સ્વપ્નવાસવદત્તમ્ ઈસ્વીસન પૂર્વે ચોથી સદીના મહાન સંસ્કૃત સર્જક ભાસની અનુપમ નાટ્યકૃતિ છે. સ્વપ્નવાસવદત્તમ (વાસવદત્તાનું સવ્પ્ન) એ મહાકવિ ભાસનું ખુબજ પરસિદ્ધ નાટક છે. આમાં ૬ અંકો છે. ભાસના નાય નાટકોમાં ઉત્તમોત્તમ નાટક. ક્ષેમેન્દ્રનાં બૃહતકથામંજરી તથા સોમદેવનાં કથાસરિત સાગર પર આધારિત આ નાટક સમગ્ર સંકૃત વાંગ્મયનાં દ્રશ્ય કાવ્યોમાં દર્શ કૃતિ મનાય છે.
ભાસ વિરચિત રુપકોમાં આ સર્વશ્રેષ્ઠ છે. વસ્તુત: આ ભાસની નાટ્યકલાનો ઉત્તમ નમુનો છે. આ ૬ અંકોનું નાટક છે. એમાં પ્રતિજ્ઞાયૌગન્ધરાયણની આગળની કથાનું વર્ણન છે. આ નાટકનું નામકરણ રાજા ઉદયન દ્વારા ઇહસ્વપ્નમાં વાસ્વ્દ્તાના દરશન પર આધારિત છે. સ્વપ્નવાળું દ્રશ્ય સંસ્કૃત નાટ્ય સાહિત્યમાં એક અલગ જ અને વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
આ નાટક નાત્ય્કાલાની સર્વોત્તમ પરિણિતિ છે. વસ્તુ, નેતા એવં રસ — અત્રનેય દ્રષ્ટિએ આ નાટક ઉત્તમ કોટિનું છે. નાટકીય સંવિધાન ,કથોપકથન, ચરિત્ર ચિત્રણ, પર્કૃતિ વર્ણન તથા રસોનું અતિસુંદર સામંજસ્ય આ નાટકને પૂર્ણ પરિપક્વ બનાવે છે. માનવ હૃદયની સુક્ષ્માતિસૂક્ષ્મ માનવ્દાશાઓનું ચિત્રણ આ નાટકમાં સર્વત્ર દેખાય છે. નાટકનો પ્રધાન રસ શ્રુંગારછે તથા હાસ્યની પણ સુંદર ઉદભાવના થઇ છે.
✍️ કથાનક :
પુરુવંશીય ઉદયન વત્સ રાજ્યનો રાજા હતો. એમની રાજધાનીનું નામ કૌશામ્બી હતું. એ દિવસોમાં અવંતિરાજ્ય જેની રાજધાની ઉજ્જયિની હતી એમાં પ્રદ્યોત નામનો રાજા રાજ કરતો હતો. મહારાજ પ્રદ્યોત એક અત્યંત વિશાલ સૈન્યબળનો સ્વામી હતો. એટલા જ માટે એમને મહાસેન તરીકે પણ ઓળખવામાં આવે છે. મહારાજ ઉદયન પાસે એક ઘોષવતી નામની એક દિવ્ય વીણા હતી. એમનું વીણાવાદન અપૂર્વ અને અદભુત હતું, એકવાર પ્રદ્યોતનાં અમાત્ય શાલંકાયને છળકરીને ઉદયનને કેદ કરી લીધો. ઉદયનની વીણાવાદનની ખ્યાતિ સાંભળીને પ્રદ્યોતે એને પોતાની પુત્રી વાસવદત્તા માટે વીણાશિક્ષક તરીકે નિયુક્ત કર્યો. આ દરમિયાન ઉદયન અને વાસ્વદાતામાં પ્રેમના અંકુરો ફૂટ્યાં અને એકબીજા પ્રત્યે આસક્તિ જાગ્રત થઇ.
અહીં ઉદ્યાનનો મંત્રી યૌગંધરાયણ એમને કેદમાંથી છોદવવાના પ્રયાસમાં હતો. યૌગંધરાયણનાં ચાતુર્યથી ઉદયન વાસવદત્તાને સાથે લઈને ઉજ્જયિની થી ભાગી નીકળવામાં સફળ થઇ ગયો અને કૌશમ્બી આવી જઈને વાસવદત્તા સાથે વિવાહ કરી લીધાં. ઉદયન વાસવ્દ્તાના પ્રેમમાં એટલો ખોયેલો રહેતો હતો કે એને રાજકાર્યમાં કોઈ જ રુચિ જ રહી નહોતી. આ સ્થિતિનો લાભ ઉઠાવીને આરુ ણી નામનાંએના ક્રૂર શત્રુએ એની પાસેથી એનું રાજ્ય છીનવી લીધું. પણ વિના કોઈ અન્ય રાજ્યની સહાયતાથી આરુણીને પરાસ્ત કરાઈ શકાય એમ નહોતો. વાસવદત્તાનાં પિતા પ્રદ્યોત ઉદયનથી નારાજ હતાં અને યૌગંધરાયણને એમની પાસેથી કોઈપણ પર્કારની ઉમ્મીદ નહોતી.
યોગંધરાયણને જ્યોતિષીઓ દ્વારા ખબર પડી કે મગધ નરેશની બહેન પદ્માવતીનો વિવાહ જે નરેશ થી થશે એ ચક્રવર્તી સમ્રાટ બની જશે. યોગંધરાયણે વિચાર્યું કે જો કોઈ પ્રકારે પદ્માવતીનો વિવાહ ઉદયનથી થઇ જાય તો ઉદયનને આવશ્ય એનું રાજ્ય વત્સ રાજ આરુણી પાસેથી પાછું મળી જાય જેથી એ ચક્રવર્તી સમ્રાટ બની જાય.
યોગંધરાયણે મહારજ ઉદાયાનના વિવાહ પદ્માવતી સાથે કરાવી દેવાની પોતાની યોજનાની વાત વાસવદત્તાને કહી. પતિની મંગલકામના ઈચ્છવાવાળી વાસવદત્તા આ વિવાહ માટે રાજી થઇ ગઈ. પરંતુ યોગંધરાયણબહુજ સારી રીતે જાણતો હતો કે ઉદયન પોતાની પત્ની વાસ્વ્દાત્તાને અસીમ પ્રેમ કરે છે અને એ બીજા વિવાહ માટે કદાપિ રાજી નહીં જ થાય. અતએવ એમને વાસવદત્તા અને એક અન્ય મંત્રી રમ્ણવાન ની સાથે મળીને એક યોજના બનાવી. યોજના અનુસાર ઉદયનને રાજપરિવાર તથા વિશ્વાસપાત્ર સહયોગીઓને સાથે લઈને આખેટ માટે વનમાં જવાનું હતું.
જ્યાં તેઓ એક શિબિરમાં રહેતાં હતાં, એક દિવસ જયારે ઉદયન મૃગયા માટે ગયાં હતાં. ત્યારે શિબિરમાં આગ લગાડી દીધી. ઉદાયાનના પાછ્હા આવવા પર રમ્ણવાને એને બતાવ્યું કે વાસવદત્તા શિબિરમાં લાગેલી એ આગમાં ફસાઈ ગઈ હતી અને એને બચાવવા માટે યૌગંધરાયણ ત્યાં ઘુસ્યા તો તો એબનને ત્યાજ બળી મર્યા. ઉદયન આ સમાચારથી અત્યંત ચુખી થયો પરંતુ રમ્ણવાનતથા અન્ય અમાત્યો એ અનેકો પ્રકારની સાંત્વના પીને એને સંભાળ્યો.
અહીં યૌગંધરાયણ વાસવ્દ્ત્તાને સ્તાહે લઈને પરિવ્રાજકના વેશમાં મગધ રાજપુત્રી પદ્માવતીની પાસે પહોંચી ગયા અને પ્રછન્ન વાસવદત્તા (અવંતિકા) ને પદ્માવતીની પાસે ધરોહરનાં રૂપમાં રાખી દીધી. અવંતિકા પદ્માવતીની વ્શેશ અનુગ્રહ પાત્ર બની ગઈ. એણે મહારાજ ઉદાયાનના ગુણગાન ગાઈ ગાઇને પદ્માવતીને ઉદયન પ્રતિ આકર્ષિત કરી લીધી.
ઉદયન બીજોવીવાહ નહોતો કરવાં માંગતો પણ રમ્ણવાને એને સમજાવ્યો અને પદ્માવતી સાથે વિવાહ કરવાં રાજી કરી લીધો. આ પ્રકારે ઉદાયાનનો વિવાહ પદ્માવતી સાથે થઇ ગયો. વિવાહ પશ્ચાત મગધ નરેશની સહયતા થી ઉદયને આરુણીપર આક્રમણ કરી દઈને પોતાનું રાજ્ય પાછું મેળવી લીધું. અંતમાં નાટકીય ઢંગથી યૌગંધરાયણ અને વાસવદત્તાએ સ્વયં ને પ્રકટ કર્યા. યૌગંધરાયણે પોતાની પોતાની ઘૃષ્ટતા એવં દુ: સાહસ માટે ક્ષમા નિવેદન કર્યું.
આ નાટકનાં એક દ્રશ્યમાં ઉદયન સમુદ્રગૃહમાં વિશ્રામ કરી રહ્યો હૂય છે. એ સ્વપ્નમાં “હે વાસવદત્તા, હે વાસવદતા ” એમ બબડતો હોય છે. એજ સમયે અવંતિકા (વાસવ દત્તા) ત્યાં પહોંચી જાય છે. એ એના લટકતા હાથને પલંગ પર રાખીને નીકળી જાય છે પણ એજ સમયે ઉદયનની ઊંઘ ઉડી જાય છે. એ નિશ્ચય નથી કરી શકતો એણે વાસ્તવમાં વાસવદત્તા ને જોઈ છે કે સ્વપ્નમાં. આ ઘટનાને કારને આ નાટકનું નામ “સ્વપ્નવાસવદ્ત્તમ” રાખવામાં આવ્યું છે.
✍️ ભાસ વિરચિત રૂપ્કોમાં આ સર્વશ્ર્ષ્ઠ છે : આ ૬ અંકોના નાટકમાં “પ્રતિજ્ઞાયૌગંધરાયણની આગળની કથાનું વર્ણન છે. સ્વપ્ન વાળું દ્રશ્ય સંસ્કૃત નાટ્ય સાહિત્યમાં પોતાનું વિશેષ સ્થાન ધરાવે છે.
✍️ આ નાટક નાટ્યકલાની સર્વોત્તમ પરિણિતિ છે : માનવ હૃદયની સુક્ષ્માતિસુક્ષ્મ ભાવ દશાઓનું ચિત્રણ આ નાટકમાં સર્વત્ર જોવાં મળે છે. નાટકનો પ્રધાન રસ શ્રુંગાર છે સાથોસાથ હાસ્યરસ પણ સુંદર ઉદ્ભવવાન છે.
✍️ નાટકમ હંમેશા રંગભૂમિને અનુ લક્ષીને જ લખાય : નહી તો એ માત્ર સાહિત્યકૃતિ જ ગણાય અને ક્લાદાચ એને નાટક ના ગણાય. નાટકમાં ત્રણ વસ્તુઓ મહત્વની છે. રંગક્ષમતા, કથાવસ્તુ (પ્લોટ) અને સંવાદો. આટલાં વર્ષો પહેલા ભાસને ખબર હતી જે કદાચ આજના કેટલાંક નાત્ક્કારોમાં જોવા નથી મળતી. ખયાલ રહે કે – નાટક પહેલા રંગભૂમિનું છે અને પછી જ સાહિત્યનુ આમાં ભાસનો જોતો જડે એમ નથી.
આ નાટક ને ઘણી ભાષામાં અનુવાદિત કરાયું છે અને ભજવાયું પણ છે. એમાં પાણી ગુજરાતી રંગભૂમિ પણ બાકાત નથી. આજે આ કેમ લખ્યું એ મારે કોઈને કહેવું નથી. પણ મારામાં જેમને નાટક અને સાહિત્યનાં સંસ્કાર પ્રેર્યા એમને આ નાટયાંજલિ છે.
સંકલન – જનમેજય અધ્વર્યુ
Leave a Reply