✍ સ્મૃતિગ્રંથ ✍
🙏 વિનાયક દામોદર સાવરકર —- વીર સાવરકર 🙏
👉 વાત છે ઇસવીસન ૪૪-૪૫ની. તે માહોલ આઝાદીની લડાઈ અને ચળવળનો હતો. જેમણે તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ લીધો છે તેમને આ મન આ ઘટન અવિસ્મરણીય છે. આપણે જાણીએ છીએ આઝાદીના લડવૈયાઓને જ પણ એમાં આપણે ક્યાંક ક્યાંકને થાપ જઈએ છીએ કે ક્રાંતિકારીઓએ પણ એમાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું છે. આઝાદીના તમામે તમામ લડવૈયા મારાં આજે પણ આદર્શ જ છે સિવાય એક નહેરુ ! આની ચર્ચા આપણે નથી કરવી
👉 પણ ક્રાંતિકારીમાં એક નામ મોટું છે અને જેમણે હિન્દુની એકતા માટે ભગીરથ પ્રયત્ન કર્યા હતાં પણ પાછળથી તેઓ વિસરાઈ ગયાં તે આપણી કમનસીબી છે. આ નામ છે — વિનાયક દામોદર સાવરકર ! વીર સાવરકર વિષે આજે આપણે બધાં સૌ સારી રીતે પરિચિત છીએ. “મારી જન્મટીપ”થી ! તેઓ આંદામાનની સેલ્યુલર જેલમાંથી કેવી રીતે ભાગ્યા હતાં અને કેમ ભાગ્યાં હતાં તે આપણણે ખબર જ છે ! “મારી જન્મટીપ ” અને સાવરકર વિષે જ્યારે હું કિશોરાવસ્થાનો થયો ત્યારે જ વાંચી ગયો હતો. આઝાદીનો ઈતિહાસ મારાં ભણવામાં પણ આવેલો. પણ મેં આ વિષયક ઘણાં પુસ્તકો વાંચ્યા હતાં તેમાં પંડિત સુંદરલાલજીનું ભારતમાં અંગ્રેજી રાજ્ય કે જે બે ભાગમાં લખાયું હતું તે વાંચતો હતો અને પિતાજી જેમણે આ આઝાદીની લડતમાં થોડુંઘણું યોગદાન પણ આપ્યું છે તેમની પાસે ભણતો હતો !
👉 આ ભણતી – વાંચતી – જાણતી – સમજતી વખતે એમણે મને એક વાત કરી હતી. આમ તો દરેક લડવૈયાઓને તે પ્રત્યસ્ક્ષ મળી જ ચુક્યા હતાં. પણ તેમાં તેમણે એક નામ વધુ ઉમેર્યું તે હતું —-વીર સાવરકરનું ! મને થયું કે પપ્પા કેટલાં નસીબદાર કે તે આમને મળ્યાં છે?
👉 કેવી રીતે મળ્યાં હતાં ? તેજ વાત હું અહીં કરવાનો છું. આ વાત હું પહેલાં એટલે કે ૨૦૧૫માં કરી જ ચુક્યો છું. મારાં વીર સાવરકર પરનાં લેખમાં, આલેખમાં બીજું કશું નવીન નથી પણ આ મુલાકાતનો માત્ર અણસાર જ આપ્યો હતો અને એની વાત કરી હતી તે વાત વિગતે હું અહીં કરું કચું.
👉 આ કરવાં પાછળનો મારો હેતુ એ છે કે – મારાં કેટલાંક મિત્રો હિન્દુવાદી ગ્રુપ ચલાવે છે અને બધાં ક્રાંતિકારીઓ પર રીતસરનું રીસર્ચ કરી સાચી વિગતો સાથે અભ્યાસપૂર્ણ લેખ નહીં લેખો લખે છે કહો કે રીતસરની સીરીઝ ચલાવે છે. એ જાણી અને વાંચીને મને અતિ આનંદ થાય છે જે મારી ભાવના છે જે લોકોને આપણે વિસરી ગયાં છીએ તેમની સાચી વિગતો તો લોકો સમક્ષ બહાર આવશે. મારે આ કાર્ય કરવું હતું લખ્યું પણ ખરું પણ વેબપોર્ટલમાં લખતો હતો એટલે બધી વિગતો એમાં નથી મૂકી શકાતી મિત્રો . કેટલીક વાતો એવી છે કે જે ક્યારેય બહારના પડાય. બીજાઓ આના પર કામ કરે છે એ જાણી મારી ખુશીનો પાર નથી. કારણકે અત્યારે મારુ લક્ષ્ય ગુજરાતના ઈતિહાસ પર જ છે. બધું એક જ માણસ તો ના જ લખી શકે ને ! એટલે એ કાર્યકરતાં મિત્રોનો લેલ્હો વાંચુ છું અને મનમાંને મનમાં પોરસાઉં છું . ક્યારેક આ ખુશી એમાં કોમેન્ટરૂપે વ્યક્ત પણ કરી દઉં છું ખરો !
