હિંદુઓ ની આસ્થાનું પ્રતિક છે ભગવાન શિવ. શિવજીની આસ્થા અને શિવજીના વિશ્વાસનાં પ્રતિક છીએ આપણે સૌ અને આપણા સૌના શિવજી પ્રત્યેની આસ્થા અને વિશ્વાસનું પ્રતિક છે ‘શિવલિંગ’.. પરંતુ નવમી અને દસમી શતાબ્દીમાં મુગલોના આર્યાવર્ત અને ભારત આવ્યાં પછી અને સોળમી અને સત્તરમી સદીમાં અંગ્રેજોનાં ભારત આગમન પછી કેટલુંક મુગલોએ તો કેટલુંક ફિરંગીઓએ કેટલીક માન્યતાઓ ભારતનાં લોકોમાં પ્રસરાવી અને એમને એવું માનવા માટે મજબૂર કર્યા કે અને એમનાં મનમાં એવું ઠસાવ્યું કે ભગવાન શિવનું લિંગ એ એમનું ગુપ્તાન્ગ છે.
પણ એ આપણું જ દુર્ભાગ્ય છે કે ઘણાં બધાં હિંદુઓએ એવું માની પણ લીધું કે શિવલિંગ એ ભગવાન શિવજીનું ગુપ્ત અંગ છે. પણ વાસ્તવમાં આ શિવલિંગ કેમ પૂજનીય છે ? કેમ તે આટલું પવિત્ર ગણાય છે ? તેની જ માહિતી હું આપ સૌ સમક્ષ મુકવા માંગુ છું. ખરેખર દેવાધિદેવ મહાદેવજીનું લિંગ કેટલું પાવન છે અને કેટલું પવિત્ર છે અને કલ્યાણકારી પણ એ જાણવું અત્યંત જરૂરી છે સૌને માટે. શિવલિંગનો વાસ્તવિક અર્થ શું છે? કેમ અને કેવી રીતે શિવલિંગનો ખોટો અર્થ કાઢીને અન્ય મઝહબોએ આપણા ધર્મની મજાક ઉડાવવામાં કોઈ જ કસર ના છોડી અને આપણે પણ કેવાં મૂરખાઓ તે એ મજાકને સત્ય પણ માની લીધું.
સંસ્કૃત જગતની બધી જ ભાષાઓની જનની છે. એને દેવમાલા પણ કહેવમાં આવી છે. વિભિન્ન ભાષાઓમાં એક જ શબ્દના જુદા જુદા અર્થો થાય છે. ઉદાહરણ સ્વરૂપે આપણે “સૂત્ર” શબ્દ લઈએ તો હિંદીમાં એનો એક અર્થ થાય છે દોરા – ધાગા. પણ સંસ્કૃતમાં સૂત્રના અનેક અર્થો છે જેમકે ગણિતીય સૂત્ર, વૈજ્ઞાનિક સૂત્ર, બ્રહ્મસૂત્ર, નાસદીય સૂત્ર.
એક બીજું ઉદાહરણ લઈએ આપણે “અર્થ”. અર્થ નો અર્થ એટલેકે મતલબ થાય છે સંકૃતમાં પૈસા ધનાદિ. શબ્દ હોય એટલે એનો અર્થ હોય અને અર્થ હોય એટલે એનો મતલબ પણ હોય. હવે એ અર્થનો આપણે શું મતલબ કાઢીએ છીએ તે મહત્વનું છે. પણ એક વાત તો છે માતબો બદલવાથી કઈ માન્યતાઓ નથી બદલાઈ જતી હોતી, એને જડ મૂળમાંથી કાઢવા માટે તો વરસોનાં વરસ લાગે છે. આજ તો દરેક ભાષાનું આગવું લક્ષણ છે. સંસ્કૃત ભાષાની પૂરતી જાણકારી ના હોવાંના કારણે અને એનાં અર્થને સમજવાની આપણી તૈયારી અપૂરતી હોવાનાં કારણે જ આપણે શિવલિંગને ગુપ્તાન્ગ સમજી લીધું
સંસ્કૃતમાં “લિંગ” શબ્દનો અર્થ થાય છે ચિન્હ, પ્રતિક, નિશાન અને જનનેન્દ્રિયનો અર્થ થાય છે શિશ્ન (ગુપ્તાંગ). એનો અર્થ એ થયો કે શિવલિંગ એટલે શિવનું ચિન્હ, શિવનું પ્રતીક, શિવનું નિશાન
સંસ્કૃતમાં પુરુષ માટે પુલ્લિંન્ગ શબ્દપ્રયોગ થાય છે. આ જ લિંગ જો પુરુવાચક શબ્દ હોય તો તેનો અર્થ થાય છે પુરુષનું ચિન્હ, પુરુષનું પ્રતિક, પુરુષનું નિશાન. ભાષા વ્યાકરણમાં ક્યાંક તો વાંચવામાં આવ્યું જ હશે કે સ્ત્રીલિંગ જો પુરુષના લિંગ માટે આટલાં અર્થો હોય તો શું સ્ત્રીલિંગ એટલે સ્ત્રીઓને પણ લિંગ હોય છે…? ત્યાંજ તો આપણી માન્યતા ખોટી પડે છે ને.
