ તેમની પ્રગતિનો સાથી બન્યો. વ્યક્તિગત જીવનમાં તકલીફો આવવા છતાં આ સ્ત્રીઓ પોતાની સાથે કામ કરનારા એવા બીજા ખાસ વાંચી લખી ના શકે તેવા ત્રીસેક પરિવારોનું ભરણપોષણ કરી શકે તેવી સક્ષમ બની.
અહી માત્ર મહેનત કામ નથી આવી. તેમનો આત્મવિશ્વાસ સાથે ભણતર અને સુઝબુઝ પણ કામે લાગ્યા. બાર ધોરણ સુધીનું ભણતરને કારણે સુમિત્રાને ઈંટરનેટ અને સોશ્યલ મીડિયાની
– રેખા પટેલ (ડેલાવર )
Leave a Reply