હમણાં હું બહુ ટીવી જોતો નથી. પણ સોશિયલ મીડિયામાં સક્રિય છું. મારા ખાસ મિત્ર શ્રી દેવાંગભાઈ છાયાએ યુરોપિયન ફૂટબોલ લીગમાં, રોનાલ્ડોએ મારેલાં અદ્ભુત બાયસિકલ ગોલનો વિડીઓ મોકલ્યો. અલબત વોટ્સએપમાં, આઈ શપથ આ મેચ જોવાથી હું વંચિત રહી ગયો. પણ મારો નાનો દીકરો જે ફૂટબોલ પ્લેયર છે એણે જોઈ હતી. મેં જ્યારે એને કહ્યું કે “તેં રોનાલ્ડોનો ગોલ જોયો” તો એણે મને કહ્યું કે – “હા પપ્પા મેં લાઈવ જોઈ હતી. આજ વાત મેં મોટા દિકરાને કરી તો એણે પણ કહ્યું કે “હા પપ્પા મેં પણ જોઈ હતી લાઈવ”. ત્યારે મારી છાતી ગજગજ ફૂલી, ચલો મેં ના સહી આ લોકોએ તો મેચ જોઈ હતી. પણ આ ગોલ મને મારાં મિત્ર દ્વારા જોવા મળ્યો, એનો મને આનંદ છે.
એ વિડીઓ મેં મારાં ફૂટ બોલ ચાહક મિત્રોને મોકલ્યો. મેં દેવાંગભાઈનાં વીડીઓમાં એક કોમેન્ટ લખી હતી “પેલે યાદ આવી ગયો ભાઈ”
તે વાત ત્યાં પતી ગઈ, પણ કાલે રાત્રે મેં પેલે જોયું. આ ફિલ્મ હિન્દીમાં પણ ડબ થઇ છે. મેં એ હિન્દીમાં જ જોઈ… એ ફિલ્મ હતી છતાં મેં ઉભા થઈને પેલેને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. કારણ ખબર છે, ભારતમાં હજી માંડ ટીવીની પા પા પગલીઓ થઇ હતી. ક્રિકેટના પ્રસારણો શરુ થવાને હજી વાર હતી, એ વખતે બ્લેક એન્ડ વ્હાઈટમાં માત્ર ફૂટબોલની જ મેચો જ બતાવતી હતી. ફિલમ જોવા જઈએ તો ત્યા આ ડોક્યુમેન્ટરી રૂપે બતાવાતી હતી. લોકોનાં મનમાં આ રીતે પેલે એક મીથ રૂપે છવાઈ ગયો. અને આજે પણ એનું સ્થાન અટલ છે એ નિર્વિવાદ છે.
કિંગ પેલેના નામથી જાણીતો આ ખેલાડી કોણ હતો ? અને આ ફિલ્મમાં એને વિષે શું કહેવાયું છે તે જાણવું અત્યંત આવશ્યક છે.
પેલે એ એને મળેલું ઉપનામ છે. એનું મુળ નામ Edson Arantes do Nascimento હતું. પણ લીગ મેચોમાં એને “પેલે” ઉપનામ મળ્યું હતું. એમનાં પિતાજીનું નામ ડોનડીન્હો હતું. જે પોતે પણ એક વિખ્યાત ફૂટબોલ પ્લેયર હતાં, એમની કૌટુંબિક વિગતોમાં ઊંડા ના ઉતરતાં સીધી ફિલ્મની વાત પર આવીએ.
સન ૧૯૫૦માં ક્વાટર ફાઈનલમાં જ બ્રાઝીલ હારી ગયું. ત્યારથી જ બ્રાઝીલ હતું એમાં વળી ૧૯૫૪માં એ ભૂલથી લોકપ રૂમમાં પુરાઈ ગયું. ત્યારથી જ બ્રાઝીલ અને એની ટીમ લોકોની હસી-મજાકનું સાધન બની ગઈ હતી. બ્રાઝીલની પ્રજા હતાશ હતી, એમનો ઉત્સાહ મરી પરવાર્યો હતો. એમની આશાઓ પર જ પાણી ફરી વળ્યું હતું, એમનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું હતું. ત્યારે એક નાનકડો ૮ વર્ષનો બાળક તેના પિતા પાસે આવીને કહે છે “પિતાજી આમ નિરાશ ના થશો બ્રાઝીલને વર્લ્ડકપ હું અપાવીશ. આ મારો વાયદો છે તમને”. આ બાળક એટલે પેલે.
હવે બ્રાઝીલની એક ખાસિયત છે અલબત્ત રમતમાં અને એ પણ ફૂટબોલમાં ઝીંગા સ્ટાઈલ. આ સ્ટાઈલ આજે પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે. આમતો આ બોલને ડ્રીફટીંગ કરીને સામાં ખેલાડીને છેતરીને, ગોલ કરવાની કળા છે. છાતી પર બોલ ઉછાળવાની પણ કાળા છે, આમાં ઝડપ અને સ્ફૂર્તિ જોઈએ. આ જ સ્ટાઈલ એમની હારનું કારણ પણ બની, કારણ કે પેલેના પિતાજી પોતાના પરનો ભરોસો ગુમાવી ચુક્યા હતાં. એમનો ભરોસો તુટ્યો અને બ્રાઝીલ વર્લ્ક્પમાંથી બહાર ફેંકાયું, પિતાજી પોતે વર્લ્કકપ રમેલાં હતાં. એ પોતાની નિષ્ફળતાને જ બ્રાઝીલની હારનું કારણ માનતા હતાં. તેમાં એમના જ ૮ વર્ષના પુત્રે આશાનો સંચાર કર્યો –પૂર્યો, અને શરુ થઇ એક આદભૂત રમતગાથા.
પિતાજીએ જ એને ઝીંગા સ્ટાઈલને બદલે કૈંક નવી તીક્નીક શીખવાનું – વાપરવાનું કહ્યું. એ ખુદ જ પેલેના કોચ બન્યાં અને આમ પેલે એ ફૂટબોલની દુનિયામાં પગ મુક્યો.
ટીમનો કોચ તો જુદો જ હોય એ કોચ બનતા માણસનું વાક્ય બહુજ સરસ છે. આ વાક્ય બ્રાઝીલના રાષ્ટ્રપતિએ કહ્યું છે, “બ્રાઝીલે નક્કી કરવાનું છે કે એમને વર્ષો પુરાણી જંગલીયાત ભરી પરિસ્થિતિમાં જીવવું છે કે, પાછી સભ્યતાની દુનિયામાં પગ મુકવો છે એ નક્કી તમારે કરવાનું છે “. આ વાત પેલેના મનમાં ઘર કરી ગઈ અને એણે નક્કી કર્યું કે બ્રાઝીલને એનું ખોવાયેલું સ્વમાન પાછું અપાવવાની જવાબદાર મારી. પણ માત્ર એક ખેલાડીથી કશું ના થાય, આખી ટીમમાં સંચાર પુરવો પડે. એમાં એમનો કોચ મદદરૂપ બન્યો.
ઠીક એવી જ સ્પીચ આપી જેવી ચક દે ઇન્ડિયામાં શાહરૂખખાને આપી હતી. પણ એતો ફિલમ હતી. કઈ વાસ્તવિકતા નહોતી એનું દ્રષ્ટાંત આ ફિલ્મે આપ્યું
૧૯૫૮નો વર્લ્ડકપ સ્વીડનના સ્ટોકહોમમાં યોજાયો હતો, અને એમાં પાછું સ્વીડન જ ફાઈનલમાં હતું. સ્વીડનની ટીમ જોરદાર હતી. યુરોપીય દેશોમાં જ્યાં વર્લ્ડકપ યોજાયા હતાં ત્યાં કોઈ નોન યુરોપીય દેશે હજી સુધી વર્લ્ડકપ જીત્યો નહોતો, આ વાત પર સ્વીડન મુસ્તાક હતું. બ્રાઝીલ આમ તો પહેલેથી જ હતાશ હતું, એટલે એને હરાવવું આસન હતું. પણ પ્રેલેના દ્રઢ નિશ્ચયની એમને ખબર નહોતી. આ પેલે જ્યારે ૧૯૫૮ના વર્લ્કાપમાં ઉતર્યો ત્યારે માત્ર ૧૬ વર્ષનો જ હતો. પણ દુનિયા આ ૧૬ વર્ષના છોકરાની અપ્રતિમ શક્તિથી અજાણ હતી. યુરોપીય માન્યતાને એમના વિચારોનું આજે ખંડન થવાનું હતું. આ દિવસ હતો ૧૩મી જુન ૧૯૫૮, આજે એક ઈતિહાસનું નવું પાનું લખાવાનું હતું.