આવી ખોટી માન્યતાઓને કારણે ભારતમાં ઘણી બધી સ્ત્રીઓ શિવલિંગને સ્પર્શ નથી કરતી. હવે મનમાં એ પ્રશ્ન જરૂર થાય કે તો પછી આ શિવલિંગ બન્યું કઈ રીતે ? વેદકાળના ઋષિ-મુનિઓના મનમાં એવો વિચાર આવ્યો કે કેવી રીતે…? તેમના મનમાં એવો વિચાર આવ્યો કે શિવજીને લિંગમાં પરિવર્તિત કરી દઈએ તો કેવું ? આ લિંગનો વિચાર આવ્યો આવી રીતે. શૂન્ય, આકાશ, અનંત, બ્રહ્માંડ અને નિરાકાર એ પરમ પુરુષના પ્રતિક છે. એટલે જ આ પ્રતિકને લિંગ કહેવામાં આવે છે
સ્કન્દપુરાણમાં સ્પષ્ટ પણે કહેવામાં આવ્યું છે કે આકાશ સ્વયં લિંગ છે, વાસ્તવમાં શિવલિંગ એ આપણા બ્રહ્માંડની આકૃતિ છે. જે શિવમય વાતાવરણની ધુરા (axis) છે. શિવલિંગનો એક અર્થ અનંત પણ થાય છે કે જેનો આદિ, અંત અને મધ્ય પણ ના હોય. જે અંતથી રહિત હોય તે અનંત અને ના જેની કોઈ શરૂઆત હોય એ અનંત. બ્રહ્માંડ બે જ ચીજો હોય છે, ઉર્જા અને પદાર્થ. આપણું શરીર પદાર્થથી નિર્મિત છે, આત્મા ઉર્જા નિર્મિત છે. આ રીતે શિવ પદાર્થ અને શક્તિ ઉર્જાનું પ્રતિક છે. આ બન્નેના મિલન થવાથી એ શિવલિંગ બને છે. મનમાં તો એ શંકા જરૂર થતી હશે કે શિવ અને પાર્વતી, શિવ અને શક્તિ, પ્રકૃતિ અને પુરુષ. આ બંન્નેનુ મિલન એટલે જ શિવલિંગ. પણ આતો એવી જ વાત થઈને કે જે આપણા મનમાં ઠસાવવામાં આવ્યું હોય. પણ એવું નથી અને એ સાચું પણ નથી જ. આ સત્યને સાબિત કરવાં માટે આપણે “યોનિ ” શબ્દનો અર્થ પણ જાણી લેવો અત્યંત આવશ્યક છે.
મનુષ્ય યોની, પ્રકૃતિ યોનિ, ઝાડપાનની યોનિ, જીવજંતુઓની યોનિ. યોનિ શબ્દનો સંસ્કૃતમાં અર્થ થાય છે કે જીવ પોતાનાં કર્મ પ્રમાણે જે જન્મ પામે છે એને યોનિ કહેવાય. સંકૃતમાં મનુષ્ય યોની એક જ છે. એમાં પુરુષ અને સ્ત્રી યોનિનો કોઈજ પ્રકારનો ભેદભાવ નથી તાત્પર્યાર્થ એ કે પુરુષ યોનિ અલગ નથી કે સ્ત્રી યોનિ પણ અલગ નથી. પ્રકૃતિ એ સ્ત્રીનું પ્રતિક છે. આ બન્ને જ્યારે મળે ત્યારે એક જ યોનિ પ્રાપ્ત કરે છે. શિવ અને શક્તિ શિવલિંગ બનાવતી વખતે મળ્યા નહોતાં પણ એક યોનિનું નિર્માણ કર્યું અને એ આપણે માટે પૂજનીય બની. અને આમાંથી જ શિવલિંગ બન્યું પણ એ બન્યું કઈ રીતે ? તો આપણાં પ્રાચીન ઋષિ મુનિઓએ કે જેઓ જ્ઞાન વિજ્ઞાનની ઊંડી સમજ ધરાવતાં હતાં તેમને શિવલિંગને એક આકાર આપ્યો. આ વાત પણ સ્કન્દપુરાણમાં કરવામાં આવી છે.
આરંભમાં ઋષિ-મુનિઓએ દીપકની જ્યોતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને ભગવાનને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો. પણ ધ્યાન એકાગ્ર નહોતું થઇ શકતું કારણ કે તેજ હવા ચાલતી હતી, તેજ હવામાં જ્યોતિ ટમ ટમ થયાં કરતી હતી. તેમનું ધ્યાન એકાગ્ર નહોતું થઇ શકતું, કહો કે ધ્યાનમાં બાધા આવતી હતી એટલે એમને આનો વિકલ્પ શોધવાનો શરુ કર્યો. કારણ કે તેઓ લાંબી અવધિ સુધી ધ્યાન કેન્દ્રિત નહોતાં કરી શકતા. એટલે એમણે એ દીપ જ્યોતિને એક પથ્થરના ઢાંચામાં ઢાળવાનું શરુ કર્યું. અને એને શિવલિંગ કહેવામાં આવ્યું. અને આ રીતે શિવલિંગ નો જન્મ થયો. આપણે કોઈના કહ્યા પ્રમાણે ના ચાલવું જોઈએ, અને કોઈના કહેવાથી કોઈ પણ વાત સાચી મણિ ના લે વી જેઓએ. આપણે ગર્વથી કહેવું જોઈએ કે આપણે હિન્દૂ છીએ અને આપણી સંકૃતિ ગૌરવશાળી છે.
સંકલન ~ જનમેજય અધ્વર્યુ
Leave a Reply