દરેક લોકોએ કોઈ પણ માણસ જોડેથી સારું સારું શીખી લેવું જોઈએ…!! પછી એ મોદી હોય કે રાહુલ ગાંધી. ગઈ કાલે મેં વાત કરી હતી કે મોદી જોડે માર્કેટિંગ શીખવા જેવું છે. પણ તમે વિશ્વાસ નહિ કરો કે રાહુલ ગાંધી જોડેથી પણ ઘણું શીખવા મળી જાય છે…
હાં રાહુલ ગાંધી જોડેથી પણ…
લેટ્સ લર્ન સમથિંગ..
૧. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ડગશો નહિ, મુશ્કેલ સમય પણ પસાર થઇ જશે…
૨૭થી વધારે ચુંટણી હાર્યા પછી પણ, અનેક સવાલો તેના નેતૃત્વ સામે ઉઠ્યા પછી પણ એ માણસ ડગ્યો નથી. ધીરજ રાખીને સાચું ખોટું, સારું નરસું, ગમે તેમ કરીને ટકી રહ્યો અને ૩ રાજ્યો આખરે તેના ખાતામાં ગયા…!! ( તેણે શું સ્ટ્રેટેજી અપનાવી એ બાબતમાં હું પડતો નથી.)
૨. કોઈની મજબુરીનો ઢંઢેરો નાં પીટવો જોઈએ.
આ બાબત કદાચ તમારામાંથી ઘણાં ઓછાને ખબર હશે. નિર્ભયાનાં ભાઈને પાઈલોટની જોબ રાહુલ ગાંધીને કારણે મળી છે. આ હું નથી કહેતો નિર્ભયાની માતાએ એક ઇન્ટરવ્યુમાં રીવિલ કરી હતી. તેની લીંક હું અહીં મુકું છું. ( click hear )
૩. ડર કે આગે જીત હે..
તમારા દાદી અને પિતા કોઈ ભયાનક હાદ્શાનાં શિકાર થયા હોવા છતાં પણ ડર્યા વગર, તમે પબ્લિક મિટિંગ અટેન્ડ કરો. ગટ્સતો જોઈએ બોસ..!!
૪. નમ્રતા, સ્વીકારવૃતિ.
‘હાં મેં જાનતા હું આપ મુજે પપ્પુ સમજતે હે, પર મેં ડટા રહુંગા’
બોસ ખુદને પબ્લિક સામે આટલી નમ્રતાથી સ્વીકારવા માટે હિંમત નાં જોઈએ…? વિચારી જો જો એકવાર. એને ખબર છે એને ઘણી બધી ખબર નથી પડતી એટલે જ એ મલ્લિકાજુર્ન ખડગે, કપિલ સિમ્બલ જેવા નેતાઓનું ગાઇડન્સ લેતાં ખચકાતો નથી.
૫. ફેમિલી બીઝનેસમાં ઇન્ટરેસ્ટ નાં હોય તો વહેલી તકે છોડી દેવો જોઈએ. અને એકવાર પકડી જ લીધો તો પાછું નાં ફરવું જોઈએ.
આટલું રાહુલ ગાંધીને ઓબસર્વ કરીને મેં તેની વાતને જાણી છે. રાહુલ ગાંધી વડાપ્રધાન બને કે કેમ…? એ બાબતે હું ચર્ચા નથી કરવા માંગતો…!!
પણ શીખી શકાય એવા કેટલાક ગુણ તો ખરાં…
~ જય ગોહિલ
( Note : આ લેખકના અંગત મત છે, એટલે વિચારભેદની શક્યતા સહજ હોઈ શકે છે. કોઈ પણ કથન અંતિમ સત્ય તરીકે લેતા પહેલા પોતાના જ્ઞાન અને સમજ પૂર્વક એને તપાસવું. અસ્તુ…)
Leave a Reply