ગઝલ …ચાહમાં
લાલચોની ચાહમાં,
અમેય છીએ પ્રવાહમાં.
ડોઢ શબ્દને પરખ,
ભાર જોને ‘વાહ’માં !
કઇ રીતે ઉભા થવાય?
છે ધગશ તબાહમાં.
આળસોની લાશ છે,
જીંદગીની રાહમાં.
દંગ છે કચેરીઓ,
જૂઠ છે ગવાહમાં.
થઇ શકે તબાહ ઘર,
છે અસર સલાહમાં.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply