કાલે એક બસ સ્ટેન્ડ પર ઉભો હતો ત્યારે એક વાત સાંભળવા મળી કે “ગાંધી મર્યો ને દેશના ભાગલા પડાવી ગયા. કૉંગ્રેસે જ દેશના ભાગલા પડાવ્યા.”
આ વાક્યના ઊંડાણમાં જઈએ તો આ વાત તાર્કિક અને ઐતિહાસિક રીતે એમ બંને રીતે ખોટી છે. ભારત દેશ જેને એક આક્રતા દ્વારા આપાયેલ નામ એટલે ‘હિન્દુસ્તાન…’ ના બે ભાગલા થશે એવો સૌથી પહેલો ખયાલ લાવનાર વ્યક્તિ એટલે મોહમ્મદ અલી જિન્ના. ત્યાર બાદ હિન્દુ મહાસભા અને કટ્ટર માનસિકતા ધરાવતા લોકો જેમને હિન્દ છોડો આંદોલનનો પણ બહિષ્કાર કરેલો તેમના લખાણોમાં જોવા મળે છે. આ આખી ઘટનાનું જો ઊંડાણથી અભ્યાસ કરીયે તો જાણવા મળશે કે વચગાળાની સરકાર જ્યારે રચવાની વાત કરવામાં આવી ત્યારે મુસ્લિમ લીગ અલગ પાકિસ્થાનની માગણી સાથે અડગ હતું. તેમ છતાં યોગ્ય કારણ અને મોકો ન મળતા તેઓ વચગાળાની સરકારમાં સ્થાન મેળવવા માટે પ્રયત્નશીલ હતા. સૌપ્રથમ તેમને ગૃહમંત્રાલયની માંગણી કરી પણ સરદારના વિરોધના કારણે તે શક્ય ન બન્યું પણ તેઓ નાણાં મંત્રાલય મેળવવામાં સફળ રહ્યા. તેમનું મુખ્ય કામ તો સરકારની કામગીરીમાં દખલ કરવાનું હતું. તેથી નાનામાં નાની નિયુક્તિ પણ અયોગ્ય જણાવીને તેઓ તેનો સ્વીકાર ન કરતા. આમ આવી ઘણી બધી ઘટનાઓ થઈ તેના પરિણામે સરદાર માટે આ વાત અસહ્ય થઈ પડી. તે વખતથી જ સરદાર અલગ પાકિસ્તાન માટેની માંગ સાથે સહમત થઈ ગયા હતા. મુસ્લિમ લીગ દંગાય લોકો સાથે મળીને દેશમાં કોમી તોફાનો કરાવતી હતી. આ સ્થિતિ સરદાર અને ગાંધી માટે પણ અસહ્ય હતી.
આમ દેશના ભાગલા પડાવવામાં જિન્નાનો બહુ મોટો ફાળો હતો. કૉંગ્રેસ અને ગાંધી તો દેશના ભાગલા ન પડે તેના માટે ના બધા જ પગલાં ભરી ચુક્યા હતા. ત્યાં સુધી કે જિન્નાને પ્રધાનમંત્રી બનાવી દે.
બીજું એક વાક્ય જે આજકાલ ખૂબ જ પ્રસિદ્ધ થયું છે કે …”સરદાર સાથે ઇતિહાસમાં અન્યાય થયો છે….!!!”
આ વાક્યને પણ ઐતિહાસિક રીતે અને તાર્કિક રીતે પણ ખોટું છે. ઇતિહાસના જે કાળમાં ગાંધી,નહેરુ અને સરદાર થયા એ કાળમાં આ ત્રણેય લોકોના વ્યક્તિત્વ અલગ હતા અને તેમાં પણ સરદારનું વ્યક્તિત્વ તો સાવ અલગ હતું. ગાંધીના અનુયાયી તો ગણાતા પણ ગાંધી ટોપી સરખી ન પહેરતા એવા સરદાર સાથે અન્યાય થાય એ વાત સાવ મૂળ વગરની લાગે છે. બીજી એક ઘટના ઇતિહાસમાં તો છે, પણ બહુ ઓછા લોકો તેના વિશે સભાન છે તે એ છે કે નહેરુ ભલે સરકારના પ્રમુખ હતા પણ આખી સરકારમાં કોઈ પણ કામ સરદારને પૂછ્યા વગર થતું ન હતું. તેનું એક ઉદાહરણ એ છે કે…
એક પત્રકાર જે તે સમયે નહેરુ સાથે ખૂબ સારા સબંધો ધરાવતો હતો તેનું નામ છે એમ. એન. થોલાલ. થોલાલ અને નેહરુની વાત ચાલતી હતી, ત્યાં અચાનક સરદારની વાત નીકળી ત્યારે નહેરુ બોલ્યા કે…
“હું દેશનો સત્તાધીશ છું…”
પત્રકારે તરત જ જવાબ આપ્યો કે
“સરદારની પરવાનગીથી….”
