આપણે સફળ થનાર વ્યક્તિઓ કરતા લોકપ્રિય વ્યક્તિઅઓના વધુ ચાહક છીએ… સફળતા મહેનતથી મળે છે, તો લોકપ્રિયતા સફળતા અને નસીબજોગે મળે છે.. દરેક વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં પરિશ્રમ થકી સફળતા તો મેળવી જ લે છે. પરંતુ લોકપ્રિયતા અમુકને જ જઈ વરે છે. અંતે તો પરિશ્રમ અને સફળતા જ કામ આવે છે. વળી, જુદા જુદા ક્ષેત્રોમાં લોકપ્રિયતા પામતા લોકોને થોડા સમયમાં લોકો સમયાંતરે ભૂલવા લાગે છે… એટલે કે તેમની લોકપ્રિયતા મહદઅંશે ઓછી થતી જાય છે.
આપણને વધુમાં વધુ સારું જોઈએ છે અને આપણે સફળતાની પણ તુલના કરવા લાગીએ છીએ. મારા મતે સફળતા જ એક એચીવમેન્ટ છે. લેખક, કલાકાર સુધી જ સીમિત નહિ….આપણે તો નવી વસ્તુઓમાં પણ વધુ પ્રચલિત હોય તેના પર પ્રથમ પસંદગી ઉતારીએ છીએ.. ખરું ને!
આપણે સફળતા નહિ પણ લોકપ્રિયતા ને વધુ વફાદાર રહીએ છીએ.. લોકપ્રિયતાની માત્રા કદાચ સફળતા કરતા ઓછી હોય શકે..આ માટે જ કદાચ આપણે લોકપ્રિયતા પર વધુ વફાદાર અને જાગ્રત રહીએ છીએ કે પછી આપણને લોકપ્રિયતાનો એવો તો નશો ચડ્યો હોય છે કે આપણે સફળ થનારી વ્યક્તિઓને અવગણવા લાગ્યા છીએ. એટલે કે મહેનતથી મળેલી સફળતા કરતા નસીબથી મળેલી લોકપ્રિયતા પર વધુ કેન્દ્રિત બનાયા છીએ…
~ વાગ્ભિ પાઠક
( સંદર્ભ : વિવિધા – ઇબુકમાંથી | ક્રમાંક : ૨૪ )
Leave a Reply