Sun-Temple-Baanner

એક વોચમેનની ફ્લ્મિી સફરઃ બિંદીયાથી બચ્ચન સુધી


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


એક વોચમેનની ફ્લ્મિી સફરઃ બિંદીયાથી બચ્ચન સુધી


મલ્ટિપ્લેક્સ – એક વોચમેનની ફ્લ્મિી સફરઃ બિંદીયાથી બચ્ચન સુધી

Sandesh – Sanskar Purti – 26 June 2016

મલ્ટિપ્લેક્સ

જબરી ભેદી છે આ અભિનયક્ષમતા નામની વસ્તુ. તે કયારે, કોનામાં, શા માટે અને શી રીતે પ્રગટી જાય છે એની કયાં કોઈને ખબર પડે છે? પુત્રનાં લક્ષણ પારણામાં દેખાય જ તે કંઈ જરૂરી નથી. જો એમ જ હોત તો ગંદીગોબરી ફ્લ્મિો જોઈને મોટો થયેલો નવાઝુદ્દીન નામનો છોકરો આગળ જતાં અફલાતૂન એક્ટર નહીં પણ કશુંક ભળતું જ બન્યો હોત.

* * * * *

‘યુપીના મારા બુધના ગામમાં સિનેમા હૉલના નામે એક પતરાવાળું કચુંપાકું મકાન જ હતું. એમાં ફ્ક્ત સી-ગ્રેડની ફ્લ્મિો લાગતી. ‘રંગા ખુશ’, ‘બિંદીયા ઔર બંદૂક’ ને એ ટાઈપનાં ટાઈટલ હોય. કયારેક ટોકીઝવાળા ફ્લ્મિની વચ્ચે પોર્નોગ્રાફીની કિલપ ઘુસાડી દેતા. હું ને મારા દોસ્તારો ટોકીઝની બહાર શો પૂરો થાય એની રાહ જોતા ઊભા રહેતા. લોકો બહાર નીક્ળે એટલે એમને અધીરાઈથી પૂછતાઃ આમાં (નાગડાપૂગડા) સીન-બીન નાખ્યાં છે કે? જો નાખ્યાં હોય તો ફ્લ્મિ જોવાની! બસ, હું આવી બધી ફ્લ્મિો જોઈને મોટો થયો છું!

આજે ભારતના સર્વશ્રેષ્ઠ અભિનેતાઓમાં જેની ગણના થાય છે એ નવાઝુદ્દીન સિદ્દીકીના આ શબ્દો છે! ખરેખર, જબરી ભેદી છે આ અભિનયક્ષમતા નામની વસ્તુ. તે કયારે, કોનામાં, શા માટે અને શી રીતે પ્રગટી જાય છે એની કયાં કોઈને ખબર પડે છે? પુત્રનાં લક્ષણ પારણામાં દેખાય જ તે કંઈ જરૂરી નથી. જો એમ જ હોત તો આવી ગંદીગોબરી ફ્લ્મિો જોઈને મોટો થયેલો નવાઝુદ્દીન નામનો છોકરો આગળ જતાં કોણ જાણે શું બન્યો હોત.

જોકે સાવ એવુંય નહોતું કે નવાઝુદ્દીને તરુણાવસ્થામાં ફ્ક્ત ન જોવા જેવી ફ્લ્મિો જ જોઈ છે. એમનાં બુધના ગામથી ચાલીસ ક્લિોમીટરના અંતરે મુઝફ્ફરનગર શહેરમાં સારાં માંહૃાલી રેગ્યુલર હિન્દી ફ્લ્મિો લાગતી. આજની તારીખેય નવાઝુદ્દીનનાં બુઢાં માબાપ દીકરાની ફ્લ્મિ જોવી હોય તો બુધનાથી છેક મુઝફ્ફરનગર સુધી લાંબાં થાય છે. નવાઝના પિતાજી ખેતીકામ કરતા. આજે ય કરે છે. નવાઝુદ્દીનને નાનાં આઠ ભાઈ-બહેનો. કુલ સાત ભાઈઓ, બે બહેનો. જેમતેમ કરીને બધાં ભણ્યાં ખરાં. મારાં ગામમાં ત્રણ જ વસ્તુની બોલબાલા છે – ગેહૂં, ગન્ના અને ગન (ઘઉં, શેરડી અને બંદૂક), નવાઝુદ્દીન સિદ્દીકી એક મુલાકાતમાં ક્હે છે, ‘અમારે ત્યાં ગન ક્લ્ચરની બોલબાલા છે. મર્ડર, લૂંટફાટ, ચોરી વગેરે બહુ સામાન્ય વાત ગણાય. વચ્ચે હું એકાદ અઠવાડિયું મારે ગામ ગયેલો. આ સાત દિવસમાં હત્યાના છ ક્સ્સિા બન્યા. આમાંના મોટા ભાગના ક્સ્સિા ઑનર ક્લિીંગના હતા. પોલીસ પણ આવી બાબતોમાં વચ્ચે પડતી નથી. લૉ-એન્ડ-ઓર્ડર જેવું ક્શું છે જ નહીં. આવા માહોલથી બચવા માટે જ મેં ગામ છોડયું હતું.’

