ધીમે ધીમે દિલથી ઉખડતા ગયા,
નવા કાળમાં એમ વિસરતા ગયા.
વગર બુદ્ધિના દેહ, ગમોના ઝરણ,
પ્રવાહીને બસ,જળ સમજતા ગયા.
પુરાણા મકાનો “અપાર્ટમેન્ટમાં”,
નવી જિંદગી લઈ સુધરતા ગયા.
નવા – શ્હેરની – રોશનીમાં વસી,
અમે પ્રેમપૂર્વક બગડતા ગયા.
હતા કાલ પથ્થર હવે આ રીતે,
પ્રણયના દરદથી ધડકતા ગયા.
નવા બાળપણ ખૂબ જલ્દી ખરે,
કયા લોક … “ગેમો” શીખવતા ગયા?
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply