Sun-Temple-Baanner

યે અંદર કી બાત હૈ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


યે અંદર કી બાત હૈ


યે અંદર કી બાત હૈ

દિવ્ય ભાસ્કર રવિવાર પૂર્તિ ૧૫ ઓગસ્ટ ૨૦૧૦માં પ્રકાશિત

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

‘બિગ બોસ’ કે ‘ઈમોશનલ અત્યાચાર’માં બિપ્ બિપ્ અવાજ નીચે દબાઈ જતી ગાળાગાળીથી હબકી જતું ઓડિયન્સ યાદ રાખે કે આ તો માત્ર શરૂઆત છે. હજુ તો ખૂબ બધું આવશે. નો-પેન્ટી ફોટોગ્રાફ્સ, સેક્સ-વિડીયોઝ, બધું જ.

તૈયાર રહેજો.

એ ઈન્ડિયન નથી, યુરોપિયન છે. હિન્દી સિનેમામાં તેણે આઈટમ ગર્લ તરીકે કરીઅર બનાવી છે. દેખાવે તે બાફેલા ઇંડા જેવી છે. ક્યારેક તે ફદફદી ગયેલા વાસી ભાત જેવી લાગે છે. તેનું નામ કંઈ પણ હોય શકે હિડિંબા, તાડકા, કૂબડી, કુબ્જા, ચાંડાલિકા, કંઈ પણ. એના નામમાં આપણે નથી પડવું. તેની તસવીર પણ નથી જ છાપવી. તે ત્રીસ વર્ષ વટાવી ગઈ છે તેથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ધારાધોરણ પ્રમાણે તેની એક્સપાયરી ડેટ આવી ગઈ કહેવાય. બીજી કશી ટેલેન્ટ ન હોય અને એક પછી એક દરવાજા બંધ થઈ રહ્યા હોય તે સ્થિતિ ઘાંઘા થવા માટે પૂરતી હોય છે. અસલામતીની લાગણીથી વિહવળ થઈ ગયેલી આ આઈટમ ગર્લે પોતાના તરફ સૌનું ધ્યાન ખેંચવા તાજેતરમાં એક અત્યંત ઘટિયા હરકત કરી નાખી.

મુંબઈમાં બાળકો માટેની એક ચેરિટી પ્રોગ્રામ યોજાયો હતો. ગ્લેમર ઈન્ડસ્ટ્રીના કેટલાય લોકો આવ્યા હતા, પ્રિન્ટ અને ટેલીવિઝન મિડીયા પણ હાજર હતું. આમ તો આ રૂટિન ઈવેન્ટ હતી, પણ પેલી બીગ્રેડની આઈટમ ગર્લ માટે જોણું કરવાનો આ પરફેક્ટ મોકો હતો. તે બ્લેક કલરનું વનપીસ ફ્રોક પહેરીને પહોંચી ગઈ. ખભા ખુલ્લા અને ડ્રેસની લંબાઈ માંડ નિતંબ ઢંકાય એટલી. ઠીક છે. હિરોઈન, મોડલ કે આઈટમ ગર્લ પોતાની ગ્લેમરસ ઈમેજ પ્રમાણે પોષાક ધારણ કરે તેમાં કશું ખોટું નથી. આ આઈટમ ગર્લે સ્થળ પર શાનદાર એન્ટ્રી મારી એટલે મિડીયાના પ્રતિનિધિઓ આદત મુજબ એની કાર તરફ દોડ્યા. જેવો પેલીએ કારનો દરવાજો ખોલ્યો કે માંડ્યા બધા ક્લિક ક્લિક કરવા. પણ ફોટોગ્રાફરો અને કેમેરામેનોએ હવે જે જોયું તે માની ન શકાય તેવું નહોતું. આ આઈટમ ગર્લના ટૂંકા બ્લેક ડ્રેસ નીચે અન્ડરવેર નહોતું.

આઈટમ ગર્લ તો સ્માઈલ કરતાં કરતાં ટેસથી આગળ વધી અને આમંત્રિતો સાથે ભળી ગઈ. અલગ અલગ ટેબલ ફરતે ખુરસીઓ ગોઠવાયેલી હતી. આઈટમ ગર્લ પોતાની સીટ પર પગ પર પગ ચડાવીને બેસી ગઈ. ઓળખીતા-પાળખીતા એની પાસે આવે, બાજુની ચેર પર બેસે, હસીમજાક કરે અને આ બેવકૂફ મહિલા વાતો કરતા કરતા પગની પોઝિશન બદલતી રહે. પાપારાઝીઓને ખાતરી થઈ ગઈઃ આ આઈટમ ગર્લ ખરેખર પેન્ટી પહેર્યા વગર આવી છે. કોઈએ છોકરીનું ધ્યાન પણ દોર્યું. આંખો પટપટાવીને કહેઃ એમ? ઈટ્સ અ વોર્ડરોબ માલફંકશન!