નવાઝુદ્દીન બીએસસી વિથ કેમિસ્ટ્રી કરી રહૃાા હતા. અધવચ્ચેથી વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં શિફ્ટ થયા. ભણતર પૂરું કરીને વડોદરામાં જ એક પેટ્રોકેમિક્લ ક્ંપનીમાં નોકરી કરવા માંડયા. એ જ અરસામાં એમને સમજાવા માંડયું હતું કે આપણે ખોટી લાઈનમાં આવી ગયા છીએ. નવાઝુદ્દીન વડોદરા છોડીને દિલ્હીમાં ચાલ્યા ગયા, પોતાના દોસ્તો પાસે. એક વાર યોગાનુયોગે કોઈ નાટક જોવાનો અવસર ઊભો થયો.

‘હું તો નાટક જોઈને હું જબરો પ્રભાવિત થઈ ગયો હતો!’ તેઓ ક્હે છે, ‘જે આંખ સામે, મંચ પર ભજવાતું હતું એ અસલી હતું. ઉલઝન નામનાં એક નાટક્માં મનોજ બાજપાઈ એમાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા. ઓડિયન્સ સાથેની એમની જે કેમિસ્ટ્રી બની હતી તે જોઈને હું આભો થઈ ગયો. મનોજ રડે તો ઓડિયન્સ પણ રડે, મનોજ હસે તો ઓડિયન્સ પણ હસે. મને થયું કે આ તો મારું બેટું જબરું છે. સ્ટેજ પર એક્ટિંગ કરવી એ એક્ટર માટે બોડી સ્કેન કરાવવા જેવું છે. ઓડિયન્સ તમારું બધ્ધેબધ્ધું જોઈ શકે છે, ફીલ કરી શકે છે. મંચ પર થતો અભિનય એક ન્યુડ આર્ટ છે. નાટક જોતી વખતે ઓડિયન્સને એક્ટરનું બેક્ગ્રાઉન્ડ શું છે, એ કોણ છે, કયાંથી આવ્યો છે, કોનો દીકરો છે એવી ક્શી જ પરવા હોતી નથી. જેવી એક્ટરની એક્ટિંગ, એવો ઓડિયન્સનો રિસ્પોન્સ. મને જબરદસ્ત ખેંચાણ થયું આ વસ્તુથી.’

દિલ્હીના પહેલાં છ મહિનામાં નવાઝુદ્દીને સિત્તેર જેટલાં નાટકે જોઈ નાખ્યાં. એમને સમજાઈ ગયું કે મારે લાઈફ્માં આ જ કામ કરવાનું છે – થિયેટરમાં લાઈવ ઓડિયન્સ સામે એકિટંગ! ખબર નહોતી કે પોતે અભિનય કરી શક્શે કે નહી છતાંય એક થિયેટર ગ્રૂપ જોઈન કરી લીધું. શરૂઆત, નેચરલી, બેક્સ્ટેજથી થઈ. ક્લાકારોને ચા-પાણી આપવાના, જગ્યા વાળીચોળીને સાફ્ કરવાની, વગેરે. સ્ટ્રીટ-પ્લે ર્ક્યા. દિલ્હીમાં ટકી રહેવા માટે થોડુંઘણું ક્માવું તો પડે જ. એક જગ્યાએ નાઈટ વોચમેનની નોકરી મળી શકે તેમ હતી. લઈ લીધી. રાતે વોચમેન તરીકે ફરજ બજાવવાની, દિવસે નાટકે કરવાનાં. નાસ્તામાં ચા-બિસ્ક્ટિ, લંચમાં ચા-બિસ્ક્ટિ ને રાતે ડિનરમાં પણ ચા-બિસ્ક્ટિ. થિયેટરનો ચટકો લાગ્યો હોય એવા લોકો માટે દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ્ ડ્રામા (એનએસડી) અલ્ટિમેટ જગ્યા છે. એનએસડીમાં એડમિશન લેવું અતિ મુશ્કેલ કામ ગણાય છે. ઈવન મનોજ વાજપાઈને ત્રણ-ચાર વાર ટ્રાય ર્ક્યા પછી પણ અહીં એડમિશન નહોતું મળ્યું. સદનસીબે નવાઝુદ્દીનને મળી ગયું. એનએસડીમાં નવાઝુદ્દીન સામે અભિનયની નવી દુનિયા ખૂલી ગઈ. એમને ભાન થયું કે પોતે ઈન્ટેન્સ અને ભારે રોલ પણ કરી શકે છે.

