પાબ્લો પિકાસો (Picasso)સ્પેનમાં જન્મેલા એક અતિ પ્રસિદ્ધ ચિત્રકાર હતાં. એમનાં ચિત્રો ( Paintings) દુનિયાભરમાં કરોડો ને અરબો રૂપિયામાં વેચાતાં હતાં.
એક દિવસ રસ્તામાં પસાર થતી વખતે એક મહિલાની નજર પિકાસો પર પડી. સંયોગની વાત છે કે એ મહિલા પિકાસોને ઓળખી લીધાં. એ દોડતી દોડતી એમની પાસે આવી અને બોલી “સર …. હું અપની બહુજ મોટી ફેન છું. આપનાં paintings મને બહુજ પસંદ છે. શું તમે મારાં માટે પણ એક ચિત્ર બનાવી શકશો?”
પિકાસો હસતાં હસતાં બોલ્યાં ” હું અહીંયા ખાલી હાથે આવ્યો છું. મારી પાસે કશુંજ નથી. હું ફરી ક્યારેક તમારે માટે ચિત્ર બનાવી દઈશ” પરંતુ પેલી મહિલાએ જીદ પકડી લીધી “મને અત્યારે જ એક ચિત્ર બનાવી આપો ને, હું ફરીથી કયારે તમને મળી શકવાની છું તે”
પિકાસોએ ગજવાંમાંથી એક નાનકડો કાગળ કાઢયો. એના પર પેનથી કશુંક બનવવા લાગ્યાં. લગભગ ૧૦ મિનીટની અંદર પિકાસોએ એ ચિત્ર બનવી દીધું અને કહ્યું “આ લો મેડમ આ મીલીયન ડોલરનું ચિત્ર છે”. મહિલાને બહુજ અજીબ લાગ્યું કે પિકાસોએ માત્ર ૧૦ જ મીનીટમાં એક ચીલાચાલુ ચિત્ર બનાવી દીધું અને કહી રહ્યાં છે કે આ તો મિલિયન ડોલરનું ચિત્ર છે. એ તો ચિત્ર લઈને વિના કહીં બોલે કે કહે પોતાને ઘરે આવી ગઈ એને લાગ્યું કે પિકાસો એને ઉલ્લુ બનાવી રહ્યાં છે. એ બજારમાં ગઈ અને એ ચિત્રની કિંમત તપાસ કરી. તો એને અસ્ચાર્ય થયું કે એ એઓ વાસ્તવમાં મિલિયન ડોલરનું ચિત્ર હતું.
એ હર્ષથી પાગલ થતી ભાગતી ભાગતી ફરી પિકાસો આવી અને બોલી “સર …. આપે બહુજ સાચું જ કહ્યું હતું કે આતો મિલિયન ડોલરનું ચિત્ર છે.” પિકાસોએ હસતાં હસતાં કહ્યું “મેં તો તમને પહેલેથીજ કહ્યું હતું !!!”
એ મહિલા બોલી – “આપ મને તમારી શિષ્ય બનાવી લો મારે પણ ચિત્ર બનાવતાં શીખવું છે. જેવી રીતે આપે ૧૦ જ મીનીટમાં મિલિયન ડોલરનું ચિત્ર બનાવ્યું. એવી જ રીતે ૧૦ જ મીનીટમાં ન સહી પણ ૧૦ કલાકમાં મારે એવું ચિત્ર બનાવવું છે. મને એવી તૈયાર કરી દો”
પિકાસોએ મરક મરક હસતાં હસતાં કહ્યું “આ ચિત્ર જે મેં ૧૦ મીનીટમાં બનાવ્યું છે, એ શીખતાં મને ૩૦ વર્ષનો સમય લાગ્યો છે. મેં મારા જીવનનાં ૩૦ વર્ષ આ શીખવામાં લગાવ્યાં છે. તમે પણ જો એટલાં વર્ષો આપશો તો તમે પણ આવું ચિત્ર અવશ્ય બનાવી શકશો.” એ મહિલા અવાક ને નિશબ્દ થઈને પિકાસોને જોતી જ રહી ગઈ.
એક અધ્યાપકને જે ૪૦ મિનીટનાં લેકચર માટે જે પગાર આપવામાં આવે છે. એ આ નાનકડી વાર્તા બયાન કરે છે. એક અદ્યાપકના એક વાક્ય પાછળ એનાંએમની વર્ષોની મહેનત હોય છે. સમાજે તો શું માત્ર બોલવાનું જ હોય છે કે “અધ્યાપક તો મફતનો જ પગાર લે છે કાહી સમય વ્યથિત કરવાંજ કોલેજમાં આવતો હોય છે”
દરેક શિક્ષક અને અધ્યાપકને સાદર અર્પણ
સંકલન – જનમેજય અધ્વર્યુ
Leave a Reply