Book Name :- Who Moved My Cheese…?
લેખક: સ્પેન્સર જોહ્નનસન
અનુવાદક: અલ્કેશ પટેલ
ISBN નંબર : 9380051808
પ્રકાશક: આર.આર.શેઠ એન્ડ કંપની.
વાર્તા બોવ જ સરળ છતાં અદ્ભુત છે. દરેક વ્યક્તિ તેમાંથી કંઈકને કંઈક મેળવે છે. આ વાર્તાના પાત્રો છે, બે ઉંદરો -‘સ્નિફ’ અને ‘સ્કરી’- તથા બે વેંતિયા –‘હેમ’ અને ‘હો’. તેઓ એક ભૂલભુલૈયામાં રહેતા હોઈ છે અને પોતાના જીવન નિર્વાહ માટે દરરોજ “ચીઝ” શોધવા માટે ભૂલભુલૈયામાં દોડ લગાવતા હોય છે. એક સમયે તેઓને “જોઈતું ચીઝ” મળી પણ જાય છે. અને સમય જતા એક દિવસ ચીઝ અચાનક ગાયબ પણ થઇ જાય છે. પૂરું થઇ જાય છે. આ સમયે ચારેય પાત્રો આ પરિસ્થિતિને કેવી રીતે સોલ્વ કરે છે એ જ વાર્તાનો મૂળ સાર છે.
દરેક પાત્ર બદલાયેલ પરિસ્થિતિને અલગ અલગ દૃષ્ટિકોણથી જુએ છે. કારણ કે દરેકનું વર્તન એકબીજાથી ભિન્ન હોય છે. ‘સ્નિફ’ જે પરિવર્તનને સૌથી પહેલા ઓળખી લે છે, ‘સ્કરી’ જે પરિવર્તનને અનુરૂપ તાત્કાલિક એક્શન લે છે, ‘હો’ થયેલા પરિવર્તનથી લાભ જ થશે એવો વિશ્વાસ બેસે પછી જ પરિવર્તનને સ્વીકારે છે, જયારે ‘હેમ’ પરિવર્તન માટે બિલકુલ તૈયાર નથી અને તેનો વિરોધ કરે છે. કેમકે તેને ડર છે કે પરિવર્તનથી તેને નુકસાન જ થશે!
‘હો’ જયારે પરિવર્તન સ્વીકારી લે છે અને નવું ચીઝ શોધવા નીકળી પડે છે, ત્યારે અનુભવો માંથી એ જે કઈ શીખે છે તેને દીવાલ પર ચીતરતો જાય છે. આ વાક્યો આપણને જીવનમાં ઘણાં ઉપયોગી થઇ શકે છે:
-
પ્રયાસ કરતા રહેવું, અને ભૂલ થઇ તો ફરીથી પ્રયાસ કરવાનો.
-
જો તમે નહિ બદલાવ, તો પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસશો.
-
તમે ડરતાં ના હોત, તો શું કર્યું હોત?
-
નિયમિત રીતે ચીઝ ચકાસો, જેથી વાસી થઇ રહ્યું હોઈ તો તમને ખબર પડે.
-
નવી દિશામાં આગળ વધવાથી તમને નવું ચીઝ મળી શકે છે.
-
તમારા નવા ચીઝનો તમે આનંદ માણી રહ્યા છો, એવી કલ્પના કરવાથી વાસ્તવમાં તે મળી શકે છે.
-
ચીઝ હોય જ નહિ એવી જગ્યાએ અટવાય રહેવાને બદલે ભૂલભુલામણી ચીઝ શોધવાનું વધારે સલામત છે.
-
નાના ફેરફારોને વહેલી તકે ઓળખી લેવામાં આવે તો ભવિષ્યમાં આવનાર મોટા પરિવર્તનોને સ્વીકારવામાં સરળતા રહે છે.
-
અહી ચીઝ એટલે આપણે જીવનમાં જે કઈ સારું પામવા માંગીએ છીએ તે બધું જ. અને ભૂલભુલામણી એટલે એ પામવાનું પ્લેટફોર્મ કે માર્ગ. પુસ્તક સમજાવે છે કે “પરિવર્તન એ જ સંસારનો નિયમ છે.”
સ્પેન્સર જોહ્નનસનની આ ખાસિયત છે કે તેઓ અટપટા વિષયને પણ એકદમ સરળ ભાષામાં રજુ કરે છે. આ ઉપરાંત મિ. અલ્કેશ પટેલે પણ ખુબ જ સરસ, સરળ અને સહજ ગુજરાતી અનુવાદ કર્યો છે. એટલે જ આ વાર્તા બાળકોથી લઈને વડીલો સુધીના તમામ ઉંમરના લોકો એક સરખા રસથી માણી શકે છે. એટલે આ પુસ્તક વાંચીને કોઈને ગીફ્ટમાં આપવું હોય તો બેસ્ટ…
પરંતુ આ પુસ્તકમાં વાર્તા ખરેખર ટોટલ ૯૬ પાનામાંથી લગભગ ૩૫ જ પાનામાં પૂરી થઇ જાય છે. જગ્યાઓ છોડીને અને ફક્ત એક વાક્ય લખવા માટે આખા પાનાનો ઉપયોગ કરીને ૯૪ પાના કરવામાં આવ્યા છે.
આ પુસ્તકની મૂળ વાર્તા YOUTUBE પર ઓડિયો-વીડીયો સ્વરૂપે અવેલેબલ છે. તમને ચોક્કસ ગમશે….
– ભાવિક એસ. રાદડિયા
#Book_Review
Leave a Reply