૧૯૯૬માં એનએસડીમાં કોર્સ પૂરો થઈ ગયા પછી દિલ્હીમાં નાટકે કરવાનું ચાલુ રાખ્યું. દિલ્હીની થિયેટર સરક્ટિ પૈસાના મામલામાં કાયમ ગરીબ રહી છે. દિલ્હીનાં બધું મળીને સાતેક વર્ષ ગાળ્યાં, જેમાંના મોટા ભાગનો સમય કંગાલિયતમાં વીત્યો. આમ છતાંય એક્ટિંગ-બેક્ટિંગના ધખારા છોડીને બીએસસી કેમિસ્ટ્રીની ડિગ્રીના જોરે ચુપચાપ નોકરી કરવાનો વિચાર સુધ્ધાં નહોતો આવતો.

‘કરીશ તો એક્ટિંગ જ, નહીં તો ભૂખે મરીશ! પછી વિચાર આવ્યો કે, જો ભૂખે જ મરવાનું હોય તો મુંબઈ જઈને મરું. મુંબઈમાં થિયેટર ઉપરાંત ટીવી છે, સિનેમા છે. મારા જેવાને કયાંક ને કયાંક તો કામ મળી જ જશે.’

એમ આસાનીથી કામ મળી જતું હોત તો પૂછવું જ શું. પહેલાં દિલ્હીએ સ્ટ્રગલ કરાવી, હવે મુંબઈએ વારો કઢયો. નવાઝુદ્દીને ટીવી સિરિયલોમાં ટ્રાય કરી જોઈ. ટીવી પર એ સમયે એક્તા ક્પૂરની ઝાક્ઝમાળભરી સિરિયલો રાજ કરતી હતી. ગોરા-ચીટ્ટા છોકરાઓ હીરો બનતા (આજની તારીખેય આવા છોકરાઓ જ મેઈન લીડ કરે છે). નવાઝુદ્દીન જેવા અતિ મામૂલી દેખાવવાળા માણસને કોણ ઊભું રાખે? એક વાર નસીબજોગે કયાંક ભિખારીના રોલ માટે એક્ટરની જરૂર પડી, પણ આ રોલ માટે નવાઝુદ્દીનના છ ફૂટ ઊંચા બોડી-બિલ્ડર દોસ્તને સિલેકટ કરવામાં આવ્યો! નવાઝુદ્દીનને સમજાઈ ગયું કે આ હિન્દી સિરિયલોની દુનિયા મારા માટે નથી.

એમણે ફ્લ્મિો તરફ્ નજર દોડાવી. તેઓ પ્રોડક્શન હાઉસીસની બહાર ચૂપચાપ ઊભા રહે. કામ માગવામાં શરમ આવે એટલે મનોમન પ્રાર્થના કરતા રહે કે કોઈ ડિરેક્ટર-પ્રોડયુસર અહીંથી પસાર થાય ને મારા પર ધ્યાન જાય ને મને સામેથી બોલાવીને કામ આપે! આવું કયારેય બન્યું નહીં. હા, એક વાર આશા જરૂર બંધાઈ હતી. એ જમાનામાં નવાઝુદ્દીનને મોબાઈલ ફોન પરવડતો નહીં એટલે પેજર રાખતા. એક વાર તેઓ બસમાં ક્શેક જઈ રહૃાા હતા ત્યારે પેજર પર મેસેજ આવ્યોઃ પ્લીઝ કોલ ઈમિડીએટલી. મેસેજ મોક્લનારનું નામ હતુંં, સુભાષ ઘાઈ! નવાઝુદ્દીન રોમાંચિત થઈ ગયા. બસમાંથી ઉતરીને એસટીડી-પીસીઓનું બૂથ શોધ્યું એટલી વારમાં તો મનમાં હજાર જાતનાં સપનાં જોઈ નાખ્યાં. ધડક્તા હૃદયે ફોન ર્ક્યો. સામેના છેડે એમનો જ કોઈ ટિખળી દોસ્ત નીક્ળ્યો. નવાઝુદ્દીનની ટાંગ ખેંચવા માટે એણે પેલો ખોટેખોટો મેસેજ મોક્લ્યો હતો. નવાઝુદ્દીનનું દિલ તૂટી ગયું.

