Sun-Temple-Baanner

પિસ્તાલીસ વર્ષ પછી…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


પિસ્તાલીસ વર્ષ પછી…


મલ્ટિપ્લેકસ: પિસ્તાલીસ વર્ષ પછી…

સંદેશ – સંસ્કાર પૂર્તિ – ૨૭ માર્ચ ૨૦૧૬

મલ્ટિપ્લેકસ

પતિ-પત્નીએ એક્બીજાને કેટલું ક્હેવું? કેટલું છુપાવવું? શું જીવનસાથીને બધ્ધેબધ્ધું ક્હેવું જરુરી છે? શું તે શક્ય છે? સહજીવનના ચાર-ચાર દાયકાઓ વીતી ચુક્યા હોય તો પણ વિશ્ર્વાસભંગ, આશંકા અને અસલામતીની લાગણી લગ્નના પાયા હચમચાવી શકે? ‘ફોર્ટી ફાઈવ યર્સ’ ફિલ્મમાં આ બધી વાતો ભારે સંવેદનશીલતાથી મૂક્વામાં આવી છે.

* * * * *

સરસ રીતે ગોઠવાયેલું જીવન વેરવિખેર થઈ જાય એવી ઘટના બને ત્યારે અસલિયતમાં કંઈ કાન ફાડી નાખે એવું બેક્ગ્રાઉન્ડ મ્યુઝિક વાગતું નથી. આપણે કરુણ રાગમાં ગીતો આલપવા બેસતા નથી. આંખો સામે સ્પેશિયલ ઈફેકટ્સવાળાં કે ફાસ્ટ કટિંગવાળાં કે સ્લો મોશનવાળાં દૃશ્યોની ભરમાર થતી નથી. આવું બધું ટિપિક્લ ફિલ્મોમાં કે ટીવી સિરીયલોમાં બને, અસલી જીવનમાં નહીં. આથી જ ઢિન્ચાક્ મનોરંજનની વચ્ચે ઓચિંતા ‘ફોર્ટી ફાઈવ યર્સ’ જેવી વસ્તુ જોવા મળે ત્યારે આંખ-કાન-મન-હૃદયને બહુ ટાઢક થાય છે.

‘ફોર્ટી ફાઈવ યર્સ0 એક સીધીસાદી પણ ભારે અસરકારક બ્રિટિશ ફિલ્મ છે. આ વખતે ઓસ્કરની રેસમાં એનું નામ પણ સામેલ હતું. એની ૭૦ વર્ષીય નાયિકા શાર્લોટ રેમ્પલિંગને બેસ્ટ એકટ્રેસનું નોમિનેશન મળ્યું હતું. અવોર્ડ ભલે ‘રુમ’ માટે બ્રી લાર્સન તાણી ગઈ, પણ આજે આપણે ‘ફોર્ટી ફાઈવ યર્સ0 વિશે વિગતે વાત કરવી છે. આ ફિલ્મમાં ક્પાળની નસો ઊપસી આવે એવા ઊંચા અવાજે થતી ડાયલોગબાજી નથી, ફેન્સી લોકેશોનો નથી, ઝાક્ઝમાળ નથી, કેમેરાની કરામત નથી, નરેટિવ સ્ટ્રકચરમાં કોઈ જાદુગરી કરવામાં આવી નથી, ઓડિયન્સને પ્રભાવિત કરી નાખવાના કોઈ જાતના ધખારા નથી. તો શું છે ‘ફોર્ટી ફાઈવ યર્સ’માં?

એક્ વૃદ્ધ ક્પલ છે. જ્યોફ (સર ટોમ ર્ક્ટની) અને કેટ (શાર્લોટ રેમ્પલિંગ). બન્ને સિત્તેર વર્ષ વટાવી ચુક્યાં છે. ઈંગ્લેન્ડનાં કોઈ નાનક્ડાં નગરમાં ટેસથી રિટાયર્ડ જિંદગી જીવે છે. સંતાનો નથી, આર્થિક ચિંતા કે બીજી કોઈ જવાબદારી નથી. બન્નેની તબિયત પણ સારી છે. જોકે વૃદ્ધ કરતાં વૃદ્ધા વધારે ફિટ અને એકિટવ છે. જીન્સ અને જેકેટ પહેરતી અને બોબ્ડ હેર રાખતી કેટને પાછળથી જુઓ તો વીસ-પચીસ વર્ષની યુવતી જેવી જ લાગે. પતિ થોડો ખખડી ગયેલો અને લઘરવઘર છે. એને રોજ શેિંવગ કરવાનો ક્ંટાળો આવે છે. વૃદ્ધા જોકે વરની સારી દેખભાળ રાખે છે. ફિલ્મમાં એકેય વાર સ્પષ્ટ શબ્દૃોમાં ક્હેવાયું નથી, પણ પતિ-પત્નીની બોડી લેંગ્વેજ અને વર્તન-વ્યવહાર પરથી આપણને ચોખ્ખી ખબર પડે કે બન્નેને એક્બીજા પ્રત્યે ભરપૂર પ્રેમ અને આદર છે, પરવા છે. એમને જોઈને આપણને થાય કે આ બેયનું લગ્નજીવન ખરેખર સુખ અને સંતોષભર્યું વીત્યું હોવું જોઈએ અને બન્ને એક્મેક્ને અનુકૂળ થઈને જીવ્યાં હોવાં જોઈએ.

ફિલ્મની શરુઆતમાં જ આપણને ખબર પડે છે કે પતિ-પત્ની એમનાં લગ્નજીવનની પિસ્તાલીસમી એનિવર્સરીની તૈયારી ક્હી રહ્યાં છે. એનિવર્સરીને હજુ છ દિવસની વાર છે. પહેલાં જ સીનમાં ઘરે ટપાલમાં જ્યોફને નામે સ્વિત્ઝર્લેન્ડથી એક્ કાગળ આવે છે. જર્મન ભાષામાં લખાયેલા આ કાગળમાં ક્હેવાયું છે કે પસાચ વર્ષ પહેલાં જ્યોફની પ્રેમિકા કાત્યા, કે જે બર્ફીલો પહાડ ચડતી વખતે દુર્ઘટનામાં મૃત્યુ પામી હતી, તેનું ડેડબોડી એક્ હિમશીલા પીગળતાં જડી આવ્યું છે.

પત્ર બિલકુલ અણધાર્યો છે, પણ પતિ નોર્મલ છે. પત્ની સહજભાવે ક્હે છે, ‘તારી લવર તો તું મને પહેલી વાર મળ્યો તેની પહેલાં મૃત્યુ પામી ચુકી હતી. આ લેટર સામે મને શું વાંધો હોય…’

લેટરનું લખાણ બરાબર સમજાય તે માટે બીજે દિવસે પતિ-પત્ની સાથે મળીને સ્ટોરરુમમાંથી જર્મન-ટુ-ઈંગ્લિશ ડિકશનરી શોધી કાઢે છે. પત્ની નોંધે છે કે પતિ હું ધારું છું એટલો નોર્મલ નથી. એ સહેજ બેચેન બની ગયો છે. સ્ત્રીને ખબર પડે છે કે પતિએ ચુપચાપ સ્વિત્ઝર્લેન્ડ જવાની તૈયારી શરુ કરી દીધી છે. પુરુષને એમ છે કે પૂર્વપ્રમિકાનું બોડી પચાસ વર્ષ સુધી બરફમાં થીજેલું રહ્યું હોવાથી એ હજુ પહેલાં જેવું જ જુવાન દેખાતું હશે. સ્ત્રી અક્ળાઈને ક્હે છે: તારે સ્વિત્ઝર્લેન્ડ જવું છે? આ ઉંમરે તું પહાડ ચડીશ?

વધારે પૂછપરછ કરી એટલે પતિ કાત્યા સાથેના સંબંધ વિશે થોડી વધારે વાત કરે છે. બન્યું હતું એવું કે સ્વિત્ઝર્લેન્ડમાં પર્વતારોહણ દરમિયાન જ્યોફ અને કાત્યા હોટલમાં રુમ શેર કરવા માગતાં હતાં, પણ એ પચાસ વર્ષ પહેલાંનો જમાનો હતો એટલે ક્પલ પતિ-પત્ની હોય તો જ હોટલવાળા તેમને રુમ ભાડે આપતા હતા. આથી જ્યોફ અને કાત્યા જુઠું બોલ્યાં. અમારાં લગ્ન થઈ ચુક્યાં છે એવું જણાવી એમણે રુમ શેર ર્ક્યો હતો. સ્વિસ અધિકારીઓની નજરમાં જ્યોફ મૃતક્નો પતિ હોવાથી એેનું સરનામું શોધીને પેલો કાગળ એને પહોંચતો કરવામાં આવ્યો હતો.

એક રાત્રે ઓિંચતા પત્નીની ઊંઘ ઉડી જાય છે. એ જુએ છે કે પતિદેવ પલગં પરથી ગાયબ છે. બેડરુમની બહાર આવતાં ખબર પડે છે કે પતિ માળિયે ચડીને ક્શુંક શોધી રહ્યો છે. પત્ની પૂછે છે: શું કરે છે આટલી મધરાતે? પતિ ઉપરથી બૂમ પાડે છે: ક્ંઈ નહીં, કાત્યાનો ફોટોગ્રાફ શોધું છું. તું સૂઈ જા. પત્ની આગ્રહ કરે છે એટલે પુરુષ ક-મને એને મૃત્યુ પામી ચુકેલી પ્રેમિકાનો ફોટો બતાવે છે. સ્ત્રી અસ્થિર થઈ જાય છે: મારા વરે હજુ સુધી પોતાની જૂની લવરનો ફોટો સાચવી રાખ્યો છે? મને એમ કે એ એને ભુલી ગયો હશે, પણ આ તો…

પતિએ સિગારેટ પીવાનું સાવ બંધ કરી દીધું હતું, પણ પેલો પત્ર આવ્યો પછી સ્મોકિંગ ફરી શરુ કરી દીધું છે.

સ્ત્રીના મનમાં ચટપટી ઉપડે છે. એક વાર ખુદૃ માળિયે ચડે છે: જોઉં તો ખરા, જ્યોફે બીજું શું શું સાચવી રાખ્યું છે. એક જૂની સ્ક્રેપબુક અથવા તો ડાયરી જેવું છે મળે છે જેમાં પુરુષે પાને પાને ક્શુંક લખ્યું છે ને ફોટોગ્રાફ ચોંટાડ્યા છે. પ્રેમિકા સાથે કરેલાં છેલ્લાં પર્વતારોહણ દરમિયાન એક ફુલ તોડ્યું હતું જેની દૃબાયેલી સૂકી પાંદડીઓ પણ ડાયરીનાં પાનાં વચ્ચે સચવાયેલી છે. વધારે ખાંખાંખોળા કરતાં સ્ત્રીને તસવીરોની એક્ આખી સ્લાઈડ મળે છે. સ્ત્રી સ્લાઈડને પ્રોજેકટર પર ચડાવીને તસવીરો જોવાનું શરુ કરે છે. એમાં સ્વિત્ઝર્લેન્ડનાં કુદરતી દશ્યો છે, યુવાન કાત્યાની જુદૃી જુદૃી મુદ્રાઓ છે. એક્ તસવીર પર એની નજર સ્થિર થઈ જાય છે. તસવીરમાં કાત્યાનું પેટ સહેજ ઊપસેલું દેખાય છે. એનો અર્થ એ થયો કે કાત્યા મૃત્યુ પામી ત્યારે પ્રેગનન્ટ હતી! જ્યોફ એની સાથે આટલો બધો આગળ વધી ગયેલો… ને આ બધી વાત એણે મને ક્યારેય કરી નથી!

સ્ત્રી અંદરથી ખળભળી જાય છે. એક વાર એ પતિને ક્હે છે પણ ખરી કે મને સતત આપણાં ઘરમાં તારી એકસ-લવરના પરફ્યુમની વાસ આવ્યા કરે છે… જોકે પોતે માળિયે ચડીને વરનો ગુપ્ત ખજાનો જોઈ ચુકી છે એ વાત છુપાવે છે. ટેન્શનમાં આવીને એ પણ સ્મોકિંગ શરુ કરી દે છે. પતિ વાઈફને ધરપત આપે છે: ખોટા વિચારો ન કર. આપણાં ઘરસંસારને ક્શું થયું નથી. આપણી વચ્ચે બધું નોર્મલ, પહેલાં હતું એવું થઈ જશે.

એનિવર્સરી પાર્ટીની કેટલાય સમયથી તૈયારી કરતાં હતાં એટલે મન ઊંચાં થઈ ગયાં હોય તોય સેલિબ્રેશન તો કરવું જ પડે. પતિ-પત્ની અને એમના દોસ્તો સરસ તૈયાર થઈને હૉલમાં પહોંચી જાય છે. મોજમસ્તીનો માહોલ છે. સ્ત્રીની એક્ સહેલીએ ક્હેલું: પુરુષો આવા પ્રસંગે બહુ ઈમોશનલ થઈ જતા હોય છે. સ્પીચમાં વાઈફે આખી જિંદગી મારા માટે કેટલું બધું ર્ક્યું છે ને એ ન હોત તો મારું શું થાત ને એવું બધું બોલતાં બોલતાં રડી પડતા હોય છે. જોજે, તારો વર પણ આવું જ કરશે.

એવું જ થયું. પતિ સ્પીચ આપવા ઊભો થયો. દિલથી બોલ્યો. પત્ની પ્રત્યેનો પ્રેમ વ્યકત ર્ક્યો, ધન્યતા વ્યકત કરી. બોલતા બોલતા ભાવવિભોર થઈને રડ્યો પણ ખરો. એ બોલ્યો કે જુવાનીમાં આપણે જે નિર્ણય લઈએ છીએ તે જીવનના સૌથી મહત્ત્વના નિર્ણયો પૂરવાર થતા હોય છે. ચુપચાપ સાંભળી રહેલી પત્નીના મનમાં વિચારોનું ઘમાસાણ શાંત થયું નથી: જ્યોફ ક્યા નિર્ણયની વાત કરી રહ્યો છે? કાત્યા સાથેના સંબંધ બાંધવાનો નિર્ણય કે એ મરી ગઈ પછી મારી સાથે સંબંધ બાંધવાનો નિર્ણય?

સ્પીચ પછી નાચગાન શરુ થાય છે. પતિ એની સ્ત્રીનો હાથ પક્ડીને ભારે ઉમંગથી ડાન્સ કરે છે. એના વર્તનમાં ક્યાંય બનાવટ નથી. એણે ખરેખર પોતાની પત્નીને આખી જિંદગી ખૂબ પ્રેમ ર્ક્યો છે, એને સતત વફાદાર રહ્યો છે. ગીત પૂરું થાય છે. ડાન્સ અટકે છે. સ્ત્રી ઝાટકો મારીને પતિના હાથમાંથી પોતાનો હાથ છોડાવી લે છે. કેમેરા સ્ત્રી પર સ્થિર થાય છે. સ્ત્રીના ચહેરા પર સુખ અને સંતોષની એક રેખા સુધ્ધાં દેખાતી નથી. એની ભીતર ક્શુંક્ તૂટી ગયું છે. એ ક્દાચ વિચારી રહી છે કે પિસ્તાલીસ વર્ષથી એ માનતી આવી હતી કે પતિ આખેઆખો મારો છે, એના હૃદૃય પર હું એક્લી રાજ કરું છું, પણ આ વાત સાવ સાચી નથી. એનો ભ્રમ ભાંગી ચુક્યો છે… બસ, આ ઉચાટભરી ક્ષણ પર ફિલ્મ પૂરી થાય છે.

મૂળ તો આ ડેવિડ કોન્સટેન્ટાઈન નામના લેખક્ની ‘ઈન અનધર ક્ન્ટ્રી’ નામની ટૂંકી વાર્તા છે. ડિરેકટર એન્ડ્રુ હેઈના હાથમાં તે આવી અને એણે ‘ફોર્ટી ફાઈવ યર્સ0 નામની આ સંવેદનશીલ ફિલ્મ બનાવી. સેટ, સિનેમેટોગ્રાફી, એડીટીંગ વગેરે એટલાં બધાં સાદાં છે કે જાણે સ્માર્ટફોનના કેમેરાથી ફિલ્મ શૂટ કરી હોય એવી લાગે. નેચરલ લાઈિંટગમાં લેવાયેલા લાંબા લાંબા ટેક્ ફિલ્મની વિશિષ્ટતા છે. એન્ડ્રુ હેઈ ક્હે છે, ‘મોટે ભાગે પાત્રોની લાગણીઓને એડીટીંગ ટેબલ પર ઊપસાવવામાં આવતી હોય છે – મ્યુઝિક્ ઉમેરીને, રિએકશન શોટ્સ ગોઠવીને… પણ મારે એવું નહોતું કરવું. મારે પતિ-પત્નીના સંબંધમાં જે ફેરફાર થાય છે તે યથાતથ, કોઈ ડ્રામા ક્રિએટ ર્ક્યા વગર, ઓડિયન્સની આંખોની સામે ઊઘાડવા હતા. પતિ-પત્નીના મનમાં બદલાતા ભાવ મારે એક્ જ શોટમાં, એક્ જ ફ્રેમમાં સહજ રીતે કેપ્ચર કરવા હતા. મારી પાસે સર ટોમ ર્ક્ટની અને શાર્લોટ રેમ્પલિંગ જેવાં બ્રિલિયન્ટ સિનિયર એકટર્સ હતાં. લાંબા અન-ક્ટ ટેકસને કારણે એમને પર્ફોમ કરવામાં ખૂબ ફ્રીડમ મળતી હતી.’

સહેજે સવાલ થાય કે બુઢાપો આવી ગયો હોય, લગ્નને પિસ્તાલીસ-પિસ્તાલીસ વર્ષ થઈ ગયાં હોય તે પછી પણ પતિ-પત્ની વચ્ચે આ પ્રકારની ક્ટોક્ટી સર્જાઈ શકે?

‘સાચું ક્હું, સ્ક્રિપ્ટ લખતી વખતે મને પણ આ સવાલ થતો હતો.’ એન્ડ્રુ હેઈ ક્હે છે, ‘પણ હવે હું એ વાતે ક્ન્વિન્સ થયો કે તમે ચાલીસ વર્ષના હો, પચાસ વર્ષના હો કે સિત્તેર વર્ષના… પતિ-પત્નીના સંબંધનું અમુક પ્રકારનું ડાયનેમિક્સ, અમુક લાગણીઓ લગભગ એક્સરખાં રહેતાં હોય છે. અમુક બાબતો ક્યારેય બદલાતી નથી. શૂટિંગ વખતે આ વાત શાર્લોટ અને ટોમે પણ સ્વીકારી એટલે મને નિરાંત થઈ ગઈ હતી.’

બીજો સવાલ એ થાય કે એનિવર્સરી પાર્ટી પછી શું થયું? સ્ત્રીના મનમાં વિશ્ર્વાસભંગ, શંકા અને અસલામતીની લાગણીનાં જે વાદળ ઘેરાયાં હતાં તે વીખરાઈ ગયાં? કે પછી, તેમના સંબંધમાં આટલાં વર્ષે પડેલી તિરાડ પછી ક્યારેય ન સંધાઈ? એન્ડ્રુ ક્હે છે, ‘ફિલ્મનો કેન્દ્રીય મુદ્દો જ આ છે: અત્યંત ગાઢ સંબંધમાં જોડાયેલી બે વ્યકિતઓએ એક્બીજાને કેટલું ક્હેવું? કેટલું છુપાવવું? શું પોતાનાં જીવનની બધ્ધેબધ્ધી વાતો પાર્ટનરને ક્હેવી જરુરી છે? તે શક્ય છે? આનો જવાબ સૌએ પોતપોતાની રીતે આપવાનો છે… અને એનિવર્સરી પાર્ટી પછી શું બન્યું હશે તેનો જવાબ પણ પોતપોતાની રીતે વિચારી લેવાનો છે!’

‘ફોર્ટી ફાઈવ યર્સ’ ખૂબ પાવરફુલ ફિલ્મ છે, પણ એની ગતિ ખાસ્સી ધીમી છે. તમારે તે ધીરજપૂર્વક્ જોવી પડશે. જો તમને આ પ્રકારની ફિલ્મો જોવાનો મહાવરો હશે તો દિવસો સુધી તે મનમાં ઘુમરાતી રહેશે એ તો નક્કી. થિયેટરમાં તક ન મળે તો ડીવીડી પર જોજો… અને હા, સબટાઈટલ્સ ઓન જરુર કરજો.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.