મુલાયમ ઈશારા
તબીબ લોકો
સવાલ ફરતે તબીબ લોકો,
શરાબ હો’ત્યાં કરીબ લોકો.
મને બતાવો મળે ક્યાં માંણસ?
નવી સદીના અજીબ લોકો.
ખુદા મળે છે , મળી શકો છો,
જ્યાં દાન માંગે ગરીબ લોકો.
શીખવવા ખાતર,કે ‘સેલ’ ખાતર,
ઉભા છે ક્યાં ક્યાં,અદીબ લોકો.
નજર પડે , ત્યાં ગઝલના શે’રો,
ગઝલ લખે છે રકીબ લોકો.
મળી ગઈ ચાહવાની બોટલ,
પ્રણય કરે ખુશ- નસીબ લોકો.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply