Sun-Temple-Baanner

એક પોર્નસ્ટારનું પત્રકારત્વ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


એક પોર્નસ્ટારનું પત્રકારત્વ


એક પોર્નસ્ટારનું પત્રકારત્વ

કોકટેલ ઝિંદગી – અંક ડિસેમ્બર ૨૦૧૭

ફન એટ ફેસબુક

Cocktail Kumar
2 hr

ભાઈલોગ, સાંભળોે! અમેરિકાની પોર્નસ્ટાર નંબર વન મિઆ ખલીફા ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી મારવાની છે. ઢેન્ટેણેંણેંણેં…..!

Like Comment Share

Chetan Patel, Kamlesh Sanghavi and 220 others 42 Commetns 31 Shares

Romesh Patel લાયા લાયા કોકટેલકુમાર… તમે બાકી ડિસેમ્બરની ઠંડી ઉડાડી દે એવા સમાચાર લાયા!
Like . Reply 5 . 1 hr 59 minutes ago

Dipak Jivani Oh my God! What? Nooooo!! Mia Khalifa in an Indian film? I don’t believe this!
Like . Reply 4 . 1 hr 58 minutes ago

Arvind Maheshari Cocktail Kumar, તમે મરવાના થયા છો. આ પોસ્ટ વાંચીને સુગાળવાઓ અને નારીવાદીઓ ભૂરાયા થશે અને તમારી બેન્ડ બજાવી નાખશે, તમે લખી રાખો!
Like . Reply 5 . 1 hr 59 minutes ago

P. J. Patel સુગાળવા અને નારીવાદીઓ જ નહીં, ઢોંગીડાઓ પણ ભાલા લઈને દોડી આવશે!
Like . Reply 5 . 1 hr 59 minutes ago

Rameshbhai Sagathiya આ મિઆ ખલીફા વળી કોણ છે? પહેલી વાર નામ સાંભળ્યું.
Like . Reply 1 . 1 hr 56 minutes ago

Chitan Popat કેમ, ઉપર વાંચ્યું નહીં? ચોખ્ખું લખ્યું તો છે. મિઆ પોર્નસ્ટાર છે. હવે મહેરબાની કરીને એવું નહીં પૂછતા કે પોર્નસ્ટાર એટલે વળી શું?
Like . Reply 2 . 1 hr 56 minutes ago

Hiren Shah LOLz… ROFL!!
Like . Reply 1 . 1 hr 56 minutes ago

Chintan Popat Rameshbhai Sagathiya સતયુગમાં જીવે છે.
Like . Reply 1 . 1 hr 56 minutes ago

Rakesh Mamtora મિઆ કઈ ફિલ્મમાં આવવાની છે એ તો કહો. બોલિવૂડના આવા ગરમાગરમ ન્યુઝ આપણા ધ્યાનમાં કેમ આવ્યા નહીં.
Like . Reply 3 . 1 hr 47 minutes ago

Cocktail Kumar અરે, આ બોલિવૂડના ન્યુઝ નથી, Rakesh Mamtora. ઓમાર લુલુ નામના એક મલયાલમ ફિલ્મ ડિરેક્ટર છે. એમની એક સેક્સ કોમેડી ખૂબ હિટ થઈ છે. આ ડિરેક્ટરે હમણાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તેઓ આ સેકસ કોમેડીની સિક્વલની તૈયારી કરી રહ્યા છે અને તેના માટે એમણે મિઆ ખલીફાનો અપ્રોચ કર્યો છે. આ ફિલ્મમાં મિઆ આઇટમ સોંગ પર ડાન્સ કરશે અને સાથે સાથે ટચુકડો રોલ પણ કરશે.
Like . Reply 16 . 1 hr 44 minutes ago

Amrita Sonanki Cocktail Kumar, ફેસબુક જેવા જાહેર માધ્યમમાં પોર્નોેગ્રાફીમાં કામ કરનારીઓ વિશે આમ છડે ચોક મોટે મોટેથી વાત કરતાં તમને શરમ નથી આવતી? તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી.
Like . Reply 1 hr 43 minutes ago

Arvind Maheshari તમારી બેન્ડ બજવાની શરુઆત થઈ ગઈ, Cocktail Kumar!
Like . Reply 5 . 1 hr 59 minutes ago

Nirav Pathak મિઆ ખલીફા જન્મે અમેરિકન નથી. આરબ દેશની છે, આઇ થિંક.
Like . Reply 2 . 1 hr 41 minutes ago

Jayesh Dave મિઆ મૂળ લેબનનની છે. સાવ નાની હતી ત્યારે મા-બાપ સાથે અમેરિકા શિફ્ટ થઈ ગઈ હતી. ત્યાં જ એ ‘મેચ્યોર’ થઈ. હવે કાયદેસર રીતે એ અમેરિકન નાગરિક જ છે. હમણાં જ વિકિપિડીયા ખોલીને વાંચ્યું.
Like . Reply 2 . 1 hr 40 minutes ago

