The Fifteen Shades of Grey
Written by – E.L.James (લેખિકા)
ફિફટી શેડ્સ ત્રિયોલોજી ભાગ – ૧
ફોરેઇનમાં આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર – ભારતમાં અસસ્વીકાર્ય અને અભદ્રતા સાથે ગલગલીયા કરાવતી છતાં પણ સચોટ રીતે સ્ત્રી અને પુરુષ વચ્ચેના અંગત સંબંધોને દમદાર રીતે ઉઘાડા કરીને દર્શાવતી નોવેલ. લવ, લસ્ટ અને ધોખા કે છેતરામણી જેવી લાગણીઓને સ્પષ્ટ પણે રજૂ કરતી રજુઆત એટલ ‘ધ ફિફટી શેડ્સ ઓફ ગ્રે…’
એક સ્ત્રી તરીકે સ્ત્રી વિશે આટલું ડીપ અને એ પણ બંધ બારણાઓ પાછળનું સત્ય સહજ રીતે જેમનું તેમ જ વાસ્તવિક અવસ્થામાં લખી શકવું અઘરું છે. ભારતમાં આ લગભગ અશક્ય, કારણ કે જો કોઈ સ્ત્રી આ પ્રકારની સેક્સ ગુલામ જેવી સ્ત્રીની લાગણીઓને પાને ચડાવે તો નિઃસંકોચ એને સ્વચ્છંદ કે નકારાત્મક વિચારો વાળી સ્ત્રીમાં જ ખપાવી દેવાય. (જો કે સ્વતંત્રતા અને સ્વચ્છંદતાનો ભેદ પણ ભારતમાં મુઠ્ઠીભર લોકોને જ સમજાય છે, એ વાત અલગ છે…)
આ વાર્તાના મૂળ પાત્રો :- એનેસ્ટેશિયા સ્ટીલ અને મિસ્ટર ક્રિશ્ચિયન ગ્રે. જો કે ઉપન્યાસમાં ઘણા પાત્રો છે જેવા કે રેય, ટેલર, કેટ, ઈલિયટ, જોસ, કેરેલીન, બોબ, મિસ રોબિન્સન અને અન્ય ઘણા બધા પ્રસંગો પાત પાત્રો…
સ્ટુડન્ટ સંચાલિત યુનિવર્સિટી માટેના મેગેઝીનમાં usના સૌથી મોટા બિઝનેશ સામ્રાજ્યના CEO મિસ્ટર ક્રિશ્ચિયન ગ્રેના ઇન્ટરવ્યુના મુદ્દા સાથે શરૂ થતી નોવેલ મીસ. સ્ટીલના પ્રેમ પ્રકરણ અને લવ, લસ્ટ તેમજ બ્રેકપમાં પરિણમે છે. આ માત્ર પ્રથમ ભાગની જ વાત છે…
કેટ કેવઈનાની તબિયત ઠીક ન હોવાથી એનેસ્ટેસિયા ઇન્ટરવ્યૂ માટે મિસ્ટર ગ્રે ને મળે છે. એ ઇન્ટરવ્યુ પછી એમની ત્રણેક મુલાકાત બાદ એમના વચ્ચે સર્જાતું ભાવ વિશ્વ અને અમુક પ્રકારના BDSM સંબંધોના અનુબંધ સુધીની સફર. અનુબંધ દ્વારા સેક્સ ગુલામ જેવા શારીરિક સંબંધોમાં માનનારો મી. ગ્રે સતત એનેસ્ટેશિયાના તરફ આકર્ષણ અનુભવે છે. અને આ જ આકર્ષણ સતત બે તરફી થતા એમના વચ્ચે શારીરિક સંબંધો માટેના સબંધો બંધાય છે.
સેક્સ ગુલામ જેવા સંબંધથી સતત દૂર ભાગતી અને એનેસ્ટેસિયા સતત ગ્રે તરફ અજાણ્યા આકર્ષણમાં ખેંચાતી રહે છે. પ્રેમમાં ન માનનારા પુરુષને પ્રેમ કરવો ખરેખર કસોટીનું કાર્ય હોય છે. એમાંય પીડાદાયક ભૂતકાળ અને અનાથ બાળકની ભૂતકાળમાં લપેટાયેલી યાદો પીડાદાયક હોય જ છે. રહસ્યનો ચાલતો ફરતો પ્રતિબિંબિત વ્યક્તિ એનેસ્ટેશિયા તરફ સતત આકર્ષણ અનુભવે છે. ત્યાર બાદ પુરુષ સહજ અધિકારભાવ, સ્ત્રી સહજ સમર્પણ ભાવ અને પ્રેમીઓ સમાન જલન, એઠન અને ઇર્ષ્યાનો અદભુત તાલમેલ સાધીને સતત વિકૃતિ અને વાસ્તવિકતા સાથે સંતુલન જાળવીને આગળ વધતી દિલધડક નવલકથામાં મૂકી શકાય એવું લખાણ…
આ પુસ્તકમાં એવું ઘણું બધું છે જે તમે સ્વીકારી નથી શકતા, છતાંય દરેક પ્રસંગ એટલો પ્રસંગોપાત વર્ણવાયો છે કે તમે એક પણ પ્રસંગને ચાહવા છતાં નકારી પણ નથી શકતા. સ્ત્રી અને પુરુષ વચ્ચેના સહજ સબંધો પ્રેમના કુંડાળામાં સતત ગોળાયા કરે છે. ક્યારેક પ્રેમની પ્રતીતિ તો ક્યારેક તાનશાહ સાહેબની ગુલામીનો અનુભવ અને બધું જ જણાતા હોવા છતાં અકડું પુરુષ તરફનો સમર્પણભાવ અને પ્રેમ સતત એને ઝૂકી જવા માટે સ્ટૉરીનો પ્રવાહ મજબૂર કરતો રહે છે.
# = આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર
~ સુલતાન સિંહ ‘જીવન’
Leave a Reply