ટિકટોક તમે ધારો એના કરતાં વધુ ખતરનાક હતું. આશા રાખું એના બંધ થવાથી યુવા દેશનાં યુવા ટિકટોક યુઝર પર માઠી માનસિક અસર નહી પડે.
સોશિયલ મિડીયા આવ્યા પછી લોકોમાં ધીરજ ખૂટતી ગઈ અને ટીકટોક જેવી એપ્લીકેશન આવ્યા પછી આ ધીરજ માણસને ખાવા લાગી. વર્ષો પહેલા આપણે કોઈ નોવેલ કે પુસ્તક વાંચતા તો એ નોવેલ પૂરી ન થાય ત્યાં સુધી આપણે જકડાઈ રહેતા. એ આપણી ધીરજ વધારવામાં મદદરૂપ થતી. પછી યુટ્યુબ આવ્યું એટલે ૩ કલાકની વાતને એણે ૩૦ મિનીટમાં કરવાનું શરુ કર્યું અને આપણે એ માટે બંધાઈ ગયા પણ યુટ્યુબ અને પુસ્તક તો નોલેજ આપતું માધ્યમ છે. પણ ટીકટોક ૧૫ સેકન્ડનો વિડીયો એ તમારી ધીરજને ખૂટાડી દીધી. નોલેજ કશું જ નહિ માત્ર એન્ટરટેન્ટમેન્ટ ૧૫ સેકન્ડમાં તમે વિડીયો જોતા જાવ. એક પછી બીજો બીજા પછી ત્રીજો અને અંસખ્ય. આ ટિકટોકથી માનસિક કેવી રીતે સમસ્યા સર્જાય એની વાત કરીએ.
૧) Histrionic Personality Disorder
ટિકટોક યુઝને લીધે તમે અજાણતા જ માનસિક રીતે વિકલાંગ બનતા જાવ છો…તમે અટેન્શન સીકર બની જાવ..અથવા તો એવું કહી શકાય કે એકલા હતા ને તમે ટિકટોક જોઈન કર્યું અને એના લીધે તમને થોડું અટેન્સન મળ્યું અને એના લીધે તમે વધુ અટેન્શન માંગવા વાળા બની ગયા. તમે તમારી જાતને સેલીબ્રિટિ સમજી લીધી, તમે એવું માનવા લાગ્યા કે હું હીરો કે હિરોઈન બની જશે, તમે એવું વિચારવા લાગ્યા કે તમે સ્ટાર બની ગયા. પણ ક્રીએટીવીટી અલગ વસ્તુ છે. યુટ્યુબ કેટલીક હદ સુધી તમને ક્રીએટીવ બનાવે છે. જયારે ટિકટોક એ તમને તમે ક્રીએટિવ છો એવો વહેમ કરાવે છે. સમસ્યા હવે શરુ થશે મને એવું લાગે છે. એક જ ધડાકે ટીકટોક બેન થઇ જવાથી આ અટેન્શન સીકર લોકોનાં મન પર ભયંકર અસર ન થાય તો સારું…!
આ ટિકટોક યુઝર યુથનું સ્ટ્રેસ ટોલરન્સ લેવલ એકદમ ઓછુ હશે. એક રીતે તણાવ સહન ન કરી શકે અને વારેવારે ગુસ્સે થઇ જાય. આ નોનક્રીએટિવ લોકો નાની નાની વસ્તુને પણ વધુ ડ્રામાટીક બતાવે અને એની સામે એવી વસ્તુઓનો અજાણે જ પ્રચાર કરે જે એમને એમ થાય કે એમની હીરો તરીકે દેખાડે છે. ઉદાહરણ તરીકે મેં કેટલાક જુના ટિકટોકનાં વિડીયો જોયા “ટિકટોક પે આકે બોલતા હું, તું ટિકટોક કો બેન કરેગા રે” આટલામાં તમે સમજી જશો..!
૨) Fame Lust
સેક્ષ લસ્ટની જગ્યા એ ટિકટોક આવ્યા પછી ફેમ લસ્ટ એ લીધી છે. એકદમ ભંગાર અને મીનીગલેસ વિડીયોને જયારે મીલીયનમાં લાઈક્સ મળે ત્યારે લોકો લાઈક્સ માટે ભૂખ્યા બને વધુ લાઈક્સ માટે વધુ વલ્ગર વિડીયો તરફ જાય અને ઓછી લાઈક્સ એમની અંદર માનસિક તણાવ ઉત્તપન કરે. પોતે કઈ ગુમાવી દેશે એવી વિચિત્ર ભાવનાઓનો એમનામાં જન્મ થાય. ટીકટોકમાં આજે સેલીબ્રિટિ થઇ ગયા એમનું શું કદાચ હવે એ લોકો જલ્દી જ ઓપ્શન શોધશે અને ફરી એજ ઝેરીલા લુપમાં ભરાઈ જશે. તમે એમના પર કદાચ હસતાં હશો. પણ એ સખત ગંદી રીતે એ લુપમાં ભરાઈ ગયા છે હવે કેવી રીતે બહાર આવશે એ ભગવાન જાણે. એ લોકોમાં એકલતા, તણાવ, ગુસ્સો આ બધું જ ઠુસી ઠુસીને ભરેલું છે…થોડા દિવસમાં તમને આના દર્શન પણ થશે. એ લોકોનાં રોતા વિડીયો, ગુસ્સા ભરેલા વિડીયો આવશે. એ લોકો માટે ૨૦ શહીદની વેલ્યુ નહિ હોય પણ એમનું ટિકટોક જતું રહ્યું એની મોકાણ હશે. આથી વધુ કઈ આડુંઅવળું નાં જ થાય એવી હું ભગવાન ને પ્રાથર્ના કરું છું.
3) નકારાત્મક / અસ્વસ્થ / વલ્ગર સામગ્રી
એસીડ એટેક ને પ્રોમોટ કરતી, એકબીજાને થપ્પડ મારતી, છોકરીને છેડતી, ગુસ્સો ઉતારતી, રડતી ટિકટોક સામગ્રી કઈ રીતે યુથને ઉપયોગી કે ઉત્સાહવર્ધક થઇ શકે આ બધી જ સામગ્રી એક રીતે નકારાત્મકતા અને વલ્ગર વસ્તુઓને પ્રોમોટ કરે છે અને આવી એપ્લીકેશનને યુથ એડીકટેડ.
બીજી કેટલી બધી વાતો છે. અજાણ્યા વિડીયો તમારી સામે આવે, તમે તેને જોયે રાખો અસંખ્ય વિડીયો તમે થાકો નહિ અને નવા વિડીયો પતે નહિ. રેન્ડમ વિડીયો, મિનીંગલેસ વિડીયો અને ટાઈમ પાસ.
તમારાં ડેટા ચોરીની વાત તો થઇ જ નથી. ખબર નહિ, આ ટીકટોક ગયા પછી પણ કેટલાક લોકોને કેટલો માનસિક ત્રાસ આપીને જશે એના પડ ધીમે ધીમે ખુલશે. So Called celebrity માનસિક રીતે પોતાને સંભાળી લે એવી જ પ્રાર્થના છે. તમે મજાક ઉડાવતા હશો પણ આ ઊંડું ઝેર છે.
~ જય ગોહિલ
Leave a Reply