22 ઓગસ્ટ 2009માં હાર્પર કોલીન્સે ત્રણ બુક બહાર પાડેલી. આ બુક લેખકના મર્યા પછી પબ્લિશ થઈ, (રિમેમ્બર સ્ટીંગ લાર્સન) જેને નામ આપવામાં આવ્યુ અગાથા ક્રિસ્ટીસ સિક્રેટ નોટબુક. 1924માં અગાથાએ આ બુક્સ સાથેનો કરાર કર્યો હતો અને પછી 2009માં તે તેના ફેન્સને મળી. જો કે તેમની આ સિક્રેટ બુક્સ કંઈ તેમની નોવેલ જેટલી સ્પાઈસી અને મિસ્ટ્રીફુલ નથી. મરી ગયેલા લેખકનું લખાણ ન ગમે તે સ્વાભાવિક છે, કારણ કે તે તેની કાચી ઉંમરમાં લખાયુ હશે. અને પબ્લિશરોએ નગરપંચાયતમાં નળ કનેક્શનનું ફોર્મ ભરવાનું હોય તેમ ધક્કા ખવડાવ્યા હશે.
અગાથા ક્રિસ્ટીએ 90 જેટલી બુક્સ લખી. જેની દુનિયાભરમાં 4-5 બિલિયન કોપી વેચાઈ ચુકી છે. જેની તુલના શેક્સપીયરના ટ્રેજીક નાટકો અને બાઈબલ સાથે પણ કરી શકો. દુનિયાભરની 103 ભાષામાં તેનો અનુવાદ થઈ ચુક્યો છે. 90 જેટલા પુસ્તકો લખનાર આ ભડવીર બાઈએ 1930 થી 1950 સુધી તો માત્ર 6 બુક્સ જ લખી હતી. 1949માં દુનિયાને એ વાતની જાણ થઈ કે મેરી વેસ્ટમકોટ બીજુ કોઈ નહીં અગાથા ક્રિસ્ટી છે, ત્યાં સુધી સ્યુડોનેમથી ચલાવ્યુ. નવાઈ લાગશે પણ મેરીના નામથી તેણે ક્રાઈમ ફિક્શન નહીં, પણ રોમેન્ટીક નોવેલ લખેલી, લાગ્યોને આંચકો. આમ તો ક્રિસ્ટીનું પરિવાર ન્યુયોર્કમાં સધ્ધર હતું, અને ક્રિએટીવીટી જેવુ કંઈ માખણ ન મારે તો પણ ચાલે. પણ બાળપણના તેના આ શોખને તેમના પતિદેવ સામે લાવ્યા, તેને પ્રોત્સાહિત કરી તો અગાથાની મર્ડરકથાઓ બહાર આવી.
અગાથાની કેટલીક જાની અંજાની વાતો જુઓ તો… અગાથા બાળપણમાં સ્કુલ નહતી ગઈ, તેની માતાએ તેને ઘરે ભણાવી હતી. અગાથા દુનિયાની એકમાત્ર એવી લેખિકા છે, જેણે ક્રાઈમ ફિક્શનમાં બે પોપ્યુલર ડિટેક્ટીવ કેરેક્ટર આપ્યા હોય, હરક્યુલીસ પાઈટ્રો અને મિસ માર્પેલ, 1922માં તેણે વિશ્વભ્રમણ કર્યુ, તેની પહેલી બુકે પબ્લિશ થતા પહેલા પાંચ વર્ષની રાહ જોવી પડેલી જેને 6 પબ્લિશરોએ રિજેક્ટ કરેલ. અગાથાની નોવેલમાં જ્યારે હરક્યુલીસ પાઈટ્રોનું નિધન થયેલુ ત્યારે ન્યુયોર્ક ટાઈમ્સે તેને કવર કરેલુ. કોઈ કેરેક્ટરના મૃત્યુને કવર કર્યુ હોય તેવો આ પહેલો બનાવ છે. અને શાયદ છેલ્લો…
તો આ લખ્યુ શા માટે ? ગઈકાલે હોરરની મહારાણી કહેવાતી અગાથા ક્રિસ્ટીની નોવેલ પરથી બની રહેલી ફિલ્મ મર્ડર ઓન ધ ઓરિયેન્ટ એક્સપ્રેસનું ટ્રેલર જોયુ. અને આ ટ્રેલર જોઈ એક જ વિચાર આવ્યો 1934માં છપાયેલી નોવેલ, અને 1974માં બનેલી ફિલ્મ બાદ હજુ અગાથાની પોપ્યુલારીટી કમ નથી થઈ.
~ મયુર ખાવડુ
Leave a Reply