Sun-Temple-Baanner

માણસ સહિષ્ણુ ક્યારેય નહોતો!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


માણસ સહિષ્ણુ ક્યારેય નહોતો!


માણસ સહિષ્ણુ ક્યારેય નહોતો!

સંદેશ – અર્ધસાપ્તાહિક પૂર્તિ – બુધવાર – ૩ મે ૨૦૧૭

આજે આપણે ભણેલાગણેલા અને સભ્ય સમાજના ક્હેવાઈએ છીએ તો પણ રંગભેદૃ, જાતિભેદૃ, ધર્મભેદૃ વગેરે જેવાં કારણોને લોહિયાળ હિંસાત્મક બનાવોે એકધારા બન્યા જ કરે છે. ૭૦ હજાર વર્ષ પહેલાંના આપણા બાપદૃાદૃા જેવા સેપીઅન્સ લોકો તો જંગલી પણ હતા. તેઓ કેટલી હદે આક્રમક અને અસહિષ્ણુ હશે!

‘સેપીઅન્સ – અ બ્રિફ હિસ્ટરી ઓફ હ્યુમનકાઈન્ડ.’

* * * * *

યુવલ નોઆ હરારી નામના એક ઇઝરાયલી વિદ્વાને લખેલા આ અફલાતૂન બેસ્ટસેલર પુસ્તકની વાત આપણે વાત ક્રી રહ્યા હતા. પૃથ્વીના પટ પર સૌથી પહેલાં પૂર્વ આફ્રિકામાં લગભગ પચ્ચીસ લાખ વર્ષ પહેલાં માનવજાતનું અસ્તિત્ત્વ નોંધાયું હતું. આ આદિૃમાનવો ઉત્ક્રાંતિના એક ચોકકસ તબક્કે હોમો સેપીઅન્સ કહેવાયા. માણસજાતનું આ વૈજ્ઞાનિક નામ છે. આપણે બધા જ હોમો સેપીઅન્સ છીએ. લેખક કહે છે કે સનાતન કાળથી ધરતી પર એકલા આપણે જ મનુષ્યો છીએ એવો ફાંકો રાખવાની જરાય જરુર નથી. આપણા સિવાય યુરોપ અને પશ્ર્ચિમ એશિયામાં હોમો નીએન્ડરથેલેન્સીસ હતા, પૂર્વ એશિયામાં હોમો ઇરેકટસ હતા, ઇન્ડોનેશિયામાં હોમો સોલોએન્સિસ અને હોમો ફ્લોરીન્સીસ હતા અને સાઇબિરીયામાં હોમો ડીનીસોવા હતા. આ સૌનાં રંગરુપ જુદૃાં હતાં, પણ આ તમામ કાયદેસર રીતે ‘મનુષ્ય’ હતા, હ્યુમન બીઈંગ્સ હતા. હા, છેલ્લાં દૃસ હજાર વર્ષથી પૃથ્વી પર એકલા આપણે જ હ્યુમન બીઈંગ્સ બચ્યા છીએ. સવાલ એ છે કે તો પછી બાકીની બધી મનુષ્યજાતિઓ ક્યારે અને શી રીતે લુપ્ત થઈ?

એક અંદૃાજ એવો છે કે દૃોઢ લાખ વર્ષ પહેલાં આખી દુનિયામાં ગણીને પૂરા દૃસ લાખ માણસો પણ નહોતા. આમાં હોમો સેપીઅન્સ અને ઉપર ગણાવી તે બધી જ મનુષ્યજાતિઓ આવી ગઈ. જેનું પગેરું આપણને હજુ સુધી મળ્યું નથી તેવી આ સિવાયની સંભવિત મનુષ્યજાતિઓ પણ ગણનામાં લેવી. દૃોઢ લાખ વર્ષ પહેલાં પૂર્વ આફ્રિકામાં ઈવોલ્વ થયેલા હોમો સેપીઅન્સ લગભગ આજના મનુષ્યો જેવા જ હતા. અગ્નિની શોધ થઈ ચુકી હતી એટલે રાંધવાનું સરળ બની ગયું હતું. પોતાના પૂર્વજોની માફક તેમણે કાચેકાચો ખોરાક ચાવ-ચાપ કરવો પડતો નહોતો. પરિણામે સેપીઅન્સનાં દૃાંત અને જડબાં નાનાં થઈ ગયાં અને દિૃમાગનું કદૃ ખાસ્સું વધીને હાલ આપણા દિૃમાગની સાઈઝ જેટલું થઈ ગયું હતું.

લગભગ ૭૦ હજાર વર્ષ પહેલાં હોમો સેપીઅન્સ પૂર્વ આફ્રિકાથી આપણે આજે જેને મિડલ ઇસ્ટ કહીએ છીએ ત્યાં સુધી પહોંચી ગયેલા. ત્યાંથી પછી તેઓ યુરોપ અને એશિયાના અન્ય પ્રદેશોમાં ફેલાયા. સેપીઅન્સે એન્ટ્રી મારી ત્યારે યુરોપ અને એશિયામાં અન્ય મનુષ્યજાતિઓ ઓલરેડી વસવાટ કરતી હતી. તેમનું શું થયું? આના જવાબમાં બે થિયરીઓ પેશ કરવામાં છે અને આ બન્ને થિયરીઓ એકબીજા વિરુદ્ધ સૂર છેડે છે.
પહેલી થિયરીનું નામ છે, ઇન્ટરબ્રીડીંગ થિયરી. આ થિયરી ક્હે છે કે હોમો સેપીઅન્સ આફ્રિકાથી મિડલ ઇસ્ટ અને યુરોપ આવ્યા ત્યારે તેમનો ભેટો અહીં વસતા હોમો નીએન્ડરથેલેન્સીસ અથવા ટૂંકમાં નીએન્ડરથેલ્સ સાથે થયો હશે. સેપીઅન્સ કરતાં નીએન્ડરથેલ્સ વધારે હટ્ટાકટ્ટા. તેમના દિૃમાગની સાઈઝ પણ વધારે મોટી. બન્ને પ્રજાનાં સ્ત્રી-પુરુષો વચ્ચે આકર્ષણ પેદૃા થયું હશે. તેમનાં સંવનનને કારણે મિશ્ર પ્રજાતિ પેદૃા થઈ હશે. આનો અર્થ એ કે આજના યુરોપિયનો અને એશિયનો શુદ્ધ સેપીઅન્સ નથી. તેમનામાં નીએન્ડરથેલ્સના અંશો પણ છે. એ જ રીતે, સેપીઅન્સ પૂર્વ એશિયામાં સ્થાનિક હોમો ઇરેકટસ જાતિના મનુષ્યો સાથે ભળ્યા હશે. આ હિસાબે ચાઈનીઝ અને કોરીઅન લોકોના લોહીમાં સેપીઅન્સ અને હોમો ઇરેકટસ બન્નેનું લોહી છે.

બીજી થિયરીનું નામ છે, રિપ્લેસમેન્ટ થિયરી. તે પ્રમાણે હોમો સેપીઅન્સ અને અન્ય પ્રકારના મનુષ્યોની શરીરરચના, શરીરની ગંધ અને પ્રજનનશૈલી એકમેકથી એટલી બધી ભિન્ન હતી કે ધારો કે સેપીઅન્સ અને નીએન્ડરથેલેન્સ વચ્ચે સેકસના સંબંધ થયા હોય તો પણ તેમનાં સંતાનો ફળદ્રુપ નહીં પાક્યાં હોય. ઘોડા-ગધેડાની વર્ણસંકર ઓલાદૃ એવા ખચ્ચર મોટે ભાગે નપુંસક હોય છે, એમ. બે પ્રજાતિઓનાં જનીનો વચ્ચે સંધાન થવું શકય જ ન હોય ત્યારે સામાન્યપણે નપુંસક્ સંતતિ પેદૃા થાય છે. નીએન્ડરથેલેન્સ મૃત્યુ માપ્યા અથવા તેમને હણી નાખવામાં આવ્યા ને તેની સાથે તેમનો વંશવેલો પણ ખતમ થઈ ગયો. ટૂંકમાં, સેપીઅન્સ અન્ય પ્રકારના મનુષ્યોમાં ભળ્યા નહીં, તેમણે બાકીના સૌને રિપ્લેસ કરી નાખ્યા.

રિપ્લેસમેન્ટ થિયરી અનુસાર દુનિયાભરના તમામ મનુષ્યો એક જ શુદ્ધ સેપીઅન્સ કુળના વંશજો છે અને આપણા સૌનું ઓરિજિનલ વતન આફ્રિકા છે. જો ઇન્ટરબ્રીડીંગ થિયરીને સાચી ગણીએ તો આજના એશિયનો, આફ્રિકનો અને યુરોપિયનો મૂળથી જ એકબીજાથી ભિન્ન છે. રંગભેદૃને પુષ્ટિ આપે એવી અતિ સંવેદૃનશીલ આ વાત છે. સદૃભાગ્યે અત્યાર સુધી જે કંઈ પૂરાવા મળ્યા છે તે ઇન્ટરબ્રીડીંગ નહીં, પણ રિપ્લેસમેન્ટ થિયરીની પુષ્ટિ કરે છે.

એક અંદૃાજ પ્રમાણે પચાસ હજાર વર્ષ પહેલાં સેપીઅન્સ, નીએન્ડરથેલેન્સ અને ડીનીસોવન્સ (કે જેના અવશેષો સાઇબિરીયામાંથી મળી આવ્યા હતા) સહઅસ્તિત્ત્વ ધરાવતા હતા. ચાલો, માની લીધું કે સૌ એકબીજામાં ન ભળ્યા, પણ પેલો સવાલ હજુય ઊભો છે કે સેપીઅન્સ સિવાયના બાકીની બે મનુષ્યજાતિ લુપ્ત શા માટે થઈ ગઈ? સેપીઅન્સની બદૃમાશીને કારણે! નીએન્ડરથેલેન્સની વસાહતોમાં આફ્રિકાથી આવી ચડેલા સેપીઅન્સના ધાડાઓએ ટિપિકલ આક્રમણખોરોની માફક ઉત્પાત મચાવ્યો હોય તે શક્ય છે. સેપીઅન્સ શિકાર કરવામાં વધારે હોશિયાર હતા. તેમનામાં સંપ પણ સારો હતો. બન્ને મનુષ્ય કોમ વચ્ચે િંહસક રમખાણ ફાટી નીકળ્યા હશે. લેખક યુઅલ હરારી લખે છે કે સહિષ્ણુતા સેપીઅન્સનો ગુણ ક્યારેય નહોતો. આજે આપણે ભણેલાગણેલા અને સભ્ય સમાજના ક્હેવાઈએ છીએ તો પણ રંગભેદૃ, જાતિભેદૃ, ધર્મભેદૃ વગેરે જેવાં કારણોને લોહિયાળ હિંસાત્મક બનાવોે એકધારા બન્યા જ કરે છે. વિચાર કરો કે પેલા સેપીઅન્સ લોકો તો આપણા બાપદૃાદૃા હતા ને પાછા જંગલી હતા! તેઓ કેટલા બધા આક્રમક હશે! શક્ય છે કે સેપીઅન્સોએ જાતિનિકંદૃનની પરંપરા સર્જીને બાકીની બધી મનુષ્યજાતિઓને હણી નાખી હોય.

હોમો સોલોએન્સિસ પ્રજાતિ ૫૦ હજાર વર્ષ પહેલાં લુપ્ત થઈ. તેના પછી હોમો ડીનીસોવન્સનું રામનામ સત્ય થઈ ગયું. નીએન્ડરથેલેન્સ ૩૦ હજાર વર્ષ પહેલાં નાશ પામ્યા. ઈન્ડોનેશિયાના ફ્લોરીસ ટાપુ પર રહેતા ઠીંગુજીઓ ૧૨ હજાર વર્ષ પહેલાં ગયા. પાછળ બચ્યા આપણે. સાવ એકલા, ભાઈભાંડુડા વગરના! છેલ્લાં દૃસ હજાર વર્ષથી ધરતી પર માણસજાતના નામે ફકત સેપીઅન્સ જ છે. આટલા લાંબા સમયથી આપણે બરોબરીવાળા કોઈને જોયા નથી તેથી મદૃમાં આવીને બોલ-બોલ કરતા રહીએ છીએ કે મનુષ્ય ઈશ્ર્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન છે!

રામાયણ અને મહાભારત આપણી શ્રદ્ધાના વિષયો છે. રામાયણકાળ અને મહાભારતકાળ વિશે મતમતાંતરો પ્રવર્તે છે. એક અંદૃાજ પ્રમાણે મહાભારતનું યુદ્ધ લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં થયું હતું અને વાલ્મિકીએ રામાયણનું સર્જન સાત હજાર વર્ષ પહેલાં કર્યું હતું. કોઈ વળી રામાયણની રચના નવ હજાર વર્ષ પહેલાં થઈ હતી એવો દૃાવો કરે છે. સંપૂર્ણપણે અધિકૃત સમયગાળો નક્કી કરવો ખૂબ કપરો છે, પણ અંદૃાજે એવું જરુર કહી શકાય કે રામાયણકાળ અને મહાભારતકાળ આવ્યો તેની ક્યાંય પહેલાં સેપીઅન્સ, નીએન્ડરથેલેન્સ વગેરે આદિૃમનુષ્યો અસ્તિત્ત્વ ટકાવી રાખવા માટેનાં જાતજાતનાં ઉધામા કરી ચુક્યા હતા, એટલું જ નહીં, સેપીઅન્સ સિવાયની માનવજાતો ધરતીને અલવિદૃા પણ કહી ચુકી હતી!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2017 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.