તહેવાર અને વ્યવહાર આ બન્ને વચ્ચે આ બન્નેમાં સમાજ અને વ્યક્તિ દબાઈ ગયા છે. ખબર નહિ કેમ વ્યવહાર છે એટલે સંબંધ છે, કે પછી સંબંધ છે એટલે વ્યવહાર છે આ સમજાતું નથી. સંબંધ હોય એટલે વ્યવહાર કરવો જ પડે, પણ વ્યવહાર હોય એટલે સંબંધ રાખવો જ પડે. એવી જ રીતે તહેવાર હોય ત્યારે સંબંધ હોવા જ જોઈએ અને સંબંધ હોય તો જ તહેવાર કરવા પડે.
સંબંધ છે એટલે તહેવાર છે, તહેવાર છે એટલે સંબંધ નથી. ઘણીવાર જોયું છે કે રક્ષાબંધન હોય એટલે ફરજીયાત રાખડી મોકલવી, બાંધવી કે આ પ્રસંગ કરવો જ પડે. શા માટે આવા વ્યવહારોમાં આપણે આટલા જકડાઈ ગયા છીએ. શું રાખડીના વ્યવહાર વિના પણ રક્ષા ના થઈ શકે
વ્યવહારોમાં તહેવારોમાં જકડાઈ ગયેલ બંધન એટલે સંબંધ હવે એવું થઈ ગયું છે. ખબર નહિ કેમ આ તહેવાર અને વ્યવહારના નિયમો કોણે ઘડી કાઢ્યા છે આપણે જ ને , સમાજે જ ને
દરેક તહેવારો લાગણીના છે, ભક્તિના છે, પણ આપણે એમાં વ્યવહારોની, સંબંધોની, ધર્મની જડતા બાંધી દીધી છે.
દરેક તહેવારને વ્યવહાર સાથે અને વ્યવહાર ને વ્યવહાર સાથે સંબંધ થઈ ગયા છે. આમાં સંબંધ છે જ ક્યાં
~ વાગ્ભિ પાઠક
( સંદર્ભ : વિવિધા – ઇબુકમાંથી | ક્રમાંક : ૦૩ )
Leave a Reply