સફારી મેગેઝિનનો ખૂબ ખૂબ આભાર
આશ્ચર્ય થયું જ્યારે ક્રોસવર્ડમાં જઈ સફારી મેગેઝિન ખરીદી. મારા માટે તો સરપ્રાઈઝ નીકળ્યું. હાથમાં લઈ ખોલીને જોયું તો આ પત્ર “સફારી”ને મળે વિભાગમાં મારું નામ હતું. અને આ નામ આવ્યું તેનો સઘડો શ્રેય શિરીષ કાશિકરને જાય છે. એમણે જ ઈમેલ થ્રૂ નગેન્દ્ર દાદાને સફારી વિષેનો લેખ મોકલી આપ્યો હતો.
છેલ્લા વીસ વર્ષથી સફારી વાંચુ છું. હંમેશાં સફારીને મેં એક ભાવક તરીકે જ ખરીદી છે, વાંચી છે. સફારીને કોઈ દિવસ પત્ર નથી લખ્યો કે સુપર સવાલ પણ નથી પૂછ્યો. ખરીદવાની, વાંચવાની અને મઝા લેવાની. મહિનામાં એક વખત સફારી ન ખરીદુ તો જ્યારે ઉનાળામાં કોઈ વિજળી કાપી ગયુ હોય એવી અનુભૂતિ થાય. પણ આજે 300માં અંક દરમ્યાન મેં લખેલા લેખનો કેટલોક અંશ નગેન્દ્રદાદાએ સફારી મેગેઝિન અંક નંબર 301માં છાપ્યો એ વાંચી ખૂબ હરખ થયો.
આમ તો છાપામાં ઘણી વાર નામ આવ્યું, કેટલીક વખત નામ તો ન છપાણું, પણ શબ્દો આપણા હશે તેમ સમજીને લખ્યું. આવું કટક બટક છપાયું તે કોઈ દિવસ મેં ફેસબુક પર શેર નથી કર્યું. પણ આજે મૌજ બે ગણી છે. સૌથી વધારે ખુશી તો એ વાતની છે કે જૂનાગઢનાં જ બીજા બે ભાઈઓના પત્ર છપાયા છે. એક છે રણછોડભાઈ પોંકિયા અને બીજા છે અશોક મકવાણા. જ્ઞાન વિજ્ઞાનના ભૂખ્યા તો દરેક વ્યક્તિ હોય છે, પણ જૂનાગઢના લોકોને વિજ્ઞાનનું કંઈક અલગ જ પ્રકારનું ઘેલુ છે. જેને શબ્દોમાં ન મઢી શકીએ.
સફારીના આ લેખમાં અમે ત્રણ લોકો જૂનાગઢના છીએ. જૂનાગઢના લોકો સફારીને આટલો પ્રેમ કરે છે એ પણ એક જૂનાગઢી તરીકે મારા માટે ગર્વની વાત છે. છેલ્લે તો ખાસ નગેન્દ્ર વિજય, શિરીષ સાહેબ અને સફારી તને તો કેમ ભૂલાય ત્રણેનો આભાર.
મયૂર ખાવડુ
Leave a Reply