આદત તારી અને મારી,
અલગ છતાં આપણે અભિન્ન,
શોખ વિચારો ઉલટ સુલટ,
સ્વાચ્છોસ્વાસ સમા ભિન્ન.
અપ્રિય વાત તું હસતા પચાવે મારી,
હું સહજમાં પણ થઈ જાઉં ખિન્ન.
જો તું રિસાય તો એમ ના મનાય.
સ્પર્શ માત્ર તારાથી પીગળી જાઉં.
તું સરોવર સમાન શાંત,
દરિયાની લહેરો સમી હું વહેતી છિન્ન.
અધખીલ્યું ગુલાબ પ્રિય હું જાણું,
મહેકતો મોગરો મનગમતો હું માણું
ચાંદ સરીખો બહુ શીતલ તું,
તુજ વિના ચકોર સમી હું છિન્નભિન્ન.
આમ જોતાં ખાસ સરખાપણું નથી
છતાં રહું જીવનભર હું તારામાં લીન.
– રેખા પટેલ( વિનોદિની)
Leave a Reply