બસ, પછી શું? બીજે દિવસે અખબારોમાં તસવીરો છપાઈ ગઈ, ઈન્ટરનેટ પર ધડાધડ આ ફોટોગ્રાફ્સ સર્ક્યુલેટ થવા માંડ્યા. આઈટમ ગર્લ તો નિર્લજ્જ હતી, પણ મિડીયાને શરમ નડી. તસવીર છાપતી વખતે કે અપલોડ કરતી વખતે આઈટમ ગર્લના ગુપ્ત હિસ્સાને કાળા ચકરડાથી ઢાંકી દેવામાં આવી. ના, વાત અહીં પૂરી થતી નથી. મસાલાભૂખ્યું મિડીયા આ સંપૂર્ણ અંગપ્રદર્શન વિશે પોતાને ક્યારે પૂછે એની રાહ જોઈને બેઠી હોય તેમ બીજે દિવસે તે હસી હસીને ઈન્ટરવ્યુ આપવા માંડીઃ ‘હેહેહેહે… છેને એ તો હું પેન્ટી પહેરવાનું ભુલી ગઈ હતી! એમાં થયું એવું કે આખો દિવસ હું એક ડાન્સ શો માટે રિહર્સલ કરતી હતી. કોરિયોગ્રાફર ચિત્રવિચિત્ર સ્ટેપ્સ કરાવે ત્યારે અન્ડરવેરથી બહુ અગવડ પડતી હતી. એટલે તે દિવસે હું સીધું જ ટ્રેકપેન્ટ ચડાવીને રિહર્સલમાં પહોંચી ગયેલી. સાંજે મારે રિહર્સલમાંથી સીધા પેલા ફંકશનમાં જવાનું હતું એટલે ત્યાં પહેરવાનો બ્લેક ડ્રેસ, સેન્ડલ્સ, મેકઅપનો સામાન બધું પેક કરીને હું સાથે લઈ ગયેલી… પણ આ સામાનમાં હું પેન્ટી નાખવાનું જ ભૂલી ગઈ! મારે પછી એમને એમ જ ફંકશનમાં જવું પડ્યું, બોલો. શું થાય?’ પછી પોતે કેટલી ખેલદિલ અને બહાદૂર છે એવા ભાવ સાથે ખુદને ખિતાબ આપતા બોલીઃ ‘ અત્યાર સુધી હું આઈટમ ગર્લ તરીકે ઓળખાતી હતી, પણ હવેથી હું

નો-પેન્ટી ગર્લ તરીકે ઓળખાઈશ. હેહેહેહે…’

શાબાશ! આ છોકરી ચોક્કસ એવાં સપનાં જોતી હશે કે મારી નોપેન્ટી તસવીરો મિડીયામાં જાહેર થશે એટલે એયને મહિલા સંગઠનો મારા નામની હાય હાય કરતાં સરઘસ કાઢશે, મારા પૂતળાં બાળશે, ટીવી પર ચેટશોમાં મને બોલાવવામાં આવશે, કોર્ટમાં મારા વિરુદ્ધ અશ્લીલતાના બેચાર કેસ થઈ જશે અને એટલો મસ્ત વિવાદ થશે કે અઠવાડિયાઓ સુધી હું ન્યુઝમાં ચમકતી રહીશ… પછી ચારપાંચ ફિલ્મો ને બેત્રણ રિયાલિટી શો તો ચપટી વગાડતા મળી જશે.

Paris Hilton

કામ મેળવવા, સમાચારમાં ગાજતા રહેવા માટે પોતાની આબરુનો છેલ્લો અંશ પણ જાહેરમાં પ્રદર્શિત કરી દેવો તે અત્યંત છીછરી અને નિમ્નતમ ચેષ્ટા થઈ. આ પશ્ચિમના ‘સુધરેલા’ દેશોનું સેલિબ્રિટી કલ્ચર છે. આપણે ત્યાં આ કલ્ચર તીવ્ર વેગે પ્રવેશી રહ્યું છે તેનો આ ઘટના સ્પષ્ટ સંકેત છે. પેરિસ હિલ્ટન (જુઓ તસવીર) યુરોપ-અમેરિકાના ગ્લેમર મિડીયામાં સતત ગાજતી પેજ-થ્રી પાર્ટી ગર્લ છે. તેના વિશે શું કામ લખાવું જોઈએ કે તેને શા માટે મહત્ત્વ મળવું જોઈએ તેનો જવાબ કોઈની પાસે નથી. શી ઈઝ ફેમસ ફોર બીઇંગ ફેમસ! આપણે ત્યાં પણ આવા કેટલાય પેજથ્રી નમૂનાઓ છે જ. પેરિસ હિલ્ટન સારી એવી જાણીતી થઈ એટલે તેને એક રિયાલિટી શોમાં કામ મળ્યું. આ શો ઓન-એર થાય તેના એક્ઝેક્ટલી એક વીક પહેલાં પેરિસનો સેક્સ-વિડીયો ‘લીક’ કરવામાં આવ્યો. પત્યું. પેરિસનો જયજયકાર થઈ ગયો. પેરિસની કિમ નામની સહેલી તેના પગલે પગલે ચાલી. તેણે પણ પોતાની સેક્સટેપ બહાર પાડી. એ ન્યુઝમાં આવી ગઈ. ‘પ્લેબોય’ મેગેઝિને તેની ઉઘાડી તસવીરો છાપી. તે જોઈને એક રિયાલિટી શોવાળાઓએ કિમ અને તેના પરિવારનો અપ્રોચ કર્યો અને તેમને પોતાના શોમાં ચમકાવ્યાં. બસ, પછી શું. કિમ સ્ટાર બની ગઈ!