Vimal Zaveri આ ગંદીગોબરી ભમરાળી બ્લુ ફિલ્મોમાં કામ કરનારાનાં પોતાનાં નામ પણ જાહેર કરે છે? આ લોકોમાંય નંબર વન, નંબર ટુ એવું બધું હોય છે એવી આજે ખબર પડી.
Like . Reply 7 . 1 hr 37 minutes ago

Jayesh Dave અરે Vimal Zaveri, નામની ક્યાં કરો છો, ફોેરેનમાં તો પોર્નફિલ્મોના અવોર્ડ ફંકશન પણ થાય છે અને બેસ્ટ પર્ફોેર્મર્સને ધામધૂમથી સ્ટેજ પર ઇનામો અપાય છે. પોર્ન તો મલ્ટિ-બિલિયન ડોલર ઇન્ડ્સ્ટ્રી છે, સાહેબ.
Like . Reply 3 . 1 hr 35 minutes ago

Mustafa Bakili મિઆ ઇન્ડિયન ફિલ્મમાં કામ કરવાની છે એ બધા ગપગોળા છે, Cocktail Kumar. ‘બિગ બોસ’વાળા દર વર્ષે સિઝન શરુ કરતાં પહેલાં આવું જ કરે છેને? ‘આ વખતે મિઆ ખલીફા કોન્ટેસ્ટન્ટ બનવાની છેે’ એ ટાઇપની ખબર ફેલાવશે. તરત જ મિડીયામાં ને બીજે બધે ‘બિગ બોસ’ અને મિઆની ચર્ચા થવા માંડશે.. આ રીતે ‘બિગ બોસ’ની સિઝન શરુ થતાં પહેલાં જ ન્યુઝમાં આવી જાય, ફોકટની પબ્લિસિટી મળી જાય. સિઝન શરુ થાય ત્યારે ખબર પડે કે બિગ બોસ હાઉસમાં મિઆ-ફિઆનો કોઈ અતોપોત નથી. આ બધી ટ્રિક્સ છે, લોકોનું ધ્યાન ખેંચવાની. પેલો સાઉથ ઇન્ડિયન ફિલ્મમેકર પણ પોતાની ફિલ્મની પબ્લિસિટી કરવા મિઆ-મિઆના મંજીરાં વગાડતો લાગે છે.

Pooja Mewada આ વખતે ‘બિગ બોસ’માં ગામના ઉતાર જેવા ચક્રમ લોકોને જ ભર્યા છે.
Like . Reply 6 . Reply 5 . 1 hr 32 minutes ago

Ekta A. શું લાગે છે, આ વખતે ‘બિગ બોસ’ કોણ જીતશે?

Vivek Ramanuj શિલ્પા શિંદે. સવાલ જ નથી.

Ekta A. ભાભીજી (બિગ બોસ કે) ઘર પર હૈ!

Rohan Kashyap મને લાગે છે કે શિલ્પા શિંદે અને હીના ખાનમાંથી એક જીતશે. બેય ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ છે. ભૂતકાળમાં ‘બિગ બોસ’માં ટીવીસ્ટારો જીત્યા છે.

Johnny Mehta શિલ્પા શિંદે, હીના ખાન, વિકાસ ગુપ્તા અને અર્શી ખાન – આ ચારને હું ફાઇનલ ફોરમાં જોઉં છું.

Mustafa Lokhandwala ‘બિગ બોસ’માં ભાગ લીધા પછી જે રીતે સની લિઓની જેવી એક્સ પોર્ન-સ્ટાર બોલિવૂડની હિટ હિરોઈન બનીને છવાઈ ગઈ છે એ જોતાં ‘બિગ બોસ’વાળા દર વખતે આવા ગતકડાં ન કરે તો જ નવાઈ.
Like . Reply 6 . 1 hr 32 minutes ago

Cocktail Kumar મિઆ ખલીફાને જરા જુદા સંદર્ભમાં જોવાની જરુર છે. એના નામે મિડલ ઇસ્ટના મુસ્લિમ દેશોમાં મોટી ક્ધટ્રોવર્સી થઈ ચુકી છે. એક પોર્ન વિડીયોમાં એણે કામક્રીડા કરતી વખતે હિજાબ પહેરેલો. હિજાબ એટલે મુસ્લિમ મહિલાઓ પોતાનું આખું માથું અને કાન ઢંકાઈ જાય એ રીતે સ્કાર્ફ જેવું મર્યાદાસૂચક કપડું વીંટાળી રાખે છે, તે. બસ, પત્યું. આ પોર્ન વિડીયોને લીધે ખાસ કરીને મિઆના વતન લેબેનોનમાં હોબાળો મચી ગયો. આ છોકરીએ ઇસ્લામ ધર્મનું અને લેબેનોન દેશનું નામ બોળ્યું છે એવો જોરદાર કકળાટ થયો. મિઆના નામના ફતવા બહાર પડ્યા. એનું માથું ધડથી ઉડાવી દેવાની ધમકીઓ મળી. લેબેનોનમાં ઇન્ટરનેટ પર પોર્ન વેબસાઇટ્સ પર સેન્સરશિપ લદાઈ ગઈ ગઈ એનું મુખ્ય કારણ મિઆનો આ હિજાબવાળો પોર્ન વિડીયો હોવાનું કહેવાય છે. મિઆનાં સગાં મા-બાપે તો એની સાથે સંબંધ કાપી નાખ્યો છે.
Like . Reply 20. 1 hr 30 minutes ago

Rupesh Trivedi એ જ લાગની છે. આવી નાલાયક છોકરીનું માથું ખરેખર ધડથી ઉડાવી દેવું જોઈએ.
Like . Reply ((થમ્સ અપનું નિશાન))1 hr 30 minutes ago

Sachin Vora શા માટે, Rupesh Trivedi? મિઆ ખલીફા એક પુખ્ત, ભણેલીગણેલી અને સ્વતંત્ર સ્ત્રી છે. પોતાના શરીર સાથે શું કરવું ને શું ન કરવું એ એણે એકલીએ નક્કી કરવાનું છે. એને રોકવાવાળા તમે કોણ?
Like . Reply 1 hr 27 minutes ago

Rupesh Trivedi શાબાશ! મહાન નારીવાદી બોલ્યા! કોઈ પોર્ન ફિલ્મમાં છોકરી આખું શરીર ઊઘાડું રાખે, પણ પોતાનું માથું ઓમકાર કે ગણેશની કે કોઈ પણ હિન્દુ દેવદેવીના પ્રિન્ટવાળી ચુંદડીથી ઢાંકી રાખે તો તમને ચાલશે, Sachin Vora?
Like . Reply 5 . 1 hr 25 minutes ago

Sachin Vora હા, હા, એમાં શું. કેવી પ્રિન્ટવાળી ચુંદડી વાપરવી એ નક્કી કરવાનો એને હક છે.
Like . Reply . 1 hr 25 minutes ago minutes ago

Hiten Jobanoutra What? Shame on you, Sachin Vora.
Like . Reply 5. 1 hr 24 minutes ago

Ajay Prajapati કોઈ આ Sachin Voraનું માથું ધડથી ઉડાડી દો. હદ કરે છે માણસ.
Like . Reply 4 . 1 hr 22minutes ago

Cocktail Kumar પ્લીઝ, કોઈ ધર્મને આ ચર્ચામાં ન લાવો. હવે કોઈએ ધર્મના નામે અહીં મારામારી કરી છે તો હું તરત કમેન્ટ ડીલીટ કરી નાખીશ.
Like . Reply 13 . 1 hr 21 minutes ago

Rupesh Trivedi ધર્મ તો સૌથી પહેલાં તમે લાવ્યા, Cocktail Kumar. તમે જ હિજાબવાળી વાત લખી.
Like . Reply 1 hr 21 minutes ago

Cocktail Kumar મેં માત્ર હકીકત લખી છે, એક વિગત તરીકે. શા માટે મિઆ ખલીફાનું નામ આટલું જાણીતું બની ગયું છે તે બતાવવા માટે. ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ અખબાર અને ‘ન્યુઝવીક’ મેગેઝિન જેવા અતિ પ્રતિષ્ઠિત અમેરિકન પ્રકાશનો મિઆ ખલીફાના ઇન્ટરવ્યુ કર્યા છે. એને સભાઓમાં ભાષણ આપવા માટે આમંત્રણો અપાય છે. મિઆ, બાય ધ વે, પોર્નના કામકાજમાંથી ક્યારની રિટાયર થઈ ચુકી છે.
Like . Reply 20 . 1 hr 21 minutes ago

Bhavin Galaiya તંબૂરો રિટાયર થઈ છે! નેટ ઉપર સૂંડલામોઢે એના વિડીયો પડ્યા છે. હવે એ એકલી એકલી વેબકેમેરા સામે ગંદા ચાળાં કરીને પૈસા કમાય છે.
Like . Reply 1 hr 20 minutes ago

Rakesh Mamtora રિટાયર થઈને મિઆ હવે કરે છે શું? સમાજસેવા?
Like . Reply 1 hr 20 minutes ago

Cocktail Kumar હવે એ યુટ્યુબ પર કોઈક ડેઈલી સ્પોર્ટસ શો હોસ્ટ કરે છે અને પોતાને સ્પોર્ટ્સ જર્નલિસ્ટ કહેવડાવે છે.
Like . Reply 5. 1 hr 18 minutes ago

અંધેરીનો અળવીતરો What? સ્પોર્ટસ જર્નલિસ્ટ? માર્યા ઠાર.
Like . Reply hr 18 minutes ago

Rakesh Mamtora એક પોર્નસ્ટાર જર્નલિઝમ કરે એવા દહાડા પણ પત્રકારત્વમાં આવશે એવું કદી કલ્પ્યું હતું?
Like . Reply 1 hr 18 minutes ago

Cocktail Kumar આ એકવીસમી સદીના મિડીયામાં કંઈ પણ શક્ય છે, યારોં. ચિયર્સ!
Like . Reply 17. 1 hr 18 minutes ago

(નોધ: આ કોલમમાં ઉલ્લેખ પામેલાં તમામ નામો કાલ્પનિક છે.)

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2018 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.