👉 પણ બેત્રણ દિવસ પહેલાં એક ખાસ મિત્રની કોમેન્ટમાં સાવરકરની વાત નીકળી. ત્યારે મેં એમાં લખ્યું હતું કે — મારા પિતાજી વીર સાવરકરને મળ્યાં હતાં ! તો એઓ તો ખુશીના માર્યા ઉછળી પડયા. એમણે આ વાત એમનાં મિત્રોને જણાવી. તેઓ પણ રાજિ થયાં અને આ જ બાબતે અને બીજીવાતો જાણવા માટે મારાં ઘરે આવવાનાં જ છે ! પણ હાય રે કમબખ્ત આ કોરાનાકાળ? જલ્દીથી મુલાકાત થાય એવું અત્યારે તો શક્ય જ નથી. એટલે થયું વાત વિસરાઈ જાય એ પહેલાં અહી એ વાત જણાવી દઉં !
👉 અગાઉ કહ્યું તેમ વાત ઇસવીસન ૧૯૪૪- ૪૫ની છે. તે સમયે લડતમાં ભાગ તો બધાંએ લીધો હતો પણ એ લોકો ઘણું વાંચતા અને ઘણું સમજતાં હતાં આ સમયે મુંબઈની વિલ્સન કોલેજના બે વિદ્યાર્થીઓ, જેમાંના એક મારાં પિતાજી હતાં તેઓ મુંબઈમાં ઘર શોધતાં શોધતાં એક વિભૂતિના ઘરે જઈ પહોંચ્યા. એ વિભૂતિ એટલે વીર સાવરકર, એમને મળવું એજ એમનું લક્ષ્ય હતું. આ મળવાનો હેતુ એ હતો કે – મારાં પિતાજીના પ્રાધ્યાપકો – બ.કઠાકોર , રા.વિ.પાઠક, મનસુખલાલ ઝવેરી અને હરિવલ્લભ ભાયાણી હતાં. આ બધાં નામો આજે ગુજરાતી સાહિત્યમાં કેટલાં અગત્યના છે એ વિષે તો મારે તમને કશું કહેવાનું હોય જ નહીં ! તેઓ માત્ર ગુજરાતીનું જ જ્ઞાન ધરાવતાં હતાં એવું પણ નહોતું. તેઓ સાંપ્રત સમસ્યાઓ અને ઈતિહાસમાં પણ એટલું જ બહોળું જ્ઞાન ધરાવતાં હતાં. તેમાં જ આ વીર સાવરકરની વાત નીકળી હતી
તેમની વાતો સાંભળ્યા પછી કોઈને પણ વીર સાવરકરને મળવાનું મન થાય તે સ્વાભાવિક જ છે. એમાં વળી ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થીઓ હોવાનાં નાતે ભારતીય વિદ્યાભવનમાં મુનશીજી સાથે સાંજે વાતચીતો પણ થતી. તેમાં પણ વીર સાવરકરનું નામ અગ્રેસર જ રહેતું ! આ બધાંના પરિણામ સ્વરૂપ પિતાજી અને તેમનાં મિત્ર વીર સાવરકરને ઘરે જઈ પહોંચ્યા
👉 એમનાં પત્નીએ દરવાજો ખોલ્યો. વીર સાવરકર તો તે વખતે તબિયત નાદુરસ્ત હોવાથી ખાટલાંમાં જ પડયા રહેતાં હતાં. આમેય એ બધાથી દુર જ રહેવાં માંગતા હતાં – અલિપ્ત કરી દીધી હતી પોતાની જાત ને ! આ એમનાં શબ્દોમાં પણ વ્યક્ત થઇ. “કેમ આવ્યાં છો મને મળવા માટે ? અહી કોઈને મારી કશી જ પડી નથી અને તમે મને મળવાં આવ્યાં છો ! આ નામનો એક માણસ જીવે છે એની તમને ક્યાંથી ખબર પડી? ક્યાંથી શોધી કાઢ્યો મને ? મેં પોતેજ મારી જાતને આ બધાથી અળગી કરી દીધી છે. કોઈને ખબર જ નથી કે હું જીવું છું તે જ ? લોકોને જાગ્રત કરવાનું અને હિન્દુત્વનું ગાણું ગાવાનું તો મેં ક્યારનું છોડી દીધું છે ? પણ સ્વભાવ એવો છે કે બોલ્યા- લખ્યાં વગર રહેવાતું નથી !”
👉 પછી પિતાજીના આગ્રહને વશ થઇ એમને મારીજન્મટીપની આખી વાત મુખ્મુખમ કરી. પછી એમને કહ્યું કે —- “હિન્દુત્વ તો ક્યારેય મરવાનું નથી પણ એ સાથે એક પણ થઈ શકવાનું નથી. અંગ્રેજોની કાર્ય પદ્ધતિ અને એમની તુષ્ટિકરણની નીતિનો હું વિરોધી છું. બાકી અંગ્રેજોએ કેટલાંક ઘણાં સારાં કામો કર્યા છે. આપણો વિરોધ એમનાં પ્રશાસન સામે છે નહીં કે કોઈ વ્યક્તિ સામે ! એમ તો આમરા જ માણસો અને કેટલાંક ચુસ્ત જાતિવાદીઓ આજે મારાં કાર્યમાં આડખીલી રૂપ બન્યાં છે
એમના પ્રત્યે કોઈ રાગદ્વેષ નથી પણ રંજ જરૂર છે !”
