Sun-Temple-Baanner

મણિ રત્નમે પોતાની પહેલી ફ્લ્મિ શી રીતે બનાવી?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


મણિ રત્નમે પોતાની પહેલી ફ્લ્મિ શી રીતે બનાવી?


મલ્ટિપ્લેક્સ – મણિ રત્નમે પોતાની પહેલી ફ્લ્મિ શી રીતે બનાવી?

Sandesh – Sanskar Purti – 12 June 2016

મલ્ટિપ્લેક્સ

જો સ્ક્રિપ્ટ ખરેખર સારી હોય, માણસ જેન્યુઈન હોય અને તેના ઈરાદામાં ક્શી ખોટ ન હોય તો સિનિયર અને અનુભવી કલાકારો પણ ન્યુક્મર સાથે કામ કરવા તૈયાર થઈ જતા હોય છે. મણિ રત્નમ સાથે એક્ઝેક્ટલી આવું જ બન્યું હતું.

* * * * *

આ મહિને મણિ રત્નમ બાસઠમા વર્ષમાં પ્રવેશ્યા. મણિ રત્નમ વિશે વાત માંડીએ ત્યારે આ મહાશય એટલે કોણ એવું જણાવવાની જરૂર હોય છે ખરી? ચાલો, ઔપચારિક્તા ખાતર અને એમના વિશે ક્શું જ ન જાણતા હોય એવા સંભવિત વાચકો ખાતર નોંધી લઈએ કે મણિ રત્નમ એટલે વર્તમાન ભારતીય સિનેમાના સર્વોત્તમ ફ્લ્મિમેકરોમાંના એક જેે દેશના ઓલ-ટાઈમ-ગ્રેટ ડિરેકટર્સની સૂચિમાં પણ ઝળક્વા લાગ્યા છે. આ સાઉથ ઈન્ડિયન ફ્લ્મિમેકરની ‘રોજા’, ‘બોમ્બે’, ‘દિલ સે’, ‘યુવા’ અને ‘ગુુરુ’ જેવી ફ્લ્મિોને ભારતભરના ઓડિયન્સે ખૂબ માણી છે. ક્મર્શિયલ મેઈનસ્ટ્રીમ ફ્લ્મિ વિઝ્યુઅલ એસ્થેટિકસની દષ્ટિએ કેટલી રુપકડી હોઈ શકે છે તે મણિ રત્નમે ફ્લ્મિમેકરોની એક કરતાં વધારે પેઢીઓને શીખવ્યું છે.

અત્યાર સુધીમાં જુદી જુદી ભાષાઓમાં ૨૪ ફ્લ્મિો ડિરેકટ કરનાર અને ૨૬ ફ્લ્મિો લખનાર મણિ રત્નમ આમ તો ફ્લ્મિી પરિવારના ફરજંદ. એમના પિતાજી એસ.જી. રત્નમ આખી જિંદગી ફ્લ્મિ ડિસ્ટ્રીબ્યુટર તરીકે પ્રવૃત્ત રહૃાા. એમના અંક્લ વિનસ કૃષ્ણમૂર્તિ પ્રોડયુસર હતા. વક્રદષ્ટાઓ ક્હેશે કે ફ્લ્મિી ફેમિલીમાં જન્મેલો માણસ ફ્લ્મિલાઈનમાં નામ કાઢે તો એમાં શી મોટી વાત. વેલ, જરુરી નથી. અત્યંત અનુકૂળ માહોલમાં જન્મેલા અને ઊછરેલા હોવા છતાંય આખી જિંદગી ક્શું જ ન ઉકાળી શકેલા ફ્લ્મિી ફરજંદો વિશે આપણે કયાં નથી જાણતા. ‘ક્ન્વર્સેશન્સ વિથ મણિ રત્નમ’ નામનાં લગભગ આત્મક્થાની ગરજ સારે એવાં મસ્તમજાના પુસ્તક્માં મણિસર ક્હે છે, ‘નાના હતા ત્યારે સમજોને કે અમને ફ્લ્મિો જોવાની લગભગ મનાઈ જેવું હતું. હા, ફાધર કે અંક્લ જેની સાથે સંક્ળાયેલા હોય તેવી ઘરની ફ્લ્મિો જોવામાં વાંધો નહીં. કયારેક અમને પિકચરોનું શૂટિંગ જોવા લઈ જવામાં આવતા. હું સેટ પર ભયંકર ક્ંટાળી જતો. મને સમજાતું નહીં કે આ લોકો એક્નો એક ડાયલોગ કેમ વારેવારે બોલ્યા કરે છે, કેમ એક્ની એક એકશન ર્ક્યા જ કરે છે… ર્ક્યા જ કરે છે. ફ્લ્મિનું શૂટિંગ મને દુનિયાનું સૌથી બોરિંગ કામ લાગતું. મને નવાઈ લાગે છે કે મોટો થઈને હું ફ્લ્મિમેકર કેવી રીતે બની ગયો!’