આ સંદર્ભે થોલાલ લખે છે કે… “પટેલથી જે રીતે નહેરુ ડરતા તે રીતે મેં ક્યારેય એક વડાપ્રધાનને નાયબ વડાપ્રધાનથી ડરતા નથી જોયા. સરદારના અવસાન બાદ જ નહેરુ નિર્ભય રીતે વર્તતા થયા.”
ગાંધી અને સરદારની વાત કરીએ તો ગાંધી અને સરદારના સબંધો પણ ખૂબ લાગણીઓથી ભરેલા રહ્યા છે. ગાંધી સરદાર વિશે લખે છે કે….” જો વલ્લભભાઈ મને ન મળ્યા હોટ તો જે કામ થયું છે તે ન જ થાત….”
ગાંધી આદર્શોને તેમને અપનાવ્યા પણ આદર્શોને કાર્યમાં મુકવા માટે તેઓ જાતે ઝઝૂમ્યા. તેઓ ગાંધીજી ખૂબ જ કાળજી રાખતા. પોતાની તબિયતની દરકાર ન કરી ,પણ હરિજનો માટે ફાળો ફાળો ઉઘરાવવા માટે ગાંધી નાતંદુરસ્ત છે છતાં નીકળવાના છે. એવી ખબર મળતા તેઓ જાતે ફાળો ઉઘરાવવા માટે નીકળી પડે છે. એક બીજી એક ઘટના છે જે ખૂબ જ અગત્યની છે કે ગાંધીના આદર્શો સરદાર પર હતા પણ શું ગાંધી પર પણ કોઈના વ્યક્તિત્વનો પ્રભાવ હતો તેની સાબિતી ગાંધીના જ એક લખાણમાં મળે છે જ્યાં તેઓ લખે છે કે… “મને આવી બાબતો પર તમારા નિર્ણયો પર સંપૂર્ણ શ્રદ્ધા રહે છે. કેટલાક પ્રસંગોમાં મેં એકલવ્ય જેવું વર્તન રાખ્યું છે. એકલવ્ય માટીની દ્રોણ ની મૂર્તિ બનાવી તેની સામે રાખતો. તેના એવા વર્તનથી તે અર્જુન જેવો બાનાવળી બની શક્યો. હું પણ મારી સામે તમારી કાલ્પનિક મૂર્તિ ખળી કરું છું અને કોયડાઓનો ઉકેલ શોધું છું. તમે સંમત થાવ છો એમ માની અને પછી હું નિર્ણય લવ છું….”
જો આવું લખનાર ગાંધી હોય તો એવા વ્યક્તિ સાથે અન્યાય થયો હશે એમ કેમ મનાય.
ગાંધી અને નેહરુની સરખામણી કરીયે તો બંને એ પત્નીનું સુખ ખૂબ વહેલા ઘુમાવ્યું. ત્યારબાદ બંને ને તેમની દીકરીઓ એ સંભાળ્યા. બંને એ આંતરિક જીવનની એકલતાને સ્વરાજ્યયજ્ઞમાં હોમી દીધું. આ બંનેના વ્યક્તિત્વ વિશે કૃષ્ણકાંત જોશી લખે છે કે… “નહેરુ અને પટેલ સમાંતર નેતાઓ હોવાથી અને તેમના વ્યક્તિત્વો બે અલગ છેડાના હોવાને કારણે બંને વચ્ચે મતભેદ બતાવવો આજે ફેશન થઈ પડી છે. રાજકીય રીતિસમ, આર્થિક નીતિ અને રાજકીય પ્રશ્નોના અભિગમમાં ભેદ ઓ હતો જ પણ તેમના વ્યક્તિત્વો પરસ્પર વિરોધી ન હતા પણ પૂરક ન હતા.”
અંત માં, ગાંધી જે આદર્શો સાથે જીવતા તે એક મહાત્મા ના હતા. એ પછી અહિંસા હોય કે પછી એમના બીજા નિયમો જ્યારે સરદાર સામે પરિસ્થિતિ પ્રમાણે વર્તવાની આવડત હતી…
નહેરુ અને સરદાર વચ્ચે કાશ્મીર ને લઈ ને મતભેદો હતા. કાશ્મીર વિવાદને લઈ ને સરદારે રાજીનામુ પણ આપેલું. ત્યારબાદ ત્યાંથી ચાલી ગયેલા.પણ 20 જાન્યુઆરી 1948 માં ગાંધીજીની પ્રાર્થના સભામાં બોમ્બનો ધડાકો થાય છે . સરદાર તે વખતર ગુજરાત ના પ્રવાસે હોય છે. તે ત્યાં પોહચે છે. નહેરુ અને સરદારના મતભેદો નું નિવારણ માટે ચર્ચા કરવાનું નક્કી થાય છે ગાંધી દ્વારા પણ તે દિવસ ઉગે તે પહેલાં જ ગાંધીની હત્યા થઈ જાય છે.
~ ઉમેશ અમીન
( મિડનાઈટ થોટ્સ – એક્સક્લુઝીવ કોલમ – સર્જક )
Leave a Reply