આવા અપમાનજનક સમયમાં પણ નવાઝુદ્દીનને પાછા ઉત્તરપ્રદેશ વતન ભાગી જવાનું મન થતું નહોતું. કેવી રીતે થાય? ત્યાં દોસ્તારો-સગાસંબંધીઓ મેણાંટોણાં મારવા માટે તૈયાર જ બેઠા હતાઃ ચલા મુરારિ હીરો બનને… આવ્યો મોટો હીરો બનવાવાળો! હવે તો વટનો સવાલ હતો. સ્ટ્રગલ ચાલુ રહી. જો માણસમાં ખરેખર દમ હોય તો સંઘર્ષ એને તોડી શક્તો નથી, બલકે એને મજબૂત બનાવી દે છે. નવાઝુદ્દીનના ક્સ્સિામાં પણ એવું જ બન્યું. ધીમે ધીમે ફ્લ્મિોમાં ટોળાનાં સીનમાં ઊભા રહેવાનો ચાન્સ મળવા લાગ્યો. કયારેક પાસિંગ શોટ (હીરો-હીરોઈનની આસપાસ પસાર થતા લોકો તરીકે)માં કેમેરા સામે આવવાની તક મળતી. ક્રમશઃ સમયગાળો વધતો ગયો. ‘સરફરોશ’ (૧૯૯૯)માં ૪૦ સેક્ન્ડનો રોલ મળ્યો. મનોજ બાજપાઈની ‘શૂલ’ (૧૯૯૯)માં ટચુક્ડો વેઈટરનો રોલ મળ્યો. ‘મુન્નાભાઈ એમબીબીએસ’ (૨૦૦૩)માં પાકીટમારનો એકાદ મિનિટનો રોલ મળ્યો.

એક વાર રામગોપાલ વર્માની ‘સત્યા’ના સેટ પર ફ્લ્મિના લેખક અનુરાગ ક્શ્યપ સાથે ભેટો થઈ ગયો. અનુરાગ ખુદ એ વખતે ફ્લ્મિ ડિરેક્ટર તરીકે બ્રેક મેળવવા માટે સ્ટ્રગલ કરી રહૃાા હતા. નવાઝુદ્દીનનો ‘સરફરોશ’વાળો સીન એમને યાદ હતો. નવાઝુદ્દીને એમની સામે પોતાનાં કોઈ નાટક્નો એકાદ સીન ભજવી બતાવ્યો. પ્રભાવિત થયેલા અનુરાગે ક્હૃાું – દોસ્ત, મારી ફ્લ્મિનો મેળ પડશે તો હું ચોક્કસ તને કામ આપીશ. અનુરાગે વચન પાળી બતાવ્યું. એમણે ‘બ્લેક ફ્રાઈડે’ (૨૦૦૭) બનાવી ત્યારે નવાઝુદ્દીનને વ્યવસ્થિત રોલ આપ્યો. નવાઝુદ્દીનનો આ પહેલો પ્રોપર રોલ. ક્મનસીબે આ ફ્લ્મિ બૅન થઈ ગઈ.

