માનવજાતનું સુપર સિક્રેટ!
સંદેશ – અર્ધસાપ્તાહિક પૂર્તિ – બુધવાર – ૨૬ એપ્રિલ ૨૦૧૭
ટેક ઓફ
માણસજાતને આજે ‘એક્સક્લુઝિવ’ હોવાનો અને ધરતી પણ સર્વશ્રેષ્ઠ જીવ હોવાનો જબરો ફાંકો છે , પણ એક સમયે પૃથ્વીના પટ પર એકસાથે અનેક પ્રકારના હ્યુમન બીઈંગ્સ એકસાથે અસ્તિત્ત્વ ધરાવતા હતા. જેમ આજે આપણે અનેક જાતનાં કૂતરાં અને અલગ અલગ ઓલાદના ઘોડા જોઈએ છીએ તેમ ધરતી પર એક સમયે માણસજાતમાં પણ જુદૃી જુદૃી વરાઈટી જોવા મળતી હતી., તો ક્યાં અને કેવી રીતે ગાયબ થઈ ગયા આપણા એ બધા કઝિન હ્યુમન બીઈંગ્સ?
* * * * *
ઇતિહાસ ‘ભણવાનો’ કંટાળો આવી શકે, ઇતિહાસ ‘ગોખવાનું’ ત્રાસદૃાયક લાગી શકે, પણ ઇતિહાસ સ્વયં કંઈ કંટાળજનક કે ત્રાસજનક વિષય નથી. શરત એટલી કે તે રસાળ રીતે લખાયો હોવો જોઈએ. કન્સ્ટ્રક્શન સાઈટ પર ઊભેલા તોતિંગ ટ્રકમાંથી ખડડડ કરીને ઠલવાતા પથ્થરોની જેમ જો કેવળ ઠાલી વિગતોનો જ ખડકલો થતો હોય તો ઇતિહાસ શું, કોઈ પણ લખાણ વાંચવાનો કંટાળો આવે. વિષય જેટલો ભારે હોય, લખાણની શૈલી એટલી જ સરળ અને રસાળ હોવી જોઈએ. ઉદૃાહરણ તરીકે, યુવલ નોઆ હરારી નામના લેખકે લખેલું ‘સેપીઅન્સ – અ બ્રિફ હિસ્ટ્રી ઓફ હ્યુમનકાઈન્ડ’ નામનું બેસ્ટસેલર પુસ્તક.
ઇઝરાયલમાં વસતા હરારી ઇતિહાસવિદ્ છે. હિબ્રુ યુનિવર્સિટી ઓફ જેરુસલેમમાં તેઓ વિદ્યાર્થીઓને ઇતિહાસ ભણાવે છે. ‘માનવજાતનો ઇતિહાસ’ જેવા અતિ ગંભીર વિષય પર એમણે એટલી મસ્ત રીતે કલમ ચલાવી છે જાણે દિૃલધડક થ્રિલર જોઈ લો. આજે આ પુસ્તકમાંથી કેટલીક રસપ્રદૃ વાતો ટાંકવી છે.
માણસજાતનો ઉદ્ભવ કેવી રીતે થયો? આદૃમ અને ઈવની કલ્પના સરસ છે, પરમપિતા પરબ્રહ્માએ સમગ્ર સૃષ્ટિની સાથે આપણને પણ પેદૃા કર્યા તેવી ધાર્મિક શ્રદ્ધા પણ એની જગ્યાએ બરાબર છે, પણ નકકર સંશોધનો શું કહે છે? એક અંદૃાજ પ્રમાણે પૃથ્વી પર પ્રાણીઓની લગભગ ૮૭ લાખ જેટલી પ્રજાતિઓ છે. ૮૭ લાખ! આમાંના એક એટલે આપણે – હોમો સેપીઅન્સ. હોમો સેપીઅન્સ માનવજાત માટેનું વૈજ્ઞાનિક નામ છે. બ્રાહ્મણ, વાણિયા, સવર્ણ, દૃલિત, ગુજરાતી, મહારાષ્ટ્રિઅન, િંહદુ, મુસ્લિમ, ભારતીય, ફ્રેન્ચ, એશિયન, અમેરિકન આ બધાં વિભાજનો તો બહુ ઉપરઉપરનાં છે. મૂળ તો પૃથ્વી પર વસતો માણસ માત્ર હોમો સેપીઅન્સ છે.
