Sun-Temple-Baanner

કાનોત્સવ… એક બાર ફિર


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


કાનોત્સવ… એક બાર ફિર


મલ્ટિપ્લેક્સ: કાનોત્સવ… એક બાર ફિર

Sandesh – Sanskar Purti – 22 May 2016

Multiplex

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે શું શું થયું? કઈ ફિલ્મોએ સૌથી વધારે ધ્યાન ખેંચ્યું? કઈ ફિલ્મો આગામી કેટલાય મહિનાઓ સુધી અને 2017ના ઓસ્કર ફંકશન સુધી ગાજતી રહેવાની?

* * * * *

આ લખાઈ રહ્યું છે ત્યારે બાર દિવસીય કાન ફ્લ્મિ ફેસ્ટિવલ પૂરબહારમાં ખીલ્યો છે અને આ પૂર્તિ તમારા હાથમાં આવશે ત્યારે ફેસ્ટિવલનો અંતિમ દિવસ ચાલતો હશે. કાન (કાન્સ નહીં પણ કાન) ફ્રાન્સમાં દરિયાકાંઠે આવેલું રળિયામણું શહેર છે, જ્યાં દર વર્ષે દુનિયાનો સૌથી મોટો અને સૌથી ગ્લેમરસ ફ્લ્મિ ફેસ્ટિવલ યોજાય છે. વિશ્વભરની ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીની જાણીતી હસ્તીઓ, ખાસ કરીને અભિનેત્રીઓ, આંખો પહોળી થઈ જાય એવાં સુપરસ્ટાઈલિશ ક્પડાં પહેરીને રેડ કાર્પેટ પર મલપતી મલપતી ચાલે છે. આડશને પેલી બાજુ જમા થયેલા ઘેલા ચાહકો તરફ્ સેલિબ્રિટીઓ છુટ્ટી ફ્લાઈંગ ક્સિ ફેંકે છે ને હાથ મિલાવે છે. આ વખતે આતંકવાદી હુમલાનો ડર હોવા છતાં કાન ફ્લ્મિ ફેસ્ટિવલની શાનોશૌકતમાં કશો ફરક નહોતો પડયો. ફેસ્ટિવલના બાર દિવસ દરમિયાન દેખાડાયેલી કેટલીય ફ્લ્મિો હવે મહિનાઓ સુધી ગાજતી રહેવાની અને આગામી ગોલ્ડન ગ્લોબ તેમજ ઓસ્કર સહિતના અગત્યના આંતરરાષ્ટ્રીય અવોર્ડ્ઝ માટે દાવેદાર બનવાની. તો આ વર્ષે કાન ફ્લ્મિ ફેસ્ટિવલમાં કઈ કઈ ફ્લ્મિો ગાજી? કઈ ફ્લ્મિો વિશે ખૂબ ચર્ચાઓ થઈ?

કોઈ પણ ઈન્ટરનેશનલ ફ્લ્મિોત્સવની પહેલી અને છેલ્લી ફ્લ્મિ વિશેષ મહત્ત્વની ગણાય છે. આ વખતે કાન ફ્લ્મિ ફેસ્ટિવલની ઓપનિંગ ફ્લ્મિ હતી, વૂડી એલનની ‘કેફે સોસાયટી’. અગાઉ વૂડીની ‘હોલિવૂડ એન્ડિંગ’ અને ‘મિડનાઈટ ઈન પેરિસ’ કાનમાં ઓપનિંગ ફ્લ્મિો બની ચૂકી છે. ‘કેફે સોસાયટી’ના મસ્ત રિવ્યૂઝ આવ્યા છે. એંસી વર્ષના વૂડીદાદાની આ ઓગણપચાસમી ફ્લ્મિ છે! શું છે આ ફાંક્ડી રોેમેન્ટિક કોમેડીમાં?

૧૯૩૦ના દાયકાનો સમયગાળો છે. બોબી નામનો એક જુવાનિયો હોલિવૂડમાં નસીબ અજમાવવા માટે આવે છે. એ હાઈ સોસાયટીના લોકો સાથે હળેમળે છે અને ન્યુયોર્કની એક સોશ્યલાઈટના પ્રેમમાં પડે છે. ફ્લ્મિમાં ગ્લેમર વર્લ્ડનાં પાત્રો છે, પ્લેબોય્ઝ છે, રાજકરણીઓ છે અને ઈવન ગેંગસ્ટર પણ છે. ભલે વૂડી એલનની શ્રેષ્ઠતમ ફ્લ્મિોની હરોળમાં બેસી શકે એવી આ ફ્લ્મિ નથી,પણ વૂડીના ચાહકોને ‘કેફે સોસાયટી’માં જલસો પડવાનો છે.

હોલિવૂડની આ વર્ષની એક મેજર ફ્લ્મિનું કાન ફેસ્ટિવલમાં પ્રિમીયર થયું. એ છે સ્ટિવન સ્પિલબર્ગની ‘ધ બીએફ્જી’ એટલે કે બિગ ફ્રેન્ડલી જાયન્ટ. રોનાલ્ડ ડેલની મસ્તમજાની નવલક્થાઓ પરથી નાના-મોટા સૌને જોવી ગમે તેવી એકધિક ફ્લ્મિો બની છે. ‘ધ બીએફ્જી’માં એક રાક્ષસી કદનું કિરદાર છે, જે ડરામણું હોવા છતાં દોસ્તાર બનાવવાનું મન થાય એેવું મીઠડું છે અને જે બાળકેને સપનાં વહેંચવાનું કામ કરે છે. એ કેટલાક આસુરી તત્ત્વો સામે લડવા માગે છે અને આ કામ માટે એક કયુટ બેબલીને અનાથાશ્રમમાંથી ઉપાડી જાય છે. ‘ધ બીએફ્જી’ પર સમીક્ષકે ન્યુયોર્ક – લોસ એન્જલસ ઓવારી ગયા નથી, બટ હુ કેર્સ? સ્ટિવનસાહેબની પિકચર જોવાની એટલે જોવાની.

રસલ ક્રો અને રાયન ગોસલિંગને ચમકાવતી ‘ધ નાઈસ ગાઈઝ’ નામની મસાલા હોલિવૂડ ફ્લ્મિમાં બે અક્કલબઠ્ઠા ડિટેકિટવ્ઝનાં પરાક્રમોની વાત છે, તો રોબર્ટ દ નીરોેને ચમકાવતી ‘હેન્ડ્સ ઓફ્ મોન્સ્ટર’ બોકિંસગ મૂવી છે. હોલિવૂડમાં બોકિંસગ પણ એક જોનર છે, ફ્લ્મિનો આખેઆખો પ્રકાર છે.

હોલિવૂડની જ વાત નીક્ળી છે તો ભેગાભેગી ‘મની મોન્સ્ટર’ની પણ વાત કરી લઈએ. આ ફ્લ્મિ યુરોપ-અમેરિક અને કાન ફ્લ્મિ ફેસ્ટિવલની ભેગાભેગી ઇન્ડિયામાં પણ રિલીઝ થઈ છે. કેવી મજા! જો ટિપિક્લ મસાલા એન્ટરટેઈનમેન્ટ જોઈતું હોય તો ‘મની મોન્સ્ટર’ પરફેકટ ફ્લ્મિ છે. કાસ્ટિંગ સુપર છે – જ્યોર્જ કલૂની અને જુલિયા રોબર્ટ્સ. ફ્લ્મિ ડિરેક્ટર જુડી ફોસ્ટર સ્વયં ઉત્તમ અભિનેત્રી છે. ફ્લ્મિમાં જ્યોર્જ કલૂની એક ફયનાન્શિયલ ટીવી ચેનલ પર શેરબજારની આડીટેઢી ચાલ વિશે કમેન્ટ્સ આપતો હાઈ પ્રોફાઈલ મની એકસપર્ટ બન્યો છે. જુલિયા રોબર્ટ્સ એની પ્રોડયુસર છે. બને છે એવું કે એક હાઈટેક કંપનીના શેર રહસ્યમય રીતે અચાનક ગબડી પડે છે. આ ક્ંપનીમાં રોકાણ કરનારો એક ફાટેલા મગજનો આદમી ટીવી ચેનલના સ્ટુડિયોમાં ઘૂસી જઈને ચાલુ શોએ જ્યોર્જ કલૂની પર બંદૂક તાકીને ઊભો રહી જાય છે. દુનિયા આખી આ નાટક ટીવી પર લાઈવ જોઈ રહી છે અને આવી કટોક્ટીભરી પરિસ્થિતિમાં જુલિયા રોબર્ટ્સ પછી માર્ગ કાઢે છે. ફ્લ્મિ મહાન નથી, પણ આ પ્રકારના થ્રિલરના રસિયાઓને આમાં મજા પડે એવું છે.

મસાલા ફ્લ્મિો તરફ્થી હવે આર્ટી-આર્ટી ફ્લ્મિો તરફ્ આવીએ. વર્ષો પહેલાં મુંબઈ ફ્લ્મિ ફેસ્ટિવલમાં ‘ફ્શિ ટેન્ક્’ નામની તદ્દન લો-બજેટ ઓફ્બીટ ફ્લ્મિ જોઈ હતી. એક તદ્દન નિમ્નમધ્યવર્ગીય અને ડિસ્ફ્ંક્શનલ બ્રિટિશ પરિવારની વિદ્રોહી ટીનેજ છોકરીની એમાં વાત હતી. એન્દ્રીયા આર્નોલ્ડ નામની ડિરેક્ટરે બનાવેલી આ ફ્લ્મિ દિમાગ પર એવી ચોંટી ગઈ હતી કે મહિનાઓ સુધી ઊખડવાનું નામ નહોતી લેતી. સમજાતું નહોતું કે ‘ફ્શિ ટેન્ક્’માં એવું તે શું હતું કે ભુલાતી નથી? આ વખતે કાન ફ્લ્મિોત્સવમાં એન્દ્રીયા આર્નોલ્ડની લેટેસ્ટ ફ્લ્મિ ‘અમેરિકન હની’નું સ્ક્રીનિંગ થયું. આ એક રોડ મૂવી છે અને આમાં પણ વિદ્રોહી યૂથની વાત છે. આર્ટી-આર્ટી ફ્લ્મિો જોવાનો મહાવરો ન હોય એવા દશર્કેને એન્દ્રીયા આર્નોલ્ડની ફ્લ્મિ જોઈને એવું લાગી શકે કે એડિટિંગ થયા વગરનો સીધેસીધો રફ ક્ટ મૂકી દીધો છે કે શું.

વર્લ્ડ સિનેમામાં સ્પેનિશ ફ્લ્મિમેકર પેડ્રો અલ્મોડોવરનું નામ બહુ મોટું છે. ‘ઓલ અબાઉટ માય મધર’ એમની ઓલ-ટાઈમ-ગ્રેટ કલાસિક ફ્લ્મિ ગણાય છે. કાનમાં આ વખતે પેડ્રો અલ્મોડોવરની વીસમી ફ્લ્મિ ‘જુલિએટા’નું સ્ક્રીનિંગ થયું. આ ફ્લ્મિ નોબલ પ્રાઈઝ વિનર સાહિત્યકાર એલિસ મુનરોની ‘રનવેઝ’ નામના વાર્તાસંગ્રહની ત્રણ નવલિકાઓ પર આધારિત છે. જુલિએટા નામની એક સ્ત્રી છે, જેની દીકરી અઢાર વર્ષની થતાં વેંત કોણ જાણે કયાં ગાયબ થઈ ગઈ હતી. કોઈ માહિતી નહીં, કોઈ ખુલાસો નહીં. બાર વર્ષે અચાનક દીકરી સાથે એનો ભેટો થાય છે. મહાન હોય કે ન હોય, પણ પેડ્રો અલ્મોડોવરના ચાહકોને મજા પડી જાય એવી આ ફ્લ્મિ છે.

છેલ્લા ઓસ્કર ફ્ંક્શનમાં ક્ંઈ કેટલાય એવોર્ડ્ઝ ઉસરડી ગયેલી ‘મેડ મેકસઃ ફ્યુરી રોડ’ની હિરોઈન ચાર્લીઝ થેરોન આજકલ ખૂબ હોટ-એન્ડ-હેપનિંગ ગણાય છે. એની લેટેસ્ટ ફ્લ્મિ ‘ઘ લાસ્ટ ફેસ’ માટે દેખીતી રીતે જ કાનોત્સવમાં ખૂબ ઉત્સુક્તા ફેલાયેલી હતી. ફ્લ્મિ એના એકસ-બોયફ્રેન્ડ શૉન પેને ડિરેક્ટ કરી છે. ફ્લ્મિમાં ચાલીર્ઝ અને જેવિયર બર્ડેમ (અગેન, અફ્લાતૂન એકટર) યુદ્ધમાં ખુવાર થઈ ગયેલા આફ્રિકન દેશમાં ઘાયલોની સારવાર કરતાં માનવતાવાદી ડોકટરો બન્યાં છે.

ઓકે. બહુ થઈ ગઈ વિદેશી ફ્લ્મિોની વાતો. હવે કાન-૨૦૧૬માં પ્રદર્શિત થયેલી ઇન્ડિયન ફ્લ્મિોની વાત કરીએ. સૌથી પહેલું નામ અનુરાગ ક્શ્યપની ‘રામન રાઘવ ૨.૦’નું લેવું પડે. સાઠના દાયકમાં સિરિયલ ક્લિર રામન રાઘવે આતંક મચાવી દીધો હતો. ફ્લ્મિ તો ઠીક, ટચૂક્ડા પ્રોમો પરથી જ લાગે છે કે નવાઝુદ્દિન સિદ્દીકીએ ગજબનું પર્ફેર્મન્સ આપ્યું છે ટાઈટલ રોલમાં. ‘બોમ્બે વેલ્વેટ’ની ભયંકર નિષ્ફ્ળતાનો ભાર વેંઢારી રહેલા અનુરાગ ક્શ્યપ માટે ‘રામન રાઘવ ૨.૦’ સફ્ળ થાય અથવા એટલીસ્ટ વખણાય તે ખૂબ જરૂરી બની રહેવાનું.

ઐશ્વર્યા રાયનાં નામની પાછળ ‘બચ્ચન’નું પૂંછડૂં લાગ્યું નહોતું ત્યારથી, રાધર, એનાં અનેક વર્ષો પહેલાંથી એ કાન ફ્લ્મિ ફેસ્ટિવલમાં નિયમિતપણે હાજરી આપે છે. ઐશ્વર્યાની લેેટેસ્ટ ફ્લ્મિ ‘સરબજિત’નું પ્રમોશન કાનમાં ન થયું હોત તો જ નવાઈ ગણાત.

આ ઉપરાંત ભારતની ‘ધ સિનેમા ટ્રાવેલર્સ’ નામની ડોકયુમેન્ટરી દેખાડાઈ હતી. ઝપાટાભેર લુપ્ત થઈ રહેલી હરતીફરતી ટોકીઝ પર શર્લી અબ્રાહમ અને અમિત મધેશીયા નામનાં બે ઉત્સાહીઓએ આઠ વર્ષ મહેનત કરીને આ ફ્લ્મિ બનાવી છે. કાનમાં આ વખતે સિનેમા હિસ્ટરી પર આખું સેકશન હતું જેમાં ‘ધ સિનેમા ટ્રાવેલર્સ’ સહિત દુનિયાભરની નવ ડોકયુમેન્ટરી પેશ થઈ હતી. આ સિવાય આદિત્ય વિક્રમ સેનગુપ્તાની ‘મેમરીઝ ઓફ્ માય મધર’, નેપાલી ભાષામાં બનેલી ડિપ્લોમા સ્ટુડન્ટ ફ્લ્મિ ‘ગુધ’ (સૌરવ રાય), ‘બાહુબલિ’ (ર્ફ્સ્ટ પાર્ટ, આપણે સૌ જેની અધ્ધર જીવે રાહ જોઈ રહૃાા છીએ તે સેકન્ડ પાર્ટ નહીં), માઉન્ટ ઓફ્ એકસેલન્સ’ (મૈત્રેયી બુદ્ધા પર બનેલી ડોકયુમેન્ટરી જેમાં ક્બીર બેદી સૂત્રધાર બન્યા છે) વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય ભારતની ખૂબ બધી શોર્ટ ફ્લ્મ્સિનું સ્ક્રીનિંગ પણ થયું હતું.

અચ્છા, કાન ફ્લ્મિ ફેસ્ટિવલ ૨૦૧૬ની કલોઝિંગ ફ્લ્મિ કઈ છે જેનું આજે સ્ક્રીનિંગ થવાનું છે? ‘ડોગ ઈટ ડોગ’. ડિરેક્ટર? પોલ શકદર. એક્ટર? નિકેલસ કેજ અને વિલિયન ડેફે. ફ્લ્મિના રસિયાઓએ આ લેખમાં ઉલ્લેખ પામેલી બધી ફ્લ્મિોનાં નામ નોંધી રાખીને તક મળે ત્યારે જોઈ કાઢવા જેવી છે.

શો-સ્ટોપર

૨૦૧૦ પહેલાં હું બહુ આદર્શવાદી એક્ટર હતો. સિનેમામાં અમુક વસ્તુ આવી જ હોવી જોઈએ, અમુક વસ્તુ ન જ કરાય ને એવું બધું માનતો. મારા આવા એટિટયુડને કરણે હું ત્રણ વર્ષ સુધી ઘરે બેકાર બેસી રહૃાો ને મારા બધા વિચારો, બધો આદર્શવાદ વરાળ થઈને હવામાં ઓગળી ગયા.

– રંદીપ હૂડા

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.