પણ આ એ સમયગાળો હતો જ્યારે હિન્દી સિનેમા કરવટ બદલી રહી હતી. મલ્ટિપ્લેકસ ક્લ્ચરને કારણે અલગ સેન્સિબિલિટીવાળા ડિરેક્ટરો વેગળા પ્રકરની સ્મોલ બજેટ ફ્લ્મિો બનાવી શક્તા હતા. નવાઝુદ્દીનને આ પરિવર્તન ભરપૂર લાભ મળ્યો. એમણે ‘પતંગ’ અને ‘મિસ લવલી’ જેવી આર્ટહાઉસ ફ્લ્મિો કરી જે ફ્લ્મિ ફેસ્ટિવલ સરક્ટિમાં ખૂબ વખણાઈ. રેગ્યુલર પ્રેક્ષકેએ નવાઝુદ્દીનને વ્યવસ્થિત રીતે પહેલી વાર જોતા ‘પિપલી લાઈવ’ (૨૦૦૯)માં. ત્યાર બાદ યશરાજ બેનરની ‘ન્યુ યોર્ક’ (૨૦૦૯) આવી, વિદ્યા બાલનવાળી ‘ક્હાની’ (૨૦૧૧) આવી. આ સિવાય પણ બીજી ઘણી ફ્લ્મિો આવી. બોલિવૂડમાં નવાઝુદ્દીનની ઓળખ બનવા લાગી. ઓડિયન્સ એમને નામથી ને ચહેરાથી ઓળખવા લાગ્યા. ૨૦૧૧-‘૧૨માં આવેલી અનુરાગ ક્શ્યપના ‘ગેંગ્સ ઓફ્ વાસેપુર’ના બન્ને ભાગથી સમજોને કે નવાઝુદ્દીન સિદ્દીકી બોલિવૂડમાં સજ્જડ રીતે પ્રસ્થાપિત થઈ ગયા.

નવાઝુદ્દીનનો આશ્ચર્યકારક વિજય તો ત્યારે થયો ગણાય જ્યારે સલમાન ખાનની ‘કિક’ (૨૦૧૪) જેવી મેઈનસ્ટ્રીમ મસાલા ફ્લ્મિમાં એમને વિલનનો રોલ મળ્યો. એ જ વર્ષે આવેલી ‘બદલાપુર’ અને ‘બજરંગી ભાઈજાન’ જેવી બ્રિલિયન્ટ અને હિટ ફ્લ્મિોમાં નવાઝુદ્દીનનાં મસ્ત પર્ફોર્મન્સ જોઈને ઓડિયન્સ નવેસરથી એમના પ્રેમમાં પડયું. એક જમાનામાં જેમની ફ્લ્મિનાં પોસ્ટરો જોઈને ફેન્ટસીની દુનિયામાં ખોવાઈ જતા હતા એવા અમિતાભ બચ્ચનની ‘તીન’ (૨૦૧૬)માં એમને સમક્ક્ષ રોલ મળ્યો. ગયા શુક્રવારે રિલીઝ થયેલી અનુરાગ ક્શ્યપની ‘રામન રાઘવ ૨.૦’માં નવાઝુદ્દીન ટાઈટલ રોલ નિભાવે છે. હવે પછી શાહરૂખ ખાન સાથે ‘રઈસ’માં દેખાશે,ઓલરેડી વિવાદમાં ઘેરાઈ ચૂકેલી અને ગુજરાતની પૃષ્ઠભૂમિ ધરાવતી ‘હરામખોર’ નામની ફ્લ્મિમાં ટીનએજ ક્ન્યા સાથે અનૈતિક સંબંધ બાંધનારા ટીચરના રોલમાં દેખાશે. આજે નવાઝુદ્દીન સિદ્દીકી જાહેરાતોમાં દેખાય છે, બ્રાન્ડ એન્ડર્સોમેન્ટ કરે છે. જેનું નાટક જોઈને એકટર બનવાની પ્રેરણા મળી હતી એવા મનોજ બાજપાઈ કરતાં ય આજે નવાઝુદ્દીન સિદ્દીકી આજે આગળ નીક્ળી ગયા હોય તેવી છાપ ઊભી થાય છે.

નવાઝુદ્દીન સિદ્દીકી ક્હે છે, ‘ફ્લ્મિોમાં મને કંઈ રાતોરાત સફ્ળતા મળી નથી. મને કંઈ લોટરી લાગી નથી. અત્યારે જ્યાં છું ત્યાં પહોંચવા માટે મેં ખૂબ ભોગ આપ્યો છે ને પાર વગરના રિજેક્શન સહ્યા છે. ક્દાચ હું ખુદ સફ્ળતા માટે તૈયાર નહોતો. મને આખી ગેમ ધીમે ધીમે સમજાઈ છે, પણ ત્યાં સુધીમાં વર્ષો વીતી ગયાં હતાં.’

ખેર, આજે નવાઝુદ્દિન સિદ્દીકીની ગાડી ટોપ ગિયરમાં દોડી રહી છે. આવનારાં ઘણાં વર્ષો સુધી એમની ગાડી ધીમી પડે એવા આસાર નથી.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.