પાસે પાસેનાં લક્ષણો ધરાવતી પ્રજાતિઓને ભેગી કરીએ એટલે તેમનું એક ફેમિલી બને. જેમ કે, િંસહ-ચિત્તા-વાઘ-બિલાડી આ બધાં કેટ ફેમિલીનાં પ્રાણીઓ ગણાય. વરુ-શિયાળ-લોમડી-શ્ર્વાન આ બધાં ડોગ ફેમિલીના સભ્યો ક્હેવાય. આપણા કિચનમાં ઘૂસી જઈને ચપ-ચપ કરતી દૃૂધ ચાટી જતી બીકણ બિલાડી અને ખૂંખાર સિંહ વચ્ચે ભલે આભજમીનનો ફર્ક્ લાગે , પણ છતાંય તેઓ એકબીજાના સગાં ક્હેવાય કેમ કે બન્નેના પૂર્વજો એક. સવાલ એ છે કે આપણા એટલે કે માનવજાત એટલે કે હોમો સેપીઅન્સના ફેમિલીમાં કોનો સમાવેશ થાય? ચિમ્પાન્ઝી આપણા સૌથી નજીકના સગા થાય તે આપણે જાણીએ છીએ. ગોરિલા અને ઉરાંગઉટાંગ આપણા રિલેટીવ ખરા, પણ સહેજ દુરના. ફકત છ લાખ વર્ષ પહેલાં એક બંદૃરિયાએ બે દૃીકરીઓ જણી હતી, જેમાંથી બે ફાંટા પડ્યા. એક ફાંટો આગળ જઈને ચિમ્પાન્ઝી બન્યો અને બીજો ફાંટો આગળ જઈને માણસ બન્યો. આનો અર્થ એ કે છ લાખ વર્ષ પહેલાં આપણી ગ્રેટ-ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડમધર અને ચિમ્પાન્ઝીની ગ્રેટ-ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડમધર એક જ માની કૂખમાંથી જન્મેલી સગી બહેનો હતી!
યુવલ નોઆ હરારી લખે છે કે આપણે હોમો સેપીઅન્સ એક મોટું સિક્રેટ છુપાવીને બેઠા છીએ. કેવું સિક્રેટ? આપણે માની લીધું છે કે પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિમાં આપણે હ્યુમન બિઈંગ્સ સૌથી અનોખા છીએ. આપણો જોટો ક્યાંય જડતો નથી. આ વાત, અલબત્ત, સાવ ખોટી નથી. છેલ્લાં દૃસ હજાર વર્ષથી પૃથ્વી પર એકલા આપણે જ હ્યુમન બીઈંગ્સ છીએ, પણ સમયનું ચક્ર જરા પાછળ ફેરવીને જોતાં જે હકીકત સામે આવે છે તે એવી છે કે ભૂતકાળમાં ધરતી પર હોમો સેપીઅન્સ સિવાયના માનવો પણ વસતા હતા.
માનવજાત સૌથી પહેલાં પૂર્વ આફ્રિકામાં ઇવોલ્વ થઈ. બીજા શબ્દૃોમાં કહીએ તો, માનવજાતની ઉત્ક્રાંતિ સર્વપ્રથમ પૂર્વ આફ્રિકામાં નોંધાઈ, આજથી લગભગ પચ્ચીસ લાખ વર્ષ પહેલાં. તે પછીના પાંચ લાખ વર્ષો સુધી આ આદિૃમાનવો આફ્રિકામાં જ રહ્યા, પણ ત્યાર બાદૃ, વીસ લાખ વર્ષ પહેલાં તેઓ ફરતાફરતા નોર્થ અમેરિકા, યુરોપ અને એશિયા સુધી પહોંચી ગયા. જરા વિચારો, આદિૃમાનવોએ હજારો કિલોમીટરનું અંતર પગપાળા કેવી રીતે કાપ્યું હશે!
પૃથ્વી પર ફેલાઈ રહેલા આદિૃમાનવના સમુદૃાયો જુદૃી જુદૃી ઇવોલ્વ થતા ગયા. યુરોપ અને પશ્ર્ચિમ એશિયામાં વિકાસ પામેલી માનવજાત ‘હોમો નીએન્ડરથેલેન્સીસ’ તરીકે ઓળખાઈ. આનો શાબ્દિૃક અર્થ થાય છે, ‘નીએન્ડર વેલીમાંથી આવેલો માણસ.’ નીએન્ડર વેલી આજે જર્મનીનો હિસ્સો છે. હોમો નીએન્ડરથેલેન્સીસ અથવા ટૂંકમાં નીએન્ડરથેલ્સની કદૃકાઠી સેપીઅન્સ કરતાં વધારે મોટી, વધારે સ્નાયુબદ્ધ અને યુરોપની ભીષણ ઠંડીની ઝીંક ઝીલી શકે એવી મજબૂત. એશિયાના પૂર્વ તરફના હિસ્સામાં વિકસેલી માનવજાત ‘હોમો ઇરેક્ટસ (એટલે કે સીધો, ટટ્ટાર માણસ) તરીકે ઓળખાઈ. વીસ લાખ વર્ષ સુધી ટકી ગયેલી આ માનવજાતિ સૌથી લોંઠકી સાબિત થઈ.