ગુડ કવેશ્ચન. ફ્લ્મિોના સેટ પર સખત બોર થનારો આ મદ્રાસી છોકરો આગળ જતાં ખુદ ફ્લ્મિમેકર કેવી રીતે બની ગયો?

મોટા થઈ રહૃાા હતા તે વર્ષોમાં મણિ રત્નમે ફ્લ્મિો બનાવવાનું સપનું કયારેય નહોતું જોયું. તેથી કોઈ ફ્લ્મિ ડિરેકટરના આસિસ્ટન્ટ બનીને કે ફ્લ્મિ ઈન્સ્ટિટયુટમાં દાખલ થઈને વ્યવસ્થિત તાલીમ લેવાનો સવાલ જ ઊભો થતો નહોતો. હા, ટીનેજર બન્યા પછી ફ્લ્મિો જોવામાં એમને ભારે મોજ પડવા લાગી હતી. સ્કૂલનાં વર્ષોમાં તેઓ હોસ્ટેલમાં ભણતા ત્યારે દોસ્તારો સાથે રાત્રે ચુપચાપ વંડી ઠેકીને પિકચરો જોવા નીક્ળી જતા. એ જમાનામાં હરતીફરતી સિનેમાવાળા તંબૂ બાંધીને તમિલ અને અંગ્રેજી ફ્લ્મિો વારાફરતી દેખાડતા. સિંગલ પ્રોજેકટર હોય એટલે એક રીલ પૂરી થાય પછી વીસ મિનિટનો ઈન્ટરવલ પડે. પછી બીજી રીલ શરુ થાય. આખી રાત આવું નાટક ચાલ્યા કરે. કયારેક તો હોસ્ટેલના વોર્ડન પોતે લુંગી-બનિયાનમાં ફ્લ્મિ જોવા પહોંચી ગયા હોય. વોર્ડનને ખબર હોય કે છોકરાઓ પિકચર જોવા બેઠા છે તોય અજાણ્યા હોવાનો દેખાવ કરે. છોકરાઓ પણ જોયું – ન જોયું કરે. તેરી બી ચુપ મેરી બી ચુપ. મણિ રત્નમને ફ્લ્મિો જોવાનો ચસકો ૧૪-૧૫ વર્ષની ઉંમરે લાગી ગયો હતો, પણ ઘરમાં કયારેય કેઈ ફ્લ્મિોની ચર્ચા ન કરે. ફ્લ્મિો જોવાની વસ્તુ છે, એના વિશે વાતો શું કરવાની – એવો ઘરનાઓનો એટિટયુડ હોય.

ચેન્નાઈમાં બી.કોમ. ર્ક્યા પછી મણિ રત્નમે એમબીએ કરવા મુંબઈની જમનાલાલ બજાજ ઈન્સ્ટિટયુટ ઓફ્ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી એડમિશન લીધું. ફાયનાન્સ એમનો મુખ્ય વિષય. આજે ફ્લ્મિો બનાવતી વખતે મણિ રત્નમ જે રીતે બજેટની ઐસીતૈસી કરી નાખે છે તે જોતાં એમનો કોઈ ફાઈનાન્સર માનવા તૈયાર નથી કે આ માણસે એક જમાનામાં ફયનાન્સના સ્પેશિયલાઈઝેશન સાથે એમબીએ ર્ક્યું હશેે! ૧૯૭૭માં ડિગ્રી મેળવ્યા પછી મણિ રત્નમે એક મેનેજમેન્ટ ક્ન્સલ્ટન્સીમાં જોબ લઈ લીધી. ફ્લ્મિો સાથેનો એમનો નાતો હજુય કેવળ એક પ્રેક્ષક્ તરીકેનો જ હતો. ઓફ્સિમાં જાતજાતના રિપોર્ટ્સ બનાવવાના કામમાં મજા આવતી નહોતી એટલે તેઓ જોબ બદલવાનું વિચારતા હતા. એમની ઈચ્છા માર્કેટિંગ એકિઝકયુટિવ અથવા કોઈ મેન્યુફેકચરિંગ કંપનીમાં ક્ન્સલ્ટન્ટ તરીકે કામ કરવાની હતી.

