વાત ૧૪ ઓગસ્ટ ૧૯૪૭.. પાકિસ્તાન આઝાદ થયું અને કાઈદ-એ-આઝમ મુહમ્મદ અલી ઝીણા એ વડાપ્રધાન લિયાકત અલી ખાનને બોલાવ્યા અને કહ્યું કે ‘ઈતિહાસ મારી મરજી મુબજ રચાયો છે, પણ ભૂગોળ હજી મારી મરજી મુજબ રચાતું નથી’. પટેલે ભારતનો નકશો ઘડી નાખ્યો હતો, પણ પાકિસ્તાન હજી છીછરું હતું. એવું એના કાઈદ-એ-આઝમ ઝીણાને લાગતું હતું…
ભારતનો પશ્ચિમી ભાગ જે કુલ ૪,૬૩,૬૧૦ ચોરસ કિલોમીટર પાકિસ્તાનમાં ગયો હતો. પંરતુ તેમાંથી ૪,૧૯,૫૬૪ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતા દેશી રજવાડા પાકિસ્તાન જોડે જોડાવવા ઇચ્છતા ન હતા..અલબત એ લોકો સ્વતંત્ર રહેવા માંગતા હતા. એ સમયે જ કલાત અને તેના આધીન રાજ્યોનો લગભગ ૩,૪૭,૬૪૧ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરવતો વિસ્તાર એટલે હાલનું બલુચિસ્તાન.
બલુચિસ્તાન એ અંગ્રેજ આધીન રાજ્ય હતું જ નહિ અને ત્યાના શાસન કર્તા હતા અહદમ યાર ખાન. આ બલુચીસ્તાનનું ક્ષેત્રફળ પાકિસ્તાનનાં કુલ ક્ષેત્રફળ કરતા ૪૩ % જેટલું છે. આ બલુચીસ્તાન એ સમયે બ્રિટિશનો ભાગ ન હતું એટલે એ સ્વતંત્ર રહી શકે એમ હતું. કારણ કે તેને ભારત કે પાકિસ્તાન સાથે જોડવવાનો કાયદો લાગુ પડે એમ ન હતો. આ ઝીણાની ભૂગોળ લાલચે બલુચિસ્તાનનાં શાસક પર પાકિસ્તાનમાં જોડાવવા માટે દબાણ કરવામાં આવ્યું. ખાને નાં પાડી તો આ લાલચુ ઝીણાએ અરજી પત્રકની જગ્યા એ ધમકી પત્ર મોકલ્યા હતા.
બલુચિસ્તાનનાં એક નેતા એ ઝીણાંને કહી દીધેલું કે ‘ઈરાન અને અફઘાનિસ્તાનની જેમ અમારી આગવી સંસ્કૃતિ છે, અમે મુસ્લિમ છીએ પણ અમે બ્રિટિશનો ભાગ ન હતા એટલે અમે અલગ રહી શકવા સક્ષમ છીએ અને પડોશી તરીકે તમે આદરપૂર્વક વર્તો એટલું બહુ છે.
બલુચીસ્તાન વગરનું પાકિસ્તાન એ એવા પ્રાણી જેવું હતું કે જેના ધડનું અસ્તિત્વ ખરું પણ પુછડીનું નહિ, અને ભૂગોળ ભૂખ્યા પાકિસ્તાનનાં નેતા ઝીણાને આ રાઝ ક્યાંથી આવે…? ૨૮ માર્ચ ૧૯૪૮નાં દિવસે આ ઝીણાએ જ બલુચિસ્તાન પર આક્રમણ કર્યું હતું. બલુચિસ્તાનનાં શાસકનાં ઘર પર બોબ્મ ફોડવા સુધીની નફટાઈ આ ઝીણા એ કરી હતી. અહમદ યાર ખાનને એવો દબાવ્યો કે તેને જોડાણ ખત પર સહી કરવી પડી. અને બલુચીસ્તાનની જમીન પર કેટલુય લોહી રેલાયું. એટલે ખૂનથી બદલો લેવા વાળી વૃતિ આ પ્રજાને આજની નહિ વર્ષોથી છે. બાપ જોડેથી છુટો પડેલો બગડેલો નફફટ છોકરો છે આ…
આજે પણ આ બલુચીસ્તાનની પ્રજા આઝાદી માંગે છે. એ દુનિયાને કદાચ ખબર નહિ હોય. બલુચીસ્તાનને વિશ્વનાં દબાણથી આઝાદ કરી નાખવામાં આવે, તો પાકિસ્તાન ૪૩% વિસ્તાર એમ જ ગુમાવી દે. આ પાકિસ્તાનની આર્મી એની પ્રજા પર હજી પણ જુલમ નોતરે છે. બલાત્કાર કરે છે, અને ગુલામ બનાવીને રાખે છે. આ ગુલામીનો વિડીયો તો ૨ દિવસ પહેલાં જ કોઈ ન્યુઝ ચેનલ વાળો બતાવતો હતો. આ મુદ્દાને હ્યુમન રાઈટ્સ વાળા કેમ ઉઠાવતા નથી એ પ્રશ્ન છે…?
આજની તારીખમાં પણ બલુચ લોકો પીવાના પાણી શું ધોવાના પાણી માટે ય વલખાં મારવાં પડે છે…? પાકિસ્તાન એવી રીતે તેમને ટ્રીટ કરે છે. આ પાકિસ્તાન પ્રેમી કાશ્મીરીઓને એ દેખાતું નહિ હોય. કારણ કે એમના અક્કાઓ એમના બ્રેન વોશ કરી નાખે છે.
આજ સુધી ભારતના કોઈ પ્રધાનમંત્રી એ બલુચીસ્તાનનો આ મુદ્દો કદીય વિશ્વ સ્તરે ઉઠાવ્યો નથી. અને મને યાદ છે ત્યાં સુધી નરેન્દ્ર મોદી એ આ મુદ્દો ઉઠાવેલો, પણ ક્યાં સ્તરે ઉઠાવેલો એ યાદ નથી..!!
બલુચિસ્તાનને પાકિસ્તાનથી આઝાદ કરવામાં આવે, તો પાકિસ્તાન જોડે દરિયા કિનારો પણ નસીબ થાય એમ નથી. વધુમાં જ્યાં મળી આવતા મુલ્યવાન ગેસ/ધાતુઓ પાકિસ્તાનને મળતા બંધ થઇ જાય, તો પાકિસ્તાન ભિખારી થઇ જાય. ખાવાના પૈસા પણ એમની જોડે રહે નહિ. આ બાજુથી કુટનીતિક બલુચીસ્તાન અલગ થાય અને બીજી બાજુ વેસ્ટ પંજાબમાં અને POK માં હુમલો કરીને તોડી પાડો તો પાકિસ્તાન દુનિયાના નકશામાંથી મટી જાય.
દેખાય એટલું સિમ્પલ નથી, પણ કુટનીતિક રીતે શક્ય છે. બલુંચીસ્તાનનો એક વાર મુદ્દો ઉઠાવવો જોઈએ, પાકિસ્તાન એમાં જ બળીને ખાખ થઇ જશે.
~ જય ગોહિલ
( Note : આ લેખકના અંગત મત છે, એટલે વિચારભેદની શક્યતા સહજ હોઈ શકે છે. કોઈ પણ કથન અંતિમ સત્ય તરીકે લેતા પહેલા પોતાના જ્ઞાન અને સમજ પૂર્વક એને તપાસવું. અસ્તુ…)
Leave a Reply