👉 હું ગામેગામ અને દેશ-વિદેશમાં ઘણું ફર્યો છું. મારુ નિરીક્ષણ એમ કહે છે કે — હિંદુઓ આઝાદી મળ્યા પછી પણ એક નહિ થઇ શકે, આંબેડકર અને RSS આનુ જ પરિણામ છે ”
👉 ખ્યાલ રહે આ એમનાં શબ્દો હતાં. આ જ વાત પાછળથી જાહેર જનતા સમક્ષ આવી હતી !
👉 ” હિન્દુઓને સશસ્ત્ર લડતાં કરવાની અને એકજુથ થઈને લડતાં જોવાની મારી નેમ હતી. પણ એમાં મને મારી કચાશ નડી, અંગ્રેજો અને મુસ્લિમોનો વિરોધ કરતાં કરતાં હું જ હિન્દુવિરોધી ગણાઈ ગયો. મારે જે કરવું હતું તે હું ના કરી શક્યો ! પણ જે હિંદુઓ આજે એક નથી થયાં તે ભારત જયારે એક થશે આઝાદી પછી ત્યારે આ કાર્ય અઘરું બનવાનું છે. કોંગ્રેસ વિષે હું કંઈ પણ કહેવાનું ટાળું છું. પણ એક માણસ છે જે આ બાબતમાં કંઈક કરી શકશે. જો કોંગ્રેસ અને કોંગ્રેસના ચાહકો તેમને તેમ કરવાં દેશે તો ! એ માણસ કોંગ્રેસને સંપૂર્ણ વફાદાર છે પણ તે જ દેશમાટે કામનાં છે ! આ નામ આપ્યું હતું એમણે સરદાર વલ્લભભાઈનુ, અંગતરીતે મને એમનાં માટે કોઈ જ દ્વેષ નથી પણ મારાં જ પક્ષના કારણે એ કદાચ વિરોધી થાય તો એમાં કઈ જ ખોટું પણ નથી ! ”
👉 શું આ ભવિષ્યવાણી હતી એમની ? કે બહુજ નજીકના ભવિષ્યમાં શું બનવાની છે એની ! પણ ઈતિહાસ સાક્ષી છે કે સાલું બન્યું પણ એમ જ, સરદારે તેમને અને તેમના સંગઠનને ગાંધીજીની હત્યા માટે દોશી ઠેરવ્યા. કોંગ્રેસ ખાતર અને હત્યા ગાંધીજીની થઇ હતી માટે ? પણ તોય સરદાર જેનું નામ એ ભારતને એક કરીને જ રહ્યાં
ઘટનાક્રમ તો બધાંને યાદ જ છે. જે બન્યું હતું તે પણ હકીકત છે. નિમિત એ કારણ નથી અને કારણ એ નિમિત નથી ! એ વાતની ચર્ચા અહી નથી કરવી આપણે !
👉 એક ઓરડાંવાળાં ઘરમાં રહીને વીર સાવરકરે પછીનાં બે જ વર્ષમાં આઝાદી પણ જોઈ હતી. પછી ગાંધીજીની હત્યા માટે તેઓ જેલમાં પણ ગયાં હતાં. તેમને ભારતને એક થતાં પણ જોયું છે. પછી નહેરુનું અવસાન થયું તેજ વર્ષમાં સન ૧૯૬૩માં તેમની પત્નીનું પણ આવસાન થયું. એમણે લાલબહાદુર શાસ્ત્રીની હત્યા થતી પણ જોઈ છે. જોવાની ખૂબી એ છે કે શાસ્ત્રીજીની હત્યા થયાં પછી માત્ર ૪૫ જ દિવસમાં સાવરકરનું ૮૩ વર્ષની વયે નિધન થયું.
👉 ચાના કપ સાથે અને નાસ્તાની પ્લેટ સાથે થયેલી એ મુલાકાત કેટલું યાદગાર સંભારણું હશે કે આજે મને પણ એ વાત ક્રાંતિકારી બનવાં માટે કે આંદોલનકારી બનવાં માટે પ્રેરણા આપતી જ રહી છે. ટૂંકમાં, આ જ વાતે મને વીર સાવરકરનો જબરજસ્તનો ફેન બનાવી દીધો છે !
👉 એમણે હિંદુધર્મ અને અને એના ફાંટાઓ વિષે અને દરેક કોમની – જાતિની ખૂબીની -ખામીઓની વાત કરી હતી. તે વાત રૂબરૂમાં કરવામાં આવશે આ એને માટે ઉચિત માધ્યમ નથી જ બસ એમનાં જેવાં બનવા માટે પ્રેરણા લેતાં રહો અને એમનાં અધૂરાં કાર્યોને પૂર્ણ કરી શકીએ એવી પ્રભુ આપણને શક્તિ આપે એ જ અભ્યર્થના.
~ જનમેજય અધ્વર્યુ
Leave a Reply