સાથી,મિત્ર,પુણ્ય,કુટુંબ, માવતરની કદર રાખજો
સાથી,મિત્ર,પુણ્ય,કુટુંબ, માવતરની કદર રાખજો
એકાદું પાસાંને તો જીવનમાં ખૂબ જબ્બર રાખજો
નબળાઈ ના ખબર હોય ને તો કશો જ વાંધો નહીં
બસ તમારી તાકાતની તમે પૂરેપૂરી ખબર રાખજો
આમ તો ભલે ને શેકેલો પાપડ પણ ભાંગી ન શકો
દિન,દુઃખી,અબોલ રક્ષા માટે જાત ગબ્બર રાખજો
બાહ્ય પલોટી જ નાંખવાનું છે બાહ્યને તોય પણ
માહ્યલાંમાં તો સત્ય,પ્રેમ, કરુણાને નક્કર રાખજો
પરિસ્થિતિ પર તો કાબૂ નથી જ રહેવાનો ને તોય
આચાર આચરતી મનોસ્થિતિ પર પક્કડ રાખજો
– મિત્તલ ખેતાણી
Leave a Reply