આ અરસામાં એક્ વાત બની. મણિ રત્નમનો એક દોસ્ત રવિ શંકર પોતાની પહેલી ફ્લ્મિ બનાવવાનું પ્લાનિંગ કરી રહૃાો હતો. રવિના પિતાજી સાઉથમાં સફ્ળ ફ્લ્મિમેકર હતા. મણિ રત્નમ, રવિ અને રમણ નામનો ત્રીજો એક દોસ્તાર (કે જેના પિતાજીનું ર્ક્ણાટક્ સંગીતમાં મોટું નામ છે) સાથે મળીને રવિની ફ્લ્મિની સ્ક્રિપ્ટ પર ચર્ચા કરતા. હરામ બરાબર ત્રણમાંથી કોઈને ફ્લ્મિની સ્ક્રિપ્ટ કેવી રીતે લખાય એની સહેજ પણ ગતાગમ પડતી હોય તો! છતાંય જાણે તીસમારખાં હોય એમ ત્રણેય જણા ઊછળી ઊછળીને ‘આ જ ચાલે, બે… આવું ન ચાલે, અલા ચૂપ બેસ… આ આમ જ હોય, અરે પણ આ આવું ના કરાય’ પ્રકારની દલીલબાજી ર્ક્યા કરતા.

‘ઘણી વાર માણસના આત્મવિશ્વાસનું કારણ એની અજ્ઞાાનતા હોય છે!’ મણિ રત્નમ હસે છે, ‘એને કેટલા વીસે સો થાય એની ખબર જ ન હોય એટલે પોતે બધું જ કરી શક્શે એવા ફાંકામાં હોય! રવિની સ્ક્રિપ્ટ પર કામ કરતી વખતે અમે ત્રણેય સતત બાખડયા કરતા. મેં લાઈફ્માં અગાઉ કયારેય ક્શુંય ક્રિયેટિવ લખ્યું નહોતું. હોસ્ટેલનાં વર્ષોમાં ફાધરને ‘પૈસા ખલાસ થઈ ગયા છે, સમયસર મોક્લી આપજો’ એ ટાઈપના લેટરો કયારેક લખતો એટલું જ, પણ તોય રવિ, રમણ અને હું રોજ સાંજે સ્ક્રિપ્ટ લખવાના ચાળા કરવામાં ક્લાકોના ક્લાકો પસાર કરી નાખતા. ફ્લ્મિમેકર બનવાનો વિચાર હજુ સુધી મારા મનમાં ફરકયો નહોતો, પણ કોઈ સીનની ક્લ્પના કરીને તેને કગળ પર સાકાર કરવાની આખી પ્રોસેસ ધીમે ધીમે મને બહુ એકસાઈટિંગ લાગવા માંડી હતી. મનમાં વિચાર ક્શોક વિચાર આવે, લડી-ઝઘડીને બન્ને દોસ્તારોના ભેજામાં વાત ઊતારવાની અને આ બધું ચાલતું હોય ત્યારે દિમાગના કોઈ ખૂણામાં પેલો આઈડિયા એની મેેળે ડેવલપ થઈ રહૃાો હોય – આ આખી વાત મને બહુ જબરદસ્ત લાગતી હતી. મને ચિક્કાર આનંદ મળતો હતો આ પ્રોસેસમાંથી. બંધાણીને નશાનું બંધાણ થઈ જાય એવી મારી હાલત હતી. ફ્લ્મિલાઈન તરફ્ આગળ વધવાનું આ મારું પહેલું બેબી-સ્ટેપ હતું.’

એક બાજુ મિત્રની સ્ક્રિપ્ટ લખવાનું કામ પૂરું થયું ને બીજી બાજુ મણિ રત્નમે ઓફ્સિમાં બેસી રહેવાની જોબ બદલીને માર્કેટિંગ એકિઝકયુટિવ તરીકે નવી નોકરી કરવાનો નિર્ણય લીધો. એ અરસામાં પેલી સ્ક્રિપ્ટ પરથી ક્ન્નડ ફ્લ્મિ બનાવવાની તજવીજ થઈ રહી હતી એટલે મણિ રત્નમને થયું કે લાવને, નવી જોબ શરુ કરતાં પહેલાં ત્રણેક મહિનાનો બ્રેક લઈને શૂટિંગમાં ભાગ લઉં. ત્રિપુટીએ સ્ક્રિપ્ટ અંગ્રેજીમાં લખી હતી એટલે મણિ રત્નમે સેટ પર ડાયલોગ રાઈટર સાથે બેસીને અંગ્રેજી સંવાદોને ક્ન્નડમાં ટ્રાન્સલેટ કરાવવાની જવાબદારી ઉપાડી લીધી.

