પૂર્ણતા … સંપૂર્ણતા
પૂર્ણતાની દૌડમાં જિંદગી જીવાતી ગઈ..
અધુરપને મધુરપ સમજતી આ જિંદગીની નાદાનીયત.
સંપૂર્ણતાની સમજ દરેકની અલગ અલગ જ ને?
પ્રેમીઓને મળે મિલન માં સંપૂર્ણતા.
ખેલાડી ને જીતમાં,
ગૃહિણીને પરિવારના સંતોષમાં.
લેખક કવિ ને સર્જન માં.
રાજનેતા ની સતામાં.
બાળકોની ખુદની અલગ દુનિયામાં.
ગાયક સંગીતકારની સંગીતની મોજમાં.
વિવિધતામાં ફેલાઈ આ વિચારો,
વિચારોની પૂર્ણતા?
સંપૂર્ણતાનો ખ્યાલ જ અપૂર્ણ!
પૂર્ણતા હંમેશાં આભાસી જ!!
કિરણ શોધે હરિનામ માં?
કે કાજલની ઓળખ એજ જીવન ની પૂર્ણતા?
જવાબ અનુતર એજ જીવનની સંપૂર્ણતા.
કાજલ
કિરણ પિયુષ શાહ
05/05/17
Leave a Reply