પિન્ટુ, હસુકાકા, મુન્નો ને બીજા 4-5 કર્મચારીઓ.
ના, આ કોઈ સેલિબ્રિટી કે ફેમસ ચહેરાઓ નથી. આ છે એરિયામાં ગટર સાફ કરતા સફાઈ કામદારો.
ક્યારેય કોર્પોરેશનની મેઈન ઊંડી ગટર સાફ કરતા જોય છે? અંદરથી ગેસ ગળતર કરતી ને આખા વિસ્તાર ના આપણાં એઠવાડ, ગંદવાડથી ખદબદતી ગટરમાં આ સફાઈ કામદારો ભયાનક દુર્ગંધને ગૂંગળી જવાય એ વાતાવરણમાં ગળાડૂબ પાણીમાં અંદર ઉતરીને કચરોને પ્લાસ્ટીક કે ગંદકીથી જે લાઈન બ્લોક થઈ ગઈ હોય એને આ લોકો અંદર ઉતરી સાફ કરે છે, ત્યારે આપણો વિસ્તાર પ્રમાણમાં ચોખ્ખો રહે છે.
કદાચ વળતર રૂપે એમને મહિને 3500-5500 માંડ મળતાં હશે.
આપણે વળતરમાં શુ કરીએ છીએ?? એમના કામને બિરદાવાનું તો દૂર, ઉલ્ટાનું એમને તુચ્છને હીન નઝરે અછૂત જેમ જોઈએ છીએ.
“તમે સારું કામ કરો છો, વિસ્તાર સ્વચ્છ રાખવામાં તો લો આ વેફર કે બિસ્કિટનું પેકેટ” અથવા 20-30 ₹ જેટલી નાની મદદ પણ એના મનમાં સાંત્વના આપી શકે કે કોઈ તો છે જે એના કામને મૂલવે છે. આખરે એ લોકો પણ એક “માણસ” છે, માણસ તરીકે એની ગરિમા પણ જળવાવી જોઈએ.
બાકી “કરસનદાસ” મૂવીમાં બતાવે છે એમ જો ફકત એક અઠવાડિયા માટે આ સફાઈ કામદારો ગટર સાફ કરવાનું બંધ કરે તો આપણા જ વિસ્તારમાં ઉભરાયેલી ગટર અંદર હાથ નાખી સભ્ય સમાજ ના કેટલા લોકો જાતે હિમ્મત કરી શકે ખુદના વિસ્તારની ગટર સાફ કરવાનું?
કદાચ કોઈ જ નહીં.
માટે જ કોઇપણ માણસ હોય, એનું કામથી મૂલ્ય આંકવા કરતા, એની વ્યક્તિ તરીકેની ગરિમા જળવાઈ એટલુ તો આપણાં કહેવાતા સભ્ય સમાજના નાગરિક તરીકે આપણે કરવું જોઈએ.
વિચારવાના દ્રષ્ટિકોણ બદલાશે તો બદલવાની શરૂવાત થશે, બાકી તો જૈસે થે.
💐
~ ચિંતન ઉપાધ્યાય
Leave a Reply