Book name – Timirant ( તિમીરાંત )
Author – Hardik Kaneriya
Publication – Amol prakashn (2017)
ISBN No. – 9789386734105
‘તિમિરાન્ત’ એ તેત્રીસ જેટલી ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. જેમનાં લેખક છે, ‘હાર્દિક કનેરિયા’
લખાણ ખૂબ જ સરળ અને રસાળ ભાષામાં છે. વાંચવા માટે એકાંત કે પિન ડ્રોપ સાયલન્સની જરૂર નથી, ટ્રાવેલિંગ વખતે પણ વાંચી શકાય. કેમકે તેમાં માત્ર બોધ કથાઓ નથી, પણ આપણી વાતો છે, આપણા સમાજની વાતો છે.
વાર્તાઓ પરથી તમને ખ્યાલ આવશે કે સમાજ માટે લેખકનાં શું વિચારો છે? તેઓ કેવો સમાજ ઈચ્છે છે? દરેક મનુષ્યની અંદર એક શૈતાનની સાથે એક શરીફ કે કોમળ હ્રદયનો માનવી હોય જ છે. બસ તેને જીવતો રાખતા આવડવું જોઈએ…. “તિમિરાન્ત” તમારા હ્રદયને વલોવીને, મન પર ચઢેલા અંધકારના આવરણને હટાવીને તમારી સામે અરીસો ધરશે કે, ‘જુઓ તમારી જાતને !!’ એ તમારી અંદર રહેલાં ‘માણસ’ને જગાડશે અને જાગતો રહેવા માટે પૂરતું પ્રેરકબળ પૂરું પાડશે.
દરેક વાર્તા અલગ અલગ વિષય પર લખાયેલી છે. તેત્રીસ માંથી TOP 10 વાર્તાઓ નક્કી કરવી અશક્ય જેવું છે. કેમકે લેખકે કોઇ મહાન મોટીવેશનલ સ્પીચ નથી આપી, પણ જમીન પર રહીને સમાજનું સાચું પ્રતિબિંબ રજુ કર્યું છે. જેમાં તમે અને હું પણ છું.
કોઈને ગિફ્ટ આપવા માટે આ પુસ્તક બેસ્ટ છે. નવદંપતિ, માતાપિતા, વિદ્યાર્થી, શિક્ષકો તથા પરિવાર અને સમાજના દરેક મોભીઓ એ આ પુસ્તક એકવાર અચૂક વાચવું જોઇએ અને પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા તપાસવી જોઈએ.
હાર્દિકભાઈ ખૂબ જ સરસ વાત કરે છે: પ્રસંગ કે વાર્તા સુખદ હોય કે દુ:ખદ, સદાય ખુશ રહી શકવાની કેમકે કળા મનુષ્ય પાસે જ છે! હે, સર્વશક્તિમાન ઇશ્વર, લુપ્ત થતી જતી આ કળાને નવજીવન બક્ષજે અને હરેક વ્યક્તિની હરેક પળને આનંદથી ભરી દેજે. દરેકના જીવનમાં ઉદ્દભવેલા નાના મોટા પ્રત્યેક દુ:ખનો અંત આવે અને તિમિરાન્ત પછી નિર્માણ પામતી સોનેરી પ્રભાતમાં સર્વે હળવાશ અનુભવે એ જ પ્રાર્થના…!
તો મારી પણ પ્રાર્થના છે કે આ પુસ્તક વધુમાં વધું લોકો સુધી પહોંચે અને તેમને, તેમની આસપાસમાં સૌને સ્પર્શે….
~ ભાવિક એસ. રાદડિયા
#BookReview #Hardik_Kaneriya #journeyWithBook #RePost
Leave a Reply