Censored: Britney Spears

બ્રિટની સ્પીઅર્સ તો ખરેખર સ્ટારસિંગર હતી, એક સમયે તે યુથ આઈકોન ગણાતી હતી. વચ્ચે એક જ અઠવાડિયામાં લાગલગાટ ત્રણ વખતે તેની પેન્ટી વગરની તસવીરો મિડીયામાં છપાઈ. પેરિસ હિલ્ટનને પણ ‘મેં અન્ડરવેર પહેયરુ નથી’ એવું પ્રસ્થાપિત કરવાની હોબી છે. હોલીવૂડનો આ ટ્રેન્ડ છે. ન્યુઝમાં આવવા માટે લફરાં કરવામાં કે એવા બધામાં શા માટે ટાઈમ બગાડવાનો? જાહેરમાં શોર્ટ ડ્રેસ પહેરીને પેન્ટી પહેર્યા વગર મહાલવાનું એટલે થોડી કલાકોમાં ટીવી-ઈન્ટરનેટ-છાપાંમાં તસવીરો હાજર. ધારો કે એ ન જામતું હોય તો સેક્સ-વિડીયો બહાર પાડી દેવાનો. સિમ્પલ.

અગાઉ જેની વાત કરી તે હિન્દી આઈટમ ગર્લ પેરિસ હિલ્ટનની અઢારમી ઝેરોક્સ છે. અને તે એક નથી, હિન્દી ફિલ્મટીવી ઈન્ડસ્ટ્રીમાં એના જેવી કેટલાય ડેસ્પરેટ નમૂનાઓ છે. માણસ હોય કે લાઈફસ્ટાઈલ હોય કે કલ્ચર આ સૌને આખેઆખા, એના સારાખરાબ રંગો સાથે, એક પેકેજ ડીલ તરીકે સ્વીકાર્યા વગર છૂટકો નથી. આપણી સંસ્કારિતા કે સેન્સિબિલીટી સાથે મેળ ખાતો ન હોય, તો પણ. પશ્ચિમના સેલિબ્રિટી કલ્ચરના વરવા રંગો આપણે ત્યાં ન દેખાય એવું શી રીતે બને? મુક્ત બજાર છે, ગ્લોબલ વિલેજ છે, પ્રભાવ સંર્પૂણ છે. પહાડના ઢોળાવ પર એક વિશાળ વજનદાર ગોળાને છુટ્ટો મૂકી દેવાયો છે. એ ગબડશે જ, વધારે નીચે જશે જ. ‘બિગ બોસ’ કે ‘ઈમોશનલ અત્યાચાર’માં બિપ્ બિપ્ અવાજ નીચે દબાઈ જતી ગાળાગાળીથી હબકી જતું ઓડિયન્સ યાદ રાખે કે આ તો માત્ર શરૂઆત છે. હજુ તો ખૂબ બધું આવશે. નો-પેન્ટી ફોટોગ્રાફ્સ, સેક્સ-વિડીયોઝ, બધું જ. તૈયાર રહેજો.

શો સ્ટોપર

મને ફિલ્મફેર અવોર્ડ માટે નોમિનેટ કરવાની વાત તો દૂર રહી, એ લોકો મને એમના ફંકશનમાં ઈન્વાઈટ પણ કરતા નથી. મને ક્યારેય ફિલ્મફેર અવોર્ડ ફંકશનના પાસ મોકલવામાં આવતા નથી. પણ ‘ગોલમાલ-થ્રી’ સહિત મારી ચાર ફિલ્મો લાગલગાટ હિટ થઈ એટલે એ લોકોની બોલતી બંધ થઈ
ગઈ છે.

– રોહિત શેટ્ટી, ડિરેક્ટર

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2010 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.