ફિલ્મ જોયા પહેલા જ દિલને સ્પર્શી જાય એવા છે ટાઈટલમાં રહેલા આ શબ્દો. કારણ કે આ શબ્દો જાણે એના માટે જ છે, જે કોઈના પ્રેમમાં છે. આ પ્રેમ કોઈ પણ પાત્ર માટે હોઈ શકે… કારણ કે તું છે ને…? આ ત્રણ શબ્દ સાંભળતા જ મીઠડા લાગે. લાગે જ ને, કારણ કે આ શબ્દો સાથે જ એનો ચહેરો પણ આંખો સામે ઝળહળી ઉઠે…😍
માતા અને દીકરાનો પ્રેમ, દીકરી અને પિતાનો પ્રેમ, સ્ત્રી અને પુરુષનો પ્રેમ, મિત્રનો મિત્ર પ્રત્યેનો પ્રેમ… 😊 બસ પ્રેમ… હું છું, કારણ તું છે ને…😍
ફિલ્મની સ્ટોરી બવ જ સરસ છે. માતા અને પુત્રનો જે પ્રેમ છે, એણે આંખો ભીની કરાવે છે. વાસ્તવમાં ભલે કોઈ જાણતું હોય, કે ન જાણતું હોય. પણ આ ફિલ્મમાં એ દરેક માની વ્યથા અને એક મેસેજને પ્રસ્તુત કર્યો છે.
દરેક ઘરમાં આ મા જ એવું વ્યક્તિત્વ છે જે બંધુ છુપાવી દુઃખ જીરવીને પણ આપણા માટે હસતા મુખે પ્રસ્તુત રહે છે. જેમ તેમ જાણકારી વગર ગોળીઓ ગળીને પણ દુઃખ ભુલાવી ચહેરા પર વ્યથાને દેખાવા નથી દેતી. માની આ ભાવના હોય છે સાવ પવિત્ર, પણ ઘણી વાર આ જ ભાવના ભવિષ્યની મુશ્કેલીઓ વધારે છે. (જે આ ફિલ્મમાં દર્શાવાયું છે.) ફિલ્મમાં માતાના કિડનીના ઓપરેશન માટે દીકરો પોતાના સ્વેગને છોડીને કામ કરવા રાત દિવસ એક કરી નાખે છે. કમાવે છે, નોકરી માટે રખડે પણ છે, ઈલાજ શોધવા ફરે છે, મા માટે એ બધું જ કરી છૂટવા તૈયાર છે, જે કદાચ જ એ કોઈના માટે કરી શકતો હોય.
માની એક કિડની ફેઈલ છે, અને બીજી પણ ફેઈલ થવામાં છે. દીકરો કિડની તો શુ, મા માટે શરીરનું એકે એક અંગ આપવા તૈયાર છે છતાં એ કાંઈ જ નથી કરી શકતો. કારણ કે એની તૈયારી તો છે, પણ એની કિડની મેચ નથી થતી. બવ માથાકૂટ પછી કિડની ડોનર મળે છે, પણ એને ખરીદી શકવાના પૈસા નથી. પૈસા ચોરવાનો અવસર મળે છે, પણ મા દ્વારા શીખવેલા સંસ્કાર રોકી લે છે. લોન પણ ગેરેન્ટર વગર મળતી નથી. પણ છેવટે એનો પ્રેમ જ જીતી જાય છે. એક પ્રેમિકા પોતાના પ્રેમીની ખુશીઓ સાચવવા ત્યાગ કરે છે. કારણ કે બેયનું અસ્તિત્વ બસ એક મેકમાં જ તો છે. અંતે તો બંને માટે જીવન એટલે ‘તું છે ને…’
ક્યાંક મા માટે સર્વસ્વ આપી દેવા તૈયાર દીકરો દિલ જીતી લે છે… તો ક્યાંક પોતાના પ્રેમીની આંખોમાં ખુશી જોવા કાઈ પણ કરવા તત્પર પ્રેમિકા દિલ જીતી લે છે… ક્યાંક દોસ્ત માટે પોતાની કાર વેચી નાખતો મિત્ર દિલ જીતી લે છે… તો ક્યાંક જાતીય સતામણી સામે મક્કમ લડી લેવા તૈયાર સ્ત્રી, તો ક્યાંક એ સ્ત્રીની સાથે મક્કમ બનીને ઉભેલો પ્રેમી… 😍
ફિલ્મમાં બધું જ છે, જે એક દર્શક તરીકે તમે જોવા ઈચ્છો છો. વચ્ચે વચ્ચે હાસ્ય પણ છે. ક્યાંક રડાવી મુકતો મૌન અંતરાલ છે, તો ક્યાંક પ્રેમની ક્ષણોમાં જીવી જતો શૂન્યાવકાશ…. પ્રેમ… હાસ્ય… સબંધ… સ્ટ્રગલ… મહેનત… અને બસ પ્રેમ…
આ બધી જ હતી ફિલ્મની ઉજળી સાઇટ. હવે વાત કરીએ ફિલ્મની નબળી બાજુઓ વિશે..
ગુજરાતી ફિલ્મમાં ખાસ કરીને લોજીક બાબતે અવગણના ઉડીને આંખે વળગે છે. તો સ્ટોરીના પ્રવાહમાં પણ ભૂલો છે. મ્યુઝિક ખૂબ જ સરસ છે પણ પ્રસંગ અને સ્થળ મુજબ એનો મેળ તૂટે છે. મેકપની ભૂલો ઘણા દ્રશ્યોમાં પડદે ઝળહળી ઉઠે છે. ડાયરેક્શન મજબૂત ઘણી શકાય પણ જે પ્રવાહ જાળવાવો જોઈએ અને જીવંતતા આવવી જોઈએ એમાં એક જીવંત ફિલ્મ નિર્માણ કરવામાં હજુ ઘણા સુધારની જરૂર છે.
ઓલ ઓવર ક્રિટિક્સ અવગણી લઈએ તો ફિલ્મની પુષ્ઠભૂમી ખૂબ જ સુંદર છે. રેહાન ભાઈની અને દરેક અભિનય કરનારની ડેડીકેશનમાં પણ મજબૂત તાલમેલ બેસે છે. એટલે ફિલ્મ જોવાની ઓલ ઓવર મજા તો આવશે જ… અને પાછી આપણી ગુજરાતી… 😍
~ સુલતાન સિંહ ‘જીવન’
Leave a Reply