Sun-Temple-Baanner

નારીવાદી ખીચડીમાં પોર્નોગ્રાફીનો વઘાર!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


નારીવાદી ખીચડીમાં પોર્નોગ્રાફીનો વઘાર!


ટેક ઓફ : નારીવાદી ખીચડીમાં પોર્નોગ્રાફીનો વઘાર!

sandesh- Ardh spatihik purti- 25 Mar 2015

ટેક ઓફ

ફેમિનિસ્ટ પોર્નોગ્રાફી એટલે સ્ત્રીઓ દ્વારા, સ્ત્રીના દૃષ્ટિકોણથી બનાવાતી પોર્ન ફિલ્મો, જેમાં સ્ત્રીની સેક્સ્યુઅલ ફેન્ટસી અને પ્લેઝરનું ચિત્રણ હોય. તેમાં સ્ત્રી ફક્ત ઉપભોગની વસ્તુ નહીં પણ પુરુષની સમોવડી હોય. ફેમિનિસ્ટ પોર્નોગ્રાફી નારીવાદનો જ એક વરણાગી પ્રકાર છે!

* * * * *

ઇન્ટરનેટ પર કેવળ સોશિયલ મીડિયા ઊથલાવવા ઉપરાંત સારી અને ગુણવત્તાસભર વેબસાઇટ્સનું ર્સિંફગ કરવાના શોખ ધરાવનારાઓ માટે ટેડ.કોમ એક પ્રિય સરનામું છે. ‘આઇડિયાઝ વર્થ સ્પે્રડિંગ’ આ પોપ્યુલર વેબસાઇટની ટેગલાઇન છે. જાતજાતના ને ભાતભાતના વિષયો પર દુુનિયાભરના એક્સપર્ટ્સ લાઇવ ઓડિયન્સ સામે પાંચથી પચીસ મિનિટનું વક્તવ્ય પેશ કરે. વક્તવ્યોમાં બૌદ્ધિક કક્ષા ઊંચી હોય, રસપ્રદ હોય અને તેમાં નવાં સંશોધનો, તારણો, જાતઅનુભવો અથવા વિચારો વણી લેવાયાં હોય. આ ઇવેન્ટનો વીડિયો પછી ટેડની સાઇટ પર શેર થાય. આ પ્રકારની સ્તરીય વેબસાઇટ પર ઓચિંતા હાર્ડકોર પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવનાર વ્યક્તિ- અને તે પણ મહિલા- વક્તા તરીકે તમારી સામે આવી જાય તો ચમકી તો જવાય જ. થોડુંક કૌતુક પણ થાય. જોકે, પછી તરત તમને સમજાય કે અહીં પોર્નોગ્રાફીની વાત છે જ, પણ વક્તા ફેમિનિઝમ વિશે પણ ચર્ચા કરવા માગે છે. એરિકા નામની આ માનુની ‘ફેમિનિસ્ટ પોર્નોગ્રાફર’ છે, જેણે એવોર્ડવિનિંગ પોર્નફિલ્મો બનાવી છે. (હા, પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પણ ઓસ્કર અને ફિલ્મફેર જેવા રીતસર એવોર્ડ ફંક્શન્સ યોજાય છે અને આ પ્રકારના એવોર્ડ્ઝ અપાય છે.) એરિકા પોતાને ફેમિનિસ્ટ ઉપરાંત એક્ટિવિસ્ટ પણ ગણાવે છે. ફેમિનિઝમની ખીચડીમાં થયેલો પોર્નોગ્રાફી નામનો આ નવો વઘાર કુતૂહલપ્રેરક છે!

“હું સ્વિડનમાં મોટી થઈ છું” એરિકા કહે છે, “અને ફેમિનિસ્ટ તાસીર માટે દુનિયામાં સ્વિડન કરતાં વધારે અનુકૂળ કદાચ બીજો કોઈ દેશ નથી.”

એરિકાએ જિંદગીમાં સૌથી પહેલી વાર પોર્ન ફિલ્મ પોતાની બહેનપણીઓ સાથે જોઈ હતી. છોકરીઓનું ટોળું એક રાતે એક જણીને ત્યાં રાત રોકાવા એકઠું થયું. સૌના મનમાં પોર્ન ફિલ્મ જોવાની ચટપટી હતી. સૌને એમ કે બસ, હમણાં કામશાસ્ત્રનાં ગૂઢ રહસ્યો પરથી પડદો ઊઠયો જ સમજો. મજાક-મસ્તી અને જાતજાતની કમેન્ટ્સ વચ્ચે ફિલ્મ જોવાતી ગઈ, પણ તે પૂરી થઈ પછી એરિકા અને એની બહેનપણીઓના મનમાં નિરાશા હતી. આ સેક્સ? સાવ આવું અણઘડ?

છ વર્ષ પછી એરિકા યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સ ભણતી હતી ત્યારે એના તે વખતના બોયફ્રેન્ડ સાથે ફરી એક વાર પોર્ન ફિલ્મ જોવાનું બન્યું. “આ ફિલ્મમાંય બધું એનું એ જ હતું.” એરિકા કહે છે, “આમાંય સ્ત્રીને કેવળ એક વાસનાપૂર્તિના સાધન તરીકે પેશ કરવામાં આવી હતી. હું પોર્ન જોઈને એક્સાઇટ જરૂર થઈ ગઈ હતી. આ એક્સાઇટમેન્ટ મીઠું પણ લાગતું હતું, પણ સ્ત્રીનું ઓબ્જેક્ટિફિકેશન જોઈને મારા મનમાં કડવાશ વ્યાપી ગઈ. મારી અંદર રહેલી ફેમિનિસ્ટ અને એક્ટિવિસ્ટ ઊકળી ઊઠી. હું ગૂંચવાઈ ગઈ. ગંૂચવાયેલી હાલતમાં છોકરીઓ સામાન્યપણે જે કરતી હોય છે તેવું મેં પણ કર્યું- મેં બોયફ્રેન્ડને તતડાવી નાખ્યો. આ બધો તારો જ વાંક છે!”

એરિકાનું કન્ફ્યુઝન આખરે બર્કલી યુનિવર્સિટીના પ્રો. લિન્ડા વિલિયમ્સે લખેલા ‘હાર્ડકોર’ નામના પુસ્તકે દૂર કર્યું. એમાં લખ્યું હતું કે પોર્નોગ્રાફીને ફક્ત પોર્નોગ્રાફી તરીકે ન જુઓ, આ ઉઘાડી ફિલ્મો ખરેખર તો સેક્સ્યુઆલિટી વિશેનો વાર્તાલાપ છે, પુરુષત્વ અને સ્ત્રીત્વ વિશેનું વિવરણ છે, અંગત જીવનમાં તેમનું જે સ્થાન છે અને તેઓ જે ભૂમિકા ભજવે છે તે વિશેની ચર્ચા છે.

“મારા માટે આ યુરેકા મોમેન્ટ હતી!” એરિકા કહે છે, “મને સમજાયું કે પોર્નોગ્રાફી એક એવો વાર્તાલાપ છે જેમાં કેવળ પુરુષો જ ભાગ લે છે. એય પાછા સ્ત્રીને ઊતરતી સમજતા, સંકુચિત માનસિકતા ધરાવતા અને સાવ ઓછી સેક્સ્યુઅલ ઇન્ટેલિજન્સ ધરાવતા પુરુષો. સમય બદલાઈ ગયો છે, સમાજમાં સ્ત્રીનું સ્થાન બદલાઈ ગયું છે, બધે સ્ત્રી-પુરુષ સમાનતાની ચર્ચા ચાલે છે, તો પોર્ન ઇન્ડસ્ટ્રી શા માટે બાકાત રહી જવી જોઈએ? ઇટ્સ ટાઇમ ફોર પોર્ન ટુ ચેઇન્જ! એ માટે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં સ્ત્રીઓએ આગેવાની લેવી પડે- પ્રોડયુસર તરીકે, ડિરેક્ટર તરીકે, સ્ક્રિપ્ટ રાઇટર તરીકે. સ્ત્રીઓએ કેમેરાની સામે જ નહીં, કેમેરાની પાછળ પણ કામ કરવું પડે… અને મેં એ જ કર્યું!”
એરિકા તે વખતે ફિલ્મ ડિરેક્શનનું ભણી રહી હતી. ફાઇનલ યરમાં એણે સ્ટુડન્ટ પ્રોજેક્ટ તરીકે એક શોર્ટ ફિલ્મ બનાવવાની હતી. એરિકાને થયું કે શોર્ટ પોર્નોગ્રાફી ફિલ્મ જ શું કામ ન બનાવવી, જે હટકે હોય અને એમાં મારા વિચારો અને માનસિકતા વ્યક્ત થતા હોય! એણે પાંચ-છ મિનિટની શોર્ટ પોર્ન ફિલ્મ બનાવી, ઇન્ટરનેટ પર અપલોડ કરી. જંગી રિસ્પોન્સ મળ્યો. ગણતરીના દિવસોમાં લાખો લોકોએ ફિલ્મ જોઈ. મીડિયાનું પણ ધ્યાન ખેંચાયું.

“મને સમજાઈ ગયું કે આ જ મારી કરિયર છે. મારે પોર્નોગ્રાફર નહીં, પણ એક ફિલ્મમેકર બનવું હતું જે સ્ત્રીના દૃષ્ટિકોણથી સેક્સનું સૌંદર્ય પેશ કરતી હોય. તમને ગમે કે ન ગમે, પણ હકીકત એ જ છે કે ટીનેજરો પોર્ન જોઈને જ સેક્સ વિશેની જાણકારી મેળવે છે. ઓનલાઇન પોર્નના આધારે ટીનેજરોના મનમાં સેક્સ વિશેના ખ્યાલો બંધાય છે. આ પોર્ન ફિલ્મો સામાન્યપણે કેવી હોય છે? ગંદી, સ્ત્રીને નિમ્ન સ્તરે મૂકતી, તેથી જ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પરિવર્તનનો સમય આવી ગયો છે. સેક્સ ભલે ડર્ટી હોય, પણ વેલ્યૂઝ ક્લીન હોવી જોઈએ!”

એક ફેમિનિસ્ટ મહિલા પોર્નોગ્રાફી વિશે વાત કરતી વખતે ડર્ટી સેક્સ અને નીતિમૂલ્યોની વાતો એકશ્વાસે અને એકસાથે કરી શકે છે! એક ઇન્ટરવ્યૂમાં એરિકા કહે છે, “પોર્ન અને ફેમિનિઝમ વચ્ચે હંમેશાં લવ-હેટનો સંબંધ રહ્યો છે. એક ફેમિનિસ્ટ તરીકે મને લાગે છે કે ફેમિનિઝમની વાત થતી હોય ત્યારે કલ્ચર અને આર્ટસ્ટિક એક્સપ્રેશન્સનાં તમામ પાસાંને આવરી લેવાં જોઈએ. એમાં પોર્નોગ્રાફી પણ આવી ગયું.”

‘ફેમિનિસ્ટ પોર્નોગ્રાફી’ શબ્દપ્રયોગ ચલણમાં આવી ચૂક્યો છે. ફેમિનિસ્ટ પોર્નોગ્રાફી એટલે સ્ત્રીઓ દ્વારા બનાવાતી પોર્ન ફિલ્મો, જેમાં સ્ત્રીની સેક્સસ્યુઅલ ફેન્ટસીઓ અને પ્લેઝરનું ચિત્રણ હોય, જેમાં સ્ત્રી ફક્સ ઉપભોગની વસ્તુ નહીં પણ પુરુષની સમોવડી હોય! આ ફિલ્મોની પ્રોડક્શન વેલ્યૂ સારી હોય, એસ્થેટિક સેન્સ જળવાઈ હોય અને ખાસ તો એમાં સ્ત્રી-પુરુષો જનાવરની જેમ ધમપછાડ નહીં પણ સિરિયસ લવ-મેકિંગ કરતાં હોય! આ પોર્ન, અલબત્ત, પુરુષો પણ માણી શકે છે. ૨૦૧૪માં હોલિવૂડની સૌથી વધારે કમાણી કરનાર મેઇનસ્ટ્રીમ ફિલ્મોમાંથી ફક્ત ૮ ટકા ફિલ્મો મહિલા ડિરેક્ટરોએ બનાવી હતી. તેની તુલનામાં પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પ્રોડયુસર-ડિરેક્ટર તરીકે મહિલાઓની વ્યવસ્થિત એન્ટ્રી છેક ૨૦૦૨માં થઈ, પણ આ બાર-તેર વર્ષમાં તેઓ એડલ્ટ ઇન્ડસ્ટ્રી પર છવાઈ ગઈ છે. મતલબ કે પશ્ચિમના મેઇનસ્ટ્રીમ સિનેમાની તુલનામાં પોર્ન ઇન્ડસ્ટ્રીમાં સ્ત્રીઓનું સ્થાન ઘણું વધારે પાવરફુલ છે!
ફેમિનિઝમનાં કોન્સેપ્ટમાં સમયની સાથે સતત પરિવર્તનો આવ્યાં છે. આ સંકલ્પના ખેંચાઈને છેક પોર્નોગ્રાફીમાંય પ્રવેશી ચૂકી છે. ફેમિનિસ્ટ પોર્નોગ્રાફી એ નારીવાદનો જ એક વરણાગી પ્રકાર છે!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2015 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.