આ બાજુ, ઇન્ડોનેશિયામાં ઇવોલ્વ થયેલા આદિૃમાનવો ‘હોમો સોલોએન્સિસ’ (મેન ફ્રોમ સોલો વેલી) ક્હેવાયા. ઈન્ડોનેશિયામાં ફ્લોરીસ નામનો ટાપુ છે. એક સમયે અહીં દૃરિયાની સપાટી એટલી બધી નીચી હતી કે કેટલાક આદિૃમનુષ્યો મુખ્ય ભૂમિભાગથી આ ટાપુ પર આસાનીથી પહોંચી ગયેલા. દૃરિયાની સપાટી પાછી ઊંચક્ાઈ ગઈ એટલે તેઓ ફ્લોરીસ ટાપુ પર જ રહી ગયા. અહીં ખાવા-પીવાના ધાંધિયા હતા. ઘણા લોક્ો મૃત્યુ પામ્યા. જે કદૃમાં નાના હતા તેઓ વધારે જીવ્યા. કાળક્રમે અહીં ઠીંગુજી માનવોની પેઢીઓ બનતી ગઈ. તેઓ વધુમાં વધુ સવાત્રણ ફૂટ સુધી વધતા. શરીરનું વજન પચ્ચીસ કિલો કરતાં વધારે નહીં. આ માનવજાત ‘હોમો ફ્લોરીન્સીસ તરીકે ઓળખાઈ.
આ સિવાય પણ કેટલીક માનવજાતો હતી. હજુ સાતેક વર્ષ પહેલાં જ સાઈબિરીયામાંથી ‘હોમો ડીનીસોવા’ નામની લુપ્ત માનવજાતના અવશેષો મળી આવ્યા હતા. એક બાજુ ઘણા માનવસમુદૃાયો યુરોપ અને એશિયામાં વિકસી રહ્યા હતા, તો બીજી બાજુ પૂર્વ આફ્રિકામાં મૂળ આદિૃમાનવોની ઉત્ક્રાંતિ પણ વણથંભી ચાલુ હતી. અહીં કાળક્રમે ‘હોમો રુડોલફેન્સીસ’ (મેન ફ્રોમ લેક રુડોલ્ફ) સમુદૃાય વિકસ્યો, ‘હોમો ઇરગેસ્ટર’ (વર્કિંગ મેન) સમુદૃાર વિકસ્યો અને આખરે ‘હોમો સેપીઅન્સ એટલે કે આપણે ‘બન્યા. હોમો સેપીઅન્સનો શાબ્દિૃક અર્થ છે, શાણો માણસ. આપણે જ ફોઈબા બનીને તમામ માનવસમુદૃાયોનાં નામ પાડવાનાં હોય ત્યારે આપણું ખુદૃનું નામ શું કામ નબળું પાડીએ!
અમુક સમુદૃાયના માનવીઓ હટ્ટાકટ્ટા હતા, અમુક ઠીંગુજી હતા, અમુક શિકાર કરતા, તો અમુક ફળફૂલ ખાઈને ગુજારો કરતા. અમુક એક જ ટાપુ પર રહ્યા, જ્યારે અમુક આખી ધરતી પર ફરી વળ્યા. આ બધા જ આપણા જેવા મનુષ્યો હતા. કાયદેસરના હ્યુમન બીઈંગ્સ! બે લાખ વર્ષથી લઈને છેલ્લાં દૃસ હજાર વર્ષ પહેલાં સુધીના સમયગાળા દૃરમિયાન પૃથ્વીના પટ પર એકસાથે અનેક પ્રકારના હ્યુમન બીઈંગ્સ એકસાથે અસ્તિત્ત્વ ધરાવતા હતા. જેમ આજે આપણે લાબ્રાડોર, જર્મન શેફર્ડ વગેરે જેવી અનેક જાતનાં કૂતરાં જોઈએ છીએ, અલગ અલગ ઓલાદૃના ઘોડા જોઈએ છીએ તેમ ધરતી પર એક સમયે માણસજાતમાં પણ જુદૃી જુદૃી વરાઈટી જોવા મળતી હતી!
તો પછી બાકીના બધી માનવ પ્રજાતિઓનું શું થયું? એક આપણે હોમો સેપીઅન્સ જ કેમ ટકી ગયા? આપણા ક્ઝિન મનુષ્યો ક્યાં ગાયબ થઈ ગયા? આનો જવાબ આવતા બુધવારે.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2017 )
Leave a Reply