આ બધું કામ કરવાની એમને એટલી મજા આવી કે પહેલું શેડયુલ પૂરું થયું ત્યાં સુધીમાં મણિ રત્નમનો નિર્ણય બદલાઈ ગયોઃ કોર્પોરેટ જોબને મારો ગોળી, આપણે તો હવે ફ્લ્મિલાઈનમાં આગળ વધવું છે. લાઈફ્માં કરવા જેવું કોઈ કામ કેઈ હોય તો તે આ જ છે! તેમણે વિચાર્યું કે હું ફ્લ્મિો લખીશ, મોટા પ્રોડયુસરો કે ડિરેકટરોને સ્ક્રિપ્ટ વેચીશ અને આ રીતે ફ્લ્મિમેક્ગિંનાં જુદાં જુદાં પાસાં પણ શીખતો જઈશ. ધારો કે મને મજા ન આવી, ન ફાવ્યું ને ફ્લ્મિલાઈન છોડવી પડી તો ય શું? મારી પાસે એમબીએની ડિગ્રી તો છે જ, હું પાછો જોબ કરવા માંડીશ. ક્મસે ક્મ ભૂખે તો નહીં જ મરું.

૧૯૮૦માં મણિ રત્નમે પોતાની પહેલી ફ્લ્મિની પટક્થા લખી. એનું ટાઈટલ રાખ્યું, ‘પલ્લવી અનુ પલ્લવી’. મણિ રત્નમના વિચારોની ભાષા અંગ્રેજી છે એટલે આ સ્ક્રિપ્ટ પણ એમણે અંગ્રેજીમાં જ લખી હતી. એ વર્ષોમાં તમિલ ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીમાં ફેકટરીમાંથી ઊતરતા માલની જેમ બીબાંઢાળ ફ્લ્મિો બન્યા કરતી હતી. ન કોઈ જાતની તાજગી, ન કોઈ પ્રયોગ. ફ્કત બાલાચંદર, ભારતીરાજા અને મહેન્દ્રન જેવા ગણ્યાગાંઠયા ફ્લ્મિમેકરોની ફ્લ્મિોમાં જ ક્ંઈક નવીનતા દેખાતી. મણિ રત્નમ પોતાની સ્ક્રિપ્ટની ફાઈલ લઈને વારાફરતી આ ત્રણેયને મળ્યા. સ્ટ્રગલરો માટે ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીનાં મોટાં માથાંની અપોઈન્ટમેન્ટ મેળવીને તેમને મળવાનું કામ જ બહુ અઘરું હોય છે, પણ મણિ રત્નમને આ તબક્કે પોતાના પરિવારના ફ્લ્મિી ક્નેકશન્સનો લાભ જરુર મળ્યો. પેલા ત્રણેય મોટા ડિરેકટરો સાથે પ્રમાણમાં સરળતાથી મિટીંગ થઈ શકી. જોકે મણિ રત્નમની સ્ક્રિપ્ટ પરથી ફ્લ્મિ બનાવવામાં કોઈને રસ ન પડયો.

સહેજે સવાલ થાય કે મણિ રત્નમના ભાઈ જી. વેંક્ટેશ્વરન ખુદ ફ્લ્મિ ફયનાન્સર તરીકે સક્રિય હતા તો એમણે સીધા ભાઈને જ કેમ ક્હૃાું નહીં કે તું મારી ફ્લ્મિ બનાવ? ‘મારું ફેમિલી ફ્લ્મિલાઈનમાં હતું તે વાત સાચી, પણ એમનું મુખ્ય કામ ફ્ન્ડિંગનું અને ડિસ્ટ્રિબ્યુશનનું, ફ્લ્મિો પ્રોડયુસ કરવાનું નહીં,’ મણિ રત્નમ ક્હે છે, ‘અને ધારો કે ભાઈ મારી સ્ક્રિપ્ટ પરથી ફ્લ્મિ પ્રોડયુસ કરવા ઈચ્છતો હોત તો એણે મને ક્હૃાું હોત, રાઈટ