~ સ્ટિફન હોકિંગ વેટિકન સિટીની મુલાકાતે ગયેલા. પોપ જ્હોન પોલે તેમને મોં સામે કહી દીધુ, ‘ઈશ્વરે બ્રમ્હાંડનું સર્જન ન કર્યાનું તમારૂ નિવેદન જાણી મને આઘાત લાગ્યો. હું આ વાતથી દુ:ખી છું, અને તમારા સંશોધન અને પ્રસિદ્ધીને માનતો નથી.’ હોકિંગ કશું બોલ્યા નહીં, હોકિંગને લાગતું હતું કે, પોપ પબ્લિકે ગેલેલિયોને છોડ્યા નહોતા, તો મને ક્યાંથી છોડશે ? ઉપરથી આપણે શરીરથી અપંગ માણસ, એટલે તેમણે કંઈ જવાબ ન આપ્યો. હોગકોંગ પહોચ્યા એટલે સ્ટીફને ત્યાંની યુનિવર્સિટીમાં લેક્ચર આપતી વખતે કહ્યું, ‘કોઈને કહેતા નહીં, મેં વેટિકન સિટી કોલેજમાં મારૂ સંશોધન સબમીટ કરી દીધુ છે. અને પોપને આ વાતની ખબર નથી.’ પોપ જ્હોનને ક્યાંથી ખબર હોય, ત્યાં સુધીમાં તો તે ઈશુને પ્યારા થઈ ગયા હતા.
~ 2015માં બ્રિટીશ બેન્ડે ઝયાન મલિક નામનો બેન્ડનો પાંચમો મેમ્બર અકસ્માતે ખોઈ દીધો. ટીમમાંથી તે અલગ થઈ ગયો. આખુ બ્રિટન રડવા માડ્યું. શાંત નહોતુ રહેતું. એટલામાં ટપક્યા સ્ટીફન હોકિંગ. તેમણે રડી રહેલા ટીનએજ અને ઝયાન મલિક બનવા માગતા લોકોને જણાવ્યું, ‘હું થીયરી ઓફ રિલેટિવીટી અને ટાઈમ દ્વારા એક નવી શોધ કરી રહ્યો છું, તેની તો તમને ખબર જ હશે અને તમે મારૂ પુસ્તક પણ વાંચ્યું હશે, રડોમાં, કારણ કે ઝયાન બૅન્ડને છોડી નથી ગયો, ટાઈમ ટ્રાવેલની થીયરીને અપનાવી જોશો, તો ઝયાન હજુ ત્યાંજ હશે, બેન્ડમાં. એટલે તમે ઝયાનના જવા પર નહીં, મારા સંશોધન પર ધ્યાન આપો, જો હું સંશોધન કરવામાં કામિયાબ થયો, તો ઝયાન પાછો બૅન્ડમાં સામિલ થઈ તમને મળી જશે. ઈટ્સ ટાઈમ ટ્રાવેલ બોયસ.’
~ ત્રણ દાયકા સુધી તેમણે કોમ્પયુટરાઈઝડ વોઈસનો ઉપયોગ કર્યો, તેમની ઈચ્છા હતી કે, હવે હું હોલિવુડ સ્ટાર્સને મારા વોઈસ તરીકે રાખુ. ઓડિશન લેવા માટે બોલાવ્યા, જેમાં લાયમ નેસન, એન્ના કેડ્રિક, રેબલ વિલ્સન જેવા સ્ટાર્સ હતા. ઓડિશનની શરૂઆત પહેલા જ સ્ટીફને પૂછ્યું, ‘તમારામાંથી કોઈને સાયન્સનું નોલેજ છે.’ બધા હોલિવુડ સ્ટાર્સ તેમની સામે જોઈ રહ્યા, પણ અદભૂત કલાકાર લાયમ નેસન રાડો પાડવા માંડ્યા, ‘સર, પ્લીઝ મને તમારા વોઈસ તરીકે રાખો.’ જવાબમાં સ્ટીફને કહ્યું, ‘આને રાખતા જ નહીં…’ પણ પોતાનું સપનું પૂર્ણ કરવા માઈકલ કેન નામના કલાકારને તેમણે પોતાના અવાજ તરીકે રાખ્યા.
~ એકવાર સ્ટીફને મજાકમાં કહ્યું, ‘મારે સ્પેસમાં ટ્રાવેલ કરવું છે. કદાચ રિચાર્ડ બ્રેન્સન મારી મદદ કરશે.’ તેમણે મજાકમાં કહેલું, પણ રિચાર્ડ બ્રેન્સન સાચુ માની ગયા અને સ્ટીફન માટે કરોડોની સંપતિ ન્યોછાવાર કરી તેમને વર્જીન ગેલેક્ટિક સ્પેસશિપમાં ઉડાન ભરાવી. છેલ્લે સુધી સ્ટિફન કહેતા રહ્યા, ‘યાર હું મજાક કરતો હતો, તમે મારૂ ધ્યાન રાખજો… આ પાગલપન કહેવાય.’
~ તેઓ મસ્તી કરતા, અને સહન કરવાની પણ આદત હતી. 2016માં લંડનના કાર્યક્રમ આઈ એમ અ સેલિબ્રિટી: ગેટ મી આઉટ ઓફ હીયરમાં તેમના અવાજની મશ્કરી ઉડાવવામાં આવી. મીડિયા જગત સ્તબ્ધ થઈ ગયું. તેમણે આ ઘટનાની નિંદા કરી. બાદમાં આ શો પ્રેઝન્ટ કરનારા લોકો મીડિયા સામે આવ્યા અને કહ્યું કે, ‘સ્ટીફનને અમારો શો પસંદ આવ્યો અને તેમણે કહ્યું, મઝા આવી ગઈ.’
~ 2013માં સ્ટીફને ઈચ્છામૃત્યુને સપોર્ટ કરેલો, લોકો આઘાતમાં સરી પડેલા. સ્ટીફનની ઉતાવળને દાદ દેવી પડે. 21 વર્ષની ઉંમરે તેઓ વ્હીલચેર પર આવી ગયા. ડૉક્ટરે કહ્યું તમે આગામી 2થી 5 વર્ષ માટે જ જીવતા રહેશો. તેમાં તે માણસે પોતાના વિજ્ઞાન પ્રેમ માટે આટલું કામ કરી નાખ્યું !! આટલું બધુ કામ કરી નાખ્યું !! 24 વર્ષની ઉંમરે જ્યારે ડોક્ટરેટ થયા ત્યારે થીસીસ ઓનલાઈન નહોતો મુકાયો એટલે તેમના થીસીસની લાઈબ્રેરીમાં વાંચવાની કિંમત 67 પાઉન્ડની આસપાસ રાખવામાં આવેલી. બ્રિફ હિસ્ટ્રી ઓફ ટાઈમની 1 કરોડ નકલો વેચાયેલી. ઉપરથી નવા સિદ્ધાંતો આપ્યા તે નોખા, પણ હોકિંગ ખુદ માને છે, ‘જો હું વ્હિલચેર પર નહોત, તો આટલુ કામ ન કરી શકેત.’ કેટલીક ભેટો અમર થવા માટે મળતી હોય છે.
~ મયુર ખાવડુ
Leave a Reply