છેલ્લા કેટલાક સમયથી WWEને ભારત પ્રત્યે અગાઢ પ્રેમ થઈ ગયો છે, ભારતમાં ઈવેન્ટનું આયોજન કરવું, જેના બીજ વર્ષો પહેલા હિન્દીમાં ડબ થયેલું WWE જોવામાં ગળાય ગયેલા. આ બધુ માર્કેટીંગ છે કે કંઈ બીજુ ? ભારતમાં ટ્રિપલ એચ આવ્યો, ત્યારે તેણે વર્ષોથી નિરંતર પોતાની રાહ જોઈ રહેલા એક ફેનને ઓટોગ્રાફ આપ્યો. શાશા ગ્રે ઈવેન્ટમાંથી સમય કાઢીને દિલ્હીમાં ફરવા નીકળી તો બિલ્કુલ ભારતીય નારી લાગી રહી હતી. સાડી તેણે જ શું કામ પહેરી ? તે ઘઉવર્ણી છે આ માટે ? વરૂણ ધવનની ફેન ફોલોઈંગ જોઈ તેને ઈવેન્ટમાં બોલાવવામાં આવ્યો અને તસવીરો ટ્રિપલ એચે પણ શેર કરી.
ઉપરથી આજ સવારે જ્હોન સીનાએ રાહુલ દ્રવિડનું ક્વોટેશન શેર કર્યું. દ્રવિડ જ કેમ ? ભારતમાં ક્રિકેટ પોપ્યુલર છે એટલે ? અને પાછા રાહુલના સર્વ ક્વોટેશનો રેસલીંગ સાથે મેચ થાય છે એટલે !? જે કહો તે પણ ગ્રેટ ખલી ઉર્ફ દિલીપ સિંહ રાણા અને બાદમાં જીંદર મહલના કારણે WWE ભારતમાં વેપાર જોઈ ગયું છે. કુસ્તીની રમતના જન્મદાતા આ દેશના મલોને રિંગ પર ઉતારી વ્યાપાર કરવામાં આવે તો કમાણી મબલખ થાય. આ પહેલા ચીન પર નજર દોડાવેલી, પણ ત્યાંના લોકો પોતાની કુસ્તી એટલે કે માર્શલ આર્ટસમાંથી નવરા ન હતા. એટલે વસ્તીની દ્રષ્ટીએ આ લોકો ભારત પર કમાણીનો આધાર રાખી બેઠા છે. ઉપરથી ભારતમાં ક્રિકેટ બાદ 9 કરોડની જનતા આ અભિનય યુદ્ધ જુએ છે. એટલે થોડા સમયમાં જ નકલી લડાઈથી રોજગારી ઉતપન્ન થશે. મિન્સ વિકાસ થશે…
ભારતના જે સ્ટાર ઓલમ્પિકમાં ન ચાલ્યા, તેને સુપરસ્ટાર અચૂક બનાવશે. પલ્સ પોંઈન્ટ WWEની ઈવેન્ટ ચેરીટીનું મોટુ કામ કરે છે, એટલે સ્લમ એરિયામાં જતા આ લોકોને કોઈ ખચકાટ નહીં આવે. સાથે જ કેન્સરગ્રસ્ત લોકો માટે દાન પણ કરશે. સોને પે સુહાગા !!!
~ મયુર ખાવડુ
Leave a Reply