રાજપૂતો માટે એમ કહેવાય છે કે તેઓ માત્ર રાજકુળમાં જ પેદા થયાં હશે એટલે એ લોકોને રાજપૂત કહેવામાં આવતાં હશે અને એટલે જ આ નામ રાજપૂત પ્રચલિત થયું હશે ! પણ રાજાના કુળમાં તો ઘણા બધાં લોકો અને ઘણી જાતિઓ અને પ્રજાતિઓ પેદા થઇ હશે એ બધાંને કઈ રાજપુત નથી કહેવામાં આવતાં. આ “રાજપૂત” શબ્દ રાજઘરાનામાં પેદા થવાથી નહીં, પણ રાજા જેવાં બનાવી રાખવાં અને રાજા જેવાં ધર્મ – ” સર્વ જન હિતાય, સર્વ જન સુખાય” એ બનાવી રાખવાં માટે રાજપુત શબ્દની ઉત્પત્તિ થઇ…
રાજપૂતને ત્રણ શબ્દોમાં પ્રયોગ કરવામાં આવે છે
[૧] રાજપૂત
[૨] ક્ષત્રિય
અને
[૩] ઠાકુર
આજે જો આ ત્રણ શબ્દોનો પ્રયોગ કરવામાં આવે તો રાજપૂત સમાજ ક્યારેક ક્યારેક બહુ જ ભારે સંકટમાં પડી શકે એમ છે . માત્ર રાજપૂત કહેવાથી આજની સરકાર અને દેશમાં વસતાં લોકો એવું સમજી બેસે છે કે આ જાતિ બહુ જ ઉંચી છે અને તેણે બની એટલી નીચી દર્શાવવી જોઈએ. નીચાં દ્રશાવવા માટે તેઓ સંવિધાનનો સહારો લઇ બેઠાં છે. સંવિધાન પણ એ લોકો દ્વારા જ બનાવવામાં આવ્યું છે, જેમને રાજપૂત શબ્દમાં કોઈ પણ જાતની કશી ગતાગમ પડતી. રજપૂતોએ જો સંવિધાન રચ્યું હોત ને તો કદાચ આ છીચાલેદાર ના થતી. એમણે ખૂંખાર ચીતરવા માટે આજની ગાંડી રાજનીતિ અને ખોખલો સમાજ જ જવાબદાર છે.
રાજપૂત ક્યારેય પણ ખૂંખાર ન્હોતાં એમને માત્ર લોકોની અને પોતાની રક્ષા કરતાં જ આવડતી હતી / આવડે છે. પણ, સમાજના તાનાઓથી અને સમાજની નિમ્ન કક્ષાએ પહોંચેલી વ્યવસ્થાને જોયાં પછી જ રાજપૂતો ખૂંખાર બન્યાં હોય કદાચ… રાજપૂતને ક્યારેય અપશબ્દ પસંદ નથી, તેઓ કોઈ પણ પ્રકારની દુર્વ્યવસ્થાને પસંદ જ નથી કરતાં, રાજપૂતને “રણબંકા” પણ કહેવાય છે. ટૂંકમાં – રાજપૂત એટલે સ્વાભિમાન…
~ જનમેજય અધ્વર્યુ
Leave a Reply