અને આપણે સૌ ‘તમાશા’ જ તો કરીએ છીએ, કાયમ… દરરોજ… સતત… આપણે દરેક વેલ બીહેવડ, ડિસન્ટ, પરફેક્ટ બનવાનો ‘રોલ પ્લે’ જ તો કરીએ છીએ. નિયમીત બનવું, પરફેકટ રહેવું, ફિક્સ રૂટિનને ફોલો કરવો કેટલી સેટલ્ડ લાઈફ છે આપણી નહીં !
દરરોજ અન્યને સારું લગાડવા માટે આપણે પોતાને ‘ગમતી’ વસ્તુઓ કરતા જ નથી કે કરી શકતા જ નથી. શોખ સાથે સમાધાન કરવું એ આપણી આદત બની ગઈ છે. મોટી ફાંદ વાળા, માથે ટાલ વાળા બોસના સપનાઓ માટે સખત મહેનત કરતા કરતા પોતાના સપનાઓ તો ભૂલી જ ગયા છીએ, ખરુંને !
પ્રોડક્ટ માર્કેટિંગ, પ્રોડકસન ફોલોઅપ, ઓર્ડર ટર્મસ અને કન્ડિશન, ટાર્ગેટસ વચ્ચે ક્યાંક આપણે ખુદને જ ક્યાંક ખોઈ ચુક્યા છીએ. બોસના સપના ને અચિવ કરતા કરતા પોતાના સપનાને હોલ્ડ પર મુકી દીધા છે, નહીં ? કંપનીના ટાર્ગેટસ પુરા કરતા કરતા આપણા પર્સનલ ટાર્ગેટસ દર વરસે ચુકી જઈએ છીએ, સાચુને?
તમને એ પણ યાદ છે કે છેલ્લે ક્યારે મિત્રો સાથે રસ્તાઓ પર વગર કોઈ શરમે દોડાદોડી કરીને રમ્યા હતા ? વરસતા વરસાદમાં છેલ્લે ક્યારે મન મુકીને નાચ્યાં હતા ? મોટે મોટેથી ગીતો ક્યારે ગાયા હતા ? મોડે સુધી સુવાની ઈચ્છા હોય અને ચાલું દિવસે બીજું બધું ટેન્શન ભૂલીને સુઈ રહયા હોય તેવું ક્યારેય બન્યું છે ? બોસ, ક્લાયન્ટસ, ફેમિલીમેમ્બર્સ, સોસાયટી અને દેશનાં કોઈ ખુણામાં રહેલા કોઈ દુરના સગા….. આ બધા લોકોને ખુશ કરવામાં પોતાની જાતને જ ખુશ કરવાનું ભૂલી ગયા છીએ, કેમ ? આ લોકોને ખુશ કરવા એટલા બધા જરુરી છે ? ખબર નથી, વિચારજો.
હું એવું નથી કહેતો કે નોકરી કરવી એ ગુનો છે, ફિક્સ રૂટીન હોવું એ ખરાબ છે પણ એક્સાઇટમેન્ટ જેવું કંઈક તો હોવું જોઈએ ને ! મે પણ ઘણું નથી કર્યું , મારે પણ ‘ઘણું’ કરવાનું છે અને હું કરીશ જ. મારી લાઈફ કોઈના માટે આદર્શ નહીં બને પણ મારા માટે બેસ્ટ બની રહેશે, હું બનાવીશ.
જિંદગી સીધી ન હોવી જોઈએ એમાં ‘કાંડ’ કરેલા હોવા જોઈએ. સાચા રસ્તે કરેલા કાંડ સપના, શોખ પુરા કરવામાં મદદ કરે છે. સીધી જિંદગી ના બદલે યુવાનીમાં એટલા કાંડ કરવાના કે તમારું ઘડપણ એના કિસ્સાઓની ચર્ચાઓમાં જ પસાર થાય.
જિંદગી એવી રીતે જીવેલી હોવી જોઈએકે જ્યારે મરીએ ને ત્યારે લોકો રડવાની સાથે સાથે તમે જે જીવી ગયા ને એની ઈર્ષ્યા કરે. મૃત્યુ વખતે મરવાના ડરના બદલે જિંદગી ‘જીવી’ લીધી હોવાનો સંતોષ હોવો જોઈએ.
યાદ રાખજો ‘રોલ પ્લે’ કે ‘તમાશો’ તો દરરેક કરે છે પણ બેસ્ટ એક્ટર્સ નો એવોર્ડ તેમાંથી જે બેસ્ટ હોયને તેને જ મળે છે.
~ હાર્દિક રાવલ
Leave a Reply