મેચ શરુ થઇ. શરૂઆતની ૪ જ મીનીટમાં સ્વીડને ગોલ કર્યો. બ્રાઝીલનું મોરલ તૂટી ગયું હતું, ત્યાં અચાનક જ પેલી અત્યંત ઝડપથી ગોળ કરીને બ્રાઝીલની તાકાત બતાવી દીધી. સ્વીડન અને યુરોપીય દેશો સ્તબ્ધ હતાં. પણ પેલે ક્યા ગાંજ્યો જાય એવો હતો એને ઉપરછાપરી ગોલો કરીને સ્વીડનની રહી સહી આબરૂનું પણ વસ્ત્રાહરણ કરી લીધું.
આ હતી ફિલ્મની વાર્તા. આ ફિલ્મ ઈમોશન થી ભરપુર છે, પણ એ ડોક્યુમેન્ટ્રી જ છે આમ તો. પણ વિદેશીનો જ્યારે પણ કોઈ પણ ફિલ્મો બનાવે છે. ત્યારે જબરું રિચર્ચ કરીને બનાવે છે, જે આ ફિલ્મે સાબિત કરી દીધું છે. “સીન્ડલર્સ લીસ્ટ”માં જેમ સ્પીલબર્ગે બ્લેક એન્ડ વાઈટ દ્રશ્યો અને ક્યાંક ક્યાંક ઓરીજનલ દ્રશ્યોનો ઉપયોગ થયો છે. એવું આમાં પણ કરવામાં કરવામાં આવ્યું છે. જે ફિલ્મનું જમા પાસું છે.
બાકીના બધા દ્રશ્ય ઓરીજીનલ છે, કારણ કે એ તો મેં જોયેલાં છે. આજે નહીં ૧૯૭૦માં. આ વખતે પણ ૧૯૫૮નુ ફૂટેજ બતાવવામાં આવતું હતું. આ ફિલ્મમાં અને વાસ્તવિકમાં ઝીંગા સ્ટાઈલથી કૈંક નવું કરી બતાવ્યું છે અને એ છે અત્યારની બાઈસીકલ કિક. જેનો જન્મદાતા છે પેલે. બ્રાઝીલમાં તે કાળથી અને આજે પણ નાના ભૂલકાઓથી માંડીને મોટા મોટા ખેલાડીઓ આ બાઈસીકલ કિક મારતાં બતાવાયાં છે. જે આ રમતની સર્વોપરિતા સાબિત કરે છે.
IMDBએ આ ફિલ્મને ૧૦માં ૭.૨ સ્ટાર આપ્યા છે. Times Of Indiaએ૫ માંથી ૩.૫ સ્ટાર આપ્યા છે. કેતાલે એને વખાણ્યું એ સાચું, પણ શું પેલે કે આ ફિલ્મ કોઈના વખાણની મોહતાજ ખરી. વખોડવાની આદત ભારતીય છે, જ્યારે વખાણવાની આદત વિદેશીઓની છે. આ વાત બોલીવુડે અને ભારતીય વિશ્લેશકોએ સમજી લેવાની જરૂર ખરી…
– પેલેને બ્રાઝીલના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય ધરોહર જાહેર કર્યો.
– એક મેચમાં ૫ ગોલ કરવાનો વિશ્વવિક્રમ પેલેના નામે છે.
– ૧૯૫૮, ૧૯૬૨ અને ૧૯૭૦માં બ્રાઝીલને વર્લ્ડકપ અપાવનાર કિંગ પેલે છે. આવો કરિશ્મા કરનાર આ દુનિયાનો એક માત્ર ખેલાડી છે.
– ૧૯૬૨ન વર્લ્ડકપમાં પેલેએ બાઈસીકલ કિક મારીને ગોલ કરી, બ્રાઝીલને ફરીવાર વિશ્વ ચેમ્પિયન બનાવ્યું હતું.
– પેલેએ પોતાની ફૂટબોલ કારકિર્દીમાં ૧૨૮૩ ગોળ માર્યા હતાં. જેને હજી સુધી દુનિયાનો કોઈ ખેલાડી તોડી નથી શક્યો.
– પેલે વર્લ્ડકપની ફાઈનલમાં રમનાર દુનિયાનો સૌથી નાનો ખેલાડી હતો અને જીતાડનાર પણ.
આ વાત પણ ફિલ્માં કરવામાં આવી છે. ભલે તમને દાતાવેજી ફિલ્મ લાગે તો પણ આ ફિલ્મ અચૂક એક વાર નિહાળશો જી. મને ફૂટબોલમાંમાં રસ લેતો કરનાર આ કિંગ પેલે જ છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કિંગ પેલે. આ ફિલ્મ દરેક ફૂટબોલ ચાહકે અવશ્ય નિહાળવી…
સંકલન – જનમેજય અધ્વર્યુ
Leave a Reply