આદમી છું , અને સુરક્ષિત છું,
ફક્ત વિશ્વાસમાં અનિશ્ચિત છું.
જોઉં છું, એ જ તો લખું છું હું,
એક ગુનાહગાર છું પરિચિત છું.
સ્પર્શ મળ્યો’તો એક ફોરમનો,
આજ લગ હદવિના પ્રફુલ્લિત છું.
દ્વેષ, કટ્ટરતા – માર્ગની મધ્યે,
હું મહોબ્બત છું તોય ભયભિત છું.
સાવ નિર્દોષ થઇ ગયા કાતિલ,
કેદમાં છું , ને રક્ત રંજિત છું.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply