મહાન નેતાઓના નામના સહારે ઉપર ચડવા વાળો આજનો ‘ખોખલો’, ‘દંભી’ ‘નામનો’ નેતા..!!
ચુંટણી આવી અને નવા નવા નેતાઓના નાટકો મીડિયા અને સોશિયલ મીડિયા પર થવા માંડ્યા. ૨૪ વર્ષના પુખ્ત વયના ‘હાર્દિક’ ના અંગત જીવનને મીડિયામાં જાહેર કરીને એક વાહિયાત અને ગંદી રાજનીતિ રમાઈ રહી છે. તો બીજી બાજુ ભારતના એકીકરણનાં ઘડવૈયા એવા મહાન નેતા સરદાર પટેલનાં નામે સમાજને જાતિવાદનાં નામે તોડવાની રાજનીતિ કરનાર નેતા સરદાર પટેલનો ૦.૧ % પણ ગુણ ધરવતા નથી તે સાબિત થાય છે.
બંધારણનાં ઘડવૈયા આંબેડકર સાહેબે એ બંધારણ લખતા લખતા એવું કદીય નહિ વિચાર્યું હોય કે આઝાદીના ૭૦ વર્ષ પછી મારા નામનો ઉપયોગ કરીને ફરી આ દેશ તુટશે, તેને તોડવામાં આવશે. સરદાર પટેલ અને બાબા સાહેબનાં નામનો ઉપયોગ કરીને અમે એક અલગ સમાજ ઉભો કરીને, અમે કદીય ભારતને એક નહિ જ થવા દઈએ. કારણ કે ભારત એક થશે, તો અમારી રોટલી શેકાતી બંધ થઇ જશે. એવી માનસિકતા ધરાવતા નેતાઓની કમી ક્યા આ દેશમાં છે…?
આઝાદી પછી એ વખતે ભારત દેશ માનસિક રીતે તૂટે નહિ. એ માટે સરદાર પટેલે સત્તા છોડી હતી, અને હસતે મુખે છોડી હતી. અને આજે તમે સત્તા માટે એ મહાન વ્યક્તિના નામનો ઉપયોગ કરો છો, તો એવા નેતાઓને ખરેખર શરમ આવવી જોઈએ.
થું… છે આવા નેતા પર, જે લોકોને લોકશાહીનો અર્થ શીખવી શકવા સમર્થ નથી તો કઈ નહિ. પણ લોકોનો લોકશાહીમાં જે થોડો ઘણો વિશ્વાસ છે, તેને તો તોડી નાં પાડો. જે દેશનાં લોકોને મારો દેશ ફરી ઉભો થશે, દુનિયામાં નામ કરશે એવી આશા હોય છે, ત્યાં આવા ગંદી રાજનીતિ રમીને તમે ફરી તેની આશા પર પાણી ફેરવી નાખો છો. અને દુઃખ તો એ છે કે વિદેશમાં રહીને મૂળ ભારતીયો ભારતનું ત્યાં બેઠા બેઠા ખોદીને પછી હસે છે. તમારા પર નહિ અમારા ઉપર..
બધા પોત પોતાની રોટલી શેકીને અંતે તો તેના કોલસાથી પ્રજાને દઝાડે છે… આવા પોતાની રોટલી શેકવાવાળા સ્વાર્થી, દંભી, સત્તા લાલચી અને જાતિવાદનું ઝેર ભરાવતા નેતાઓને તમારા વોટ થકી જ જવાબ આપો. લોકશાહીમાં તમારો એટલે લોકોનો આવાજ મોટો કરો નહી તો દબાઈ જશો, કચડાઈ જશો, છેતરાઈ જશો. તમે તમારો વોટ કોઈ પક્ષના આધારે નાં આપો. તમારા વિસ્તારનાં ઉમેદવારને જાણો… શું તે કામ કરવા યોગ્ય છે ? શું એ સક્ષમ છે ? શું એ તમારું સાંભળશે ? કોઈ પક્ષ પાછળ અંધ નાં બનો… તેની યોગ્યતા ચકાસો અને જો યોગ્ય હોય તો વોટ આપો નહીતો…NOTA…!!
~ જય ગોહિલ
( Note : આ લેખકના અંગત મત છે, એટલે વિચારભેદની શક્યતા સહજ હોઈ શકે છે. કોઈ પણ કથન અંતિમ સત્ય તરીકે લેતા પહેલા પોતાના જ્ઞાન અને સમજ પૂર્વક એને તપાસવું. અસ્તુ…)
( નોંધ : આ જૂનો આર્ટિકલ છે.)
Leave a Reply