Sun-Temple-Baanner

બેડરૂમની બહાર પતિ-પત્નીએ એકબીજા સાથે કેવું વર્તન કરવું જોઈએ?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


બેડરૂમની બહાર પતિ-પત્નીએ એકબીજા સાથે કેવું વર્તન કરવું જોઈએ?


ટેક ઓફ – બેડરૂમની બહાર પતિ-પત્નીએ એકબીજા સાથે કેવું વર્તન કરવું જોઈએ?

Sandesh- Ardh Saptahik Purti- 23 Sept 2015

ટેક ઓફ

* * * * *

સીધા માણસે વાંકા પછડાયાની ચિંતા કરવાની ન હોય. સારા દોસ્તો પાડોશી બને ત્યારે સૌથી પહેલાં તો બન્નેનાં ઘર વચ્ચે ઊંચી દીવાલ ચણી લેવી. દેશમાં કશી સમસ્યા જ નહીં હોય તો સાધ્વી પણ શાસન કરી શકશે. વેલ, લદાખી- તિબેટિયન-નેપાળી-ચીની કહેવતોની દુનિયામાં તમારું સ્વાગત છે!

કહેવતોમાં પેઢીઓનું ડહાપણ, જ્ઞાાન અને અનુભવોનો અર્ક ઓગળેલાં હોય છે. કહેવતોમાંથી જે તે પ્રદેશની જીવનશૈલી અને સંસ્કૃતિની ઝલક પણ મળતી હોય છે. આ રહી કેટલીક ધારદાર તિબેટિયન, લદાખી, નેપાળી અને ચીની કહેવતો. પ્રત્યેક કહેવત સ્વયં સ્પષ્ટ છે એટલે એમના વિશે ઝાઝી પિષ્ટપેષણ કરવાની કશી જરૂર નથી. તો પ્રસ્તુત છે…

• સદ્નસીબ બહુ લાંબા સમય સુધી ટકે તો સતર્ક થઈ જવું.
• અકસીર ઇલાજ કરતી દવા અને સાચી સલાહ મીઠી ન પણ હોય.
• વડીલોની સો સલાહ કરતાં દુશ્મનનો એક મુક્કો ઘણું વધારે શીખવી દે છે.
• નસીબ ખરાબ હોય તો બોખો કૂતરો પણ કરડી જશે.
• ચોર ક્યારેય ઘંટડીની ચોરી નહીં કરે.
• માણસને કઈ વાત પર હસવું આવે છે એના પરથી એના ચારિત્ર્યનું માપ નીકળે છે.
• મદદ કે ઉધાર ન માગો ત્યાં સુધી સામેની વ્યક્તિનો સ્વભાવ સારો જ હોય છે.
• માણસ પૈસાદાર થઈ જવાથી બદલાઈ જતો નથી, માત્ર એના ચહેરા પરથી મહોરું ઊતરી જતાં એની અસલિયત છતી થઈ જાય છે.
• માણસ પોતે સીધો હોય તો એણે વાંકા પછડાયાની ચિંતા કરવાની ન હોય.
• બગીચાનાં ફૂલોની ખુશબૂ માત્ર પાડોશમાં પ્રસરે છે, જ્યારે માણસના ચારિત્ર્યની મહેક છેક પહાડોની ટોચ સુધી ફેલાય છે.
• પૂરને આવતું અટકાવી શકાય છે, પણ લોકોને પીઠ પાછળ વાતો કરતા અટકાવી શકાતા નથી.
• પુરુષ જે ફર્યો નથી અને સ્ત્રી જેણે સંતાન જણ્યું નથી તેને જિંદગીની અસલિયતની ખબર જ નથી.
• લશ્કરની છાવણી બનાવવા માટે સો સૈનિકોની જરૂર પડે છે, પણ ઘર બનાવવા માટે એક સ્ત્રી પર્યાપ્ત છે.
• સમાજમાં અરાજકતા ફેલાય ત્યારે હોશિયાર નેતાની જરૂર પડે છે, પરિવારમાં અરાજકતા ફેલાય ત્યારે ગુણવાન પત્નીની જરૂર પડે છે.
• સારી પત્નીઓના નસીબમાં ખરાબ પતિ અને સારા પતિઓેના નસીબમાં ખરાબ પત્ની લખાયેલી હોય છે.
• શયનખંડની બહાર પતિ-પત્નીએ એકબીજા સાથે મહેમાન જેવું વર્તન કરવું જોઈએ.
• ધનવાનની રખાતના મોંઘાદાટ પોષાક કરતાં ગરીબની પત્નીનાં થીગડાંવાળાં કપડાં વધારે મૂલ્યવાન છે.
• જે પુત્રને બાપની જરૂર નથી અને જે પત્નીને પતિની જરૂર નથી એની હાલત આખરે ગલીનાં કૂતરાં કરતાંય બદતર થાય છે.
• દસ અલગ અલગ પુરુષો સાથે સંબંધ બનાવી ચૂકેલી સ્ત્રી મરણપથારીએ પડી હશે ત્યારે એની આસપાસ કોઈ નહીં ફરકે.
• પતિ-પત્નીના ઝઘડામાં વચ્ચે પડનારો માણસ મૂરખ જ હોઈ શકે.
• નાનપણમાં બાપ ગુમાવી દેવો અને મધ્યવયે પત્ની ખોઈ દેવી- આના કરતાં મોટું કોઈ દુર્ભાગ્ય નથી.
• જ્યારે વિનાશે ઘરમાં પ્રવેશ કરવો હોય ત્યારે સ્ત્રીની જીભ ક્યારેક સીડીનું કામ કરતી હોય છે.
• ડાકણને રહેવાનું કાયમી ઠેકાણંુ મળી જશે, પણ એક કરતાં વધારે દીકરા ધરાવતી સ્ત્રીએ ઘડપણમાં આમથી તેમ ભટકવું પડે છે.
• મા કરતાં પત્નીને વધારે માન આપતો દીકરો નઠારો છે. દીકરાને પત્ની વિરુદ્ધ ચડામણી કરતી મા નઠારી છે.
• દુનિયામાં એક બાળક સૌથી સુંદર છે અને તે દરેક મા પાસે હોય છે.
• સ્ત્રીને ઓળખવી હોય તો એની માતાને જાણો, પરખો.
• દીકરીને પિયરની શેરીનાં કૂતરાં પણ વહાલાં લાગે છે.
• જુવાન દીકરીને ઘરમાં રાખવી એ વાઘણને ઘરમાં પૂરી રાખવા બરાબર છે.
• મા-બાપ દસ સંતાનોને સારી રીતે મોટાં કરી શકશે, પણ દસ સંતાનો એક મા-બાપની સારસંભાળ નહીં લઈ શકે.
• ભીની માટી અને નાના બાળકને કોઈ પણ ઘાટમાં ઢાળી શકાય છે.
• પત્નીના મૃત્યુ પછી સાસરાનું ઘર નાટક પૂરું થઈ ગયા પછીના મંચ જેવું બની જાય છે.
• સાસુ સાથે સારો વર્તાવ કરશો તો એ દિવસમાં ત્રણ વાર ઘરે આવશે.
• સાસુ મરી વર્ષો પહેલાં, પણ રડવું આવ્યું આજે.
• સ્ત્રી સવારે વહેલી ઊઠી જાય તો પતિ ચિડાય છે, મોડી ઊઠે તો સાસુ.
• સ્ત્રીએ પતિને કેવું લાગશે એ વિચારવાનું હોય, સાસરિયાઓને કેવું લાગશે તે નહીં.
• બનાવટી મિત્ર કરતાં કઠોર દુશ્મન સારો.
• ખરાબ દોસ્ત શોધવો સહેલો છે, સારો દોસ્ત ગુમાવવો અઘરો.
• દર્પણ વગર શૃંગારની શી રીતે ખબર પડે? મિત્રો વગર પોતાની નબળાઈઓ વિશે શી ખબર પડે?
• તમારા ખરા મિત્રો કોણ છે એ વાત ક્યારેય જાહેર ન કરવી.
• દીકરાનાં લક્ષણ કેવાં છે તે જાણવા માટે એના દોસ્તારોને મળો.
• સારા દોસ્તો પાડોશી બને ત્યારે સૌથી પહેલાં તો બન્નેના ઘર વચ્ચે ઊંચી દીવાલ ચણી લેવી.
• વૃદ્ધ માણસ અને પોચા ભાત નુકસાન કરતા નથી.
• જો જુવાન માણસ પાસે ડહાપણ અને વૃદ્ધ પાસે તાકાત હશે તો બધાં કામ સરસ રીતે પાર પડશે.
• ડોસાનાં બધાં સિક્રેટ્સ ડોસી જાણતી હોય છે.
• ઘડપણમાં સંતાનો સાથે આજ્ઞાાંકિત બનીને રહેવું.
• ગૌતમ બુદ્ધ જેવા ગૌતમ બુદ્ધ પણ ક્યારેક તો સાધારણ માણસ જ હતા.
• ધનિક માણસની યાદદાસ્ત ટૂંકી હોવાની.
• ઉચ્ચ કક્ષાનો માણસ નઠારા માણસોની નબળાઈઓને યાદ કરતો નથી.
• નસીબદાર માણસને સમૃદ્ધ પુત્રો હોય છે, કમનસીબ માણસને સમૃદ્ધ ભાઈઓ.
• ગરીબ માણસ કંઈક આપવા આવ્યો હશે તોપણ પહેલી નજરે તો કશુંક માગવા આવ્યો હશે એવું જ લાગશે.
• એક અંધ બીજા અંધને દોરીને જશે તો આખરે બન્નેએ કૂવામાં ખાબકવું પડશે.
• અંધ માણસ આંખો ખોલે કે બંધ રાખે, શો ફર્ક પડે છે?
• દુર્જનથી તો સ્વયં ભગવાન પણ ડરે છે.
• નઠારો માણસ જંગલમાં જશે તો કચરો જ ભેગો કરશે.
• વિકૃત માણસનો કોઈ ઇલાજ નથી.
• એક ડાહ્યો માણસ હજાર મૂરખના પેટ ભરી શકશે, પણ એક મૂરખ પોતાના એકલાનું પેટ પણ નહીં ભરી શકે.
• મૂર્ખના હાથમાં પૈસા ઝાઝા ટકતા નથી.
• મૌખિક પુરાવા કરતાં લિખિત પુરાવા સો ગણા સારા.
• માણસને હંમેશાં એ જ મળે છે જેની એણે ઝંખના કરી હોય છે.
• તમારું પાકીટ સાચવીને રાખો, બીજાઓને દોષ ન દો.
• દુશ્મન શોધવા માટે બહુ દૂર જવાની જરૂર નથી. પ્રિયજન સાથેનો અતિ પરિચય આપોઆપ નફરત પેદા કરશે.
• ભણતર વગરનું બાળક પાંખ વગરના પક્ષી જેવું છે.
• સો પુરુષ અને સો સ્ત્રીના ગુણ ભેગા કરો ત્યારે એક સર્વગુણસંપન્ન માણસ પેદા થાય.
• સ્વર્ગનો દરવાજો ધીરજના પાત્રના તળિયે છુપાયેલો છે.
• સો વાર સાંભળવા કરતાં એક વાર જોવું સારું.
• જુવાન માણસના જ્ઞાાન કરતાં વૃદ્ધ માણસનો અનુભવ ચડિયાતો છે.
• તમને ખબર હોય કે આવતી કાલે તમારું મૃત્યુ થવાનું છે તોય આજે કશુંક નવું તો શીખવાનુું જ.
• જે અહીં છે તે બધે જ છે, જે અહીં નથી તે ક્યાંય નથી.
• દેશમાં કશી સમસ્યા જ નહીં હોય તો સાધ્વી પણ શાસન કરી શકશે.
• સાત દીકરીઓ વચ્ચે કાનના બૂટિયાંની એક જ જોડ હશે તો દરેક તહેવાર વખતે ઝઘડા થવાના જ.
• તમને ખબર જ ન હોય કે તમે ક્યાં ઊભા છો, તો તમારા માટે બધા રસ્તા એકસમાન જ છે.
• ઘેટાની જેમ સો દિવસ જીવવા કરતાં સિંહની જેમ એક દિવસ જીવવું સારું.
• પગમાં ચામડાંનાં જૂતાં પહેરાય, આખી ધરતીને ચામડાંથી ઢાંકવા ન જવાય.
• શબ્દો પરપોટા જેવા છે, કાર્ય સોનાની લગડી સમાન છે. 0 0 0

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2015 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.