Sun-Temple-Baanner

એમબીએના વિદ્યાર્થીઓને શું શીખવવામાં આવતું નથી?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


એમબીએના વિદ્યાર્થીઓને શું શીખવવામાં આવતું નથી?


એમબીએના વિદ્યાર્થીઓને શું શીખવવામાં આવતું નથી?

Sandesh – Ardh Saptahik purti – 6 Sept 2017

ટેક ઓફ

* * * * *

મોટી મોટી કંપનીઓના સીઈઓ અને ચેરમેન પેદા કરતી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલનું નામ ખૂબ મોટું છે તે સાચું, પણ પોતાના વિદ્યાર્થીઓને ઉદ્યોગધંધાની આંટીઘૂંટીની સાથે સાથે નૈતિકતા તેમજ સામાજિક દાયિત્વના પાઠ શીખવવામાં શું તે કાચી પુરવાર થઈ છે? શું પ્રોફેશનલ બિઝનેસ સ્કૂલોએ પોતાના વિદ્યાર્થીઓની ‘સ્પિરિચ્યુઅલ લાઇફ્’ને પુષ્ટ કરવાની જવાબદારી પણ સ્વીકારવી ન જોઈએ? ઉદ્યોગનું ધ્યેય કેવળ નફો રળવાનું ન હોઈ શકે. પ્રત્યેક ઉદ્યોગ સોશિયલ એન્ટપ્રાઈઝ એટલે કે સામાજિક સાહસ જ હોવાનું. ‘સોશિયલી ન્યુટ્રલ એન્ટરપ્રાઇઝ’ જેવું કયારેય હતું પણ નહીં કે હોઈ શકે પણ નહીં.

પ્રોકટર એન્ડ ગેમ્બલ કંપનીના ચેરમેન, સિટીગ્રૂપના સીઈઓ, જનરલ ઇલેક્ટ્રિકના સીઇઓ, જનરલ મોટર્સના સીઈઓ, ફેર્ડ મોટર કંપનીના સીઇઓ, વોડાફેન ગ્રૂપના સીઈઓ, બોઇંગના સીઈઓ, ફેસબુકનો સીઓઓ, ફયનાન્સ કંપની ગોલ્ડમેન સેકસ, ‘ટાઇમ’ મેગેઝિન પ્રકાશિત કરતાં મીડિયા હાઉસ ટાઇમ ઇન્કોર્પોરેટેડનાં ચેરપર્સન, ટાટા સન્સના સીઇઓ, મેકિ્કન્સ્કિી એન્ડ કંપનીના મેનેજિંગ ડિરેકટર, સોની પિકચર્સ એન્ટરટેઇમેન્ટના સીઇઓ, જે.પી. મોર્ગન એસેટ મેનેજમેન્ટના સીઈઓ, મેરિલ લિન્ચના સીઇઓ… આ બધાનાં નામ જે હોય તે, પણ આ બધામાં શું કોમન દેખાય છે? સૌથી પહેલી કોમન વાત તો એ સમજાય છે કે આ બધી કંપનીઓ અથવા બ્રાન્ડ્સ વિશ્વવિખ્યાત છે. બીજી કોમન વાત એ છે કે વાત આ તમામ કંપનીઓના બિગ બોસ (કેટલાક વર્તમાન, કેટલાક ભૂતપૂર્વ) હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ થયેલા છે.

અમેરિકાના બોસ્ટન શહેરમાં સ્થિત હાર્વર્ડ દુનિયાની નંબર વન બિઝનેસ સ્કૂલ છે. આપણે ત્યાં જેમ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ્ મેનેજમેન્ટ (આઇઆઇએમ)માંથી એમબીએ થનારાઓ સૌથી મોંઘેરા ગણાય છે તે રીતે હાર્વર્ડમાંથી એમબીએની ડિગ્રી લેનારાઓ માત્ર અમેરિકામાં નહીં, પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સર્વશ્રેષ્ઠ ગણાય છે. હાર્વર્ડ નામ સાથે જ જબરું ગ્લેમર અને સન્માન સંકળાયેલાં છે. ભારતના ટાટા-બિરલાની જેમ હાર્વર્ડ-કેમ્બ્રિજ પણ એક રૂઢિપ્રયોગ બની ગયા છે, સર્વોચ્ચ શૈક્ષણિક શ્રેષ્ઠતાના અર્થમાં.

૧૯૭૮માં ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સે’ પહેલીવાર હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ માટે ‘ધ ગોલ્ડન પાસપોર્ટ’ શબ્દપ્રયોગ કર્યો હતો. હાર્વર્ડમાંથી એમબીએની ડિગ્રી લો એટલે સમજોને કે આખી લાઇફ્ સેટ થઈ જાય. ટોચની કંપનીઓ ચક્કર આવી જાય એવો તોતિંગ પગાર ઓફ્ર કરીને તાજા હાર્વર્ર્ડ એમબીએ ગ્રેજ્યુએટ્સને ફ્ટાક કરતી ઊંચકી લે. આ કંપનીઓ એવી છે જે પિૃમ જગતના રાતાચોળ મૂડીવાદના બિલકુલ કેન્દ્રમાં રહીને કામ કરે છે. આ કંપનીઓમાંની કેટલીય પોતપોતાનાં ક્ષેત્રમાં અગ્રેસર હોય એટલે તે જે પોલિસીઓ ઘડે તે પ્રમાણે બીજી કંપનીઓ પણ પોતપોતાની પોલિસીઓ ઘડે. તે અમુક ચોક્કસ દિશામાં ગતિ કરે તો પાછળ પાછળ બીજી કંપનીઓ પણ દોરાય. આમ, સૌથી પાવરફુલ કંપનીઓના ટોચના હોદ્દા પરથી લેવાતા નિર્ણયોની ડોમિનો ઇફેકટ એવી પ્રચંડ હોઈ શકે છે કે તેની અસર માત્ર જે-તે કંપનીના પફેર્મન્સ કે એમાં કામ કરતાં લોકો પર જ નહીં, બલકે સીધી કે આડકતરી રીતે અર્થતંત્ર પર, સમાજ પર તેમજ દુનિયાભરના લોકોની જીવનશૈલી પર પડે છે.

હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ છેક ૧૯૦૮માં શરૂ થઈ હતી. આ એકસો નવ વર્ષમાં તે ૭૬,૦૦૦ વિદ્યાર્થીઓ બહાર પાડી ચૂકી છે, જે ૧૬૭ દેશોમાં ફેલાયેલા છે. સવાલ આ છેઃ શું આવી વગદાર કંપનીઓના સીઈઓ તેમજ ચેરમેન પેદા કરતી આ બિઝનેસ સ્કૂલ પોતાના વિદ્યાર્થીઓને યોગ્ય અને પૂરતી તાલીમ આપે છે? તેમને માત્ર નફે કેવી રીતે વધારવો તે વિશેના નિર્ણયો લેતાં જ શીખવે છે કે પછી સામાજિક જવાબદારીઓ વિશે વિચારતાં પણ શીખવે છે? દુનિયામાં આર્થિક અસમાનતા વધી રહી છે, આર્થિક વિકાસના નામે પર્યાવરણનો એવો ખો નીકળી ગયો છે કે આપણે ભયજનક વાસ્તવ અને ભવિષ્યની વિકરાળ સંભાવનાઓની વચ્ચે મુકાઈ ગયા છીએ. અબજો ડોલરના બિઝનેસ કરતી કંપનીઓના સાહેબલોકોએ શું આ બધું નહીં વિચારવાનું?

આ વર્ષની શરૂઆતમાં એક સરસ પુસ્તક બહાર પડયું છે – ‘ધ ગોલ્ડન પાસપોર્ટ’. શીર્ષકની ટેગલાઈન ધારદાર છે – ‘હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ, ધ લિમિટ્સ ઓફ્ કેપિટલિઝમ, એન્ડ ધ મોરલ ફેલ્યોર ઓફ્ ધ એમબીએ એલિટ’. અગાઉ ‘ધ ર્ફ્મ’ નામનું બેસ્ટસેલર પુસ્તક લખી ચુકેલા લેખક ડફ્ મેકડોનાલ્ડ જાણીતા બિઝનેસ જર્નલિસ્ટ છે. ‘ધ ગોલ્ડન પાસપોર્ટ’ નામના આ દળદાર પુસ્તકનો સૂર આ છેઃ મોટી મોટી કંપનીઓના સીઈઓ અને ચેરમેન પેદા કરતી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલનું નામ ખૂબ મોટું છે તે સાચું, પણ પોતાના વિદ્યાર્થીઓને ઉદ્યોગધંધાની આંટીઘૂંટીની સાથે સાથે નૈતિકતા તેમજ સામાજિક દાયિત્વના પાઠ શીખવવામાં તે કાચી પુરવાર થઈ છે.

લેખકે મુદ્દો છેડયો છે કે શું પ્રોફેશનલ બિઝનેસ સ્કૂલોએ પોતાના વિદ્યાર્થીઓની ‘સ્પિરિચ્યુઅલ લાઇફ્’ને પુષ્ટ કરવાની જવાબદારી પણ સ્વીકારવી ન જોઈએ? ઉદ્યોગનું ધ્યેય કેવળ નફો રળવાનું ન હોઈ શકે. પ્રત્યેક ઉદ્યોગ સોશિયલ એન્ટપ્રાઈઝ એટલે કે સામાજિક સાહસ જ હોવાનું. ‘સોશિયલી ન્યુટ્રલ એન્ટરપ્રાઇઝ’ જેવું કયારેય હતું પણ નહીં કે હોઈ શકે પણ નહીં. ઉદ્યોગ માત્રથી, પછી તે નાનો હોય કે મોટો, સમાજને ર્ફ્ક પડતો હોય છે. જોવાનું માત્ર એટલું છે કે આ ર્ફ્ક પોઝિટિવ છે કે નેગેટિવ.

હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી બહાર પડેલા કાર્ટર બેલ્સ નામના મહાશય મેકિ્કન્સ્કી એન્ડ કંપનીમાં તેત્રીસ વર્ષ કામ કરી ચૂકયા છે. આ ઉપરાંત ન્યૂયોર્ક શહેરના આસિસ્ટન્ટ બજેટ ડિરેક્ટર અને એવું ઘણું બધું રહી ચૂક્યા છે. તેમણે ‘પ્રોફ્ટિેબલ ગટર’ એવો સૂચક શબ્દપ્રયોગ કર્યો છે. તેઓ કહે છે કે અમેરિકાની સ્ટેટ, લોકલ અને ફેડરલ સરકારો ભયાનક પ્રદૂષણ પેદા કરતાં અને પર્યાવરણને પારાવાર નુકસાન પહોંચાડતી કંપનીઓને અબજો ડોલરની આર્થિક સહાય કરે છે. આ હાઇડ્રોકાર્બન ઇન્ડસ્ટ્રી ભવિષ્યમાં દુનિયાનો વિનાશ નોતરશે. આની સામે રિન્યુએબલ એનર્જી અને કુદરતની જાળવણીનો ખ્યાલ રાખતાં ક્ષેત્રોને સરકાર તરફ્થી બહુ જ ઓછી મદદ મળે છે. ઉદ્યોગગૃહો સરકારોને ‘મેનેજ’ કરી લે છે એ હકીકતનું આ ઉત્તમ ઉદાહરણ છે. કાર્ટર બેલ્સે એક લેખમાં લખ્યું છે કે જ્યાં સુધી કોર્પોરેટ અમેરિકા સુધરશે નહીં ત્યાં સુધી હાલ પર્યાવરણના જે પ્રશ્નો અને બીજાં કેટલાંય સામાજિક દૂષણો પેદા થયા છે તેમાં કંઈ સુધારો નહીં થાય. કહેવાની જરૂર નથી કે અમેરિકાના સંદર્ભમાં કહેવાયેલી આ વાત આખી દુનિયાના દેશો અને ઉદ્યોગગૃહોને લાગુ પડે છે.

હાર્વર્ડ અને બીજી ટોચની બિઝનેસ સ્કૂલોના એમબીએ ગ્રેજ્યુએટ્સ છેલ્લાં કેટલાંક વર્ષોથી સિલિકોન વેલી તરફ્ વળ્યા છે. એપલ, એમેઝોન, ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓમાં એમબીએ ડિગ્રીધારીઓની ભરમાર છે. જોવાનું હવે આ છેઃ મોટી બિઝનેસ સ્કૂલોમાંથી બહાર પડેલા આ એમબીએ ડિગ્રીધારકો આવનારા સમયમાં માત્ર કંપનીના નફે, સફ્ળતા અને હરીફઈ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે છે કે આ ક્ષેત્રો સાથે સંકળાયેલા માનવીય પાસાં પર ધ્યાન આપશે? દુનિયાભરમાં ઢગલામોઢે એમબીએ ગ્રેજ્યુએટ્સ પેદા કરતાં કારખાનાંઓના ધમધમાટમાં ઘણા અણીયાળા સવાલો દબાઈ જાય છે તે એક વક્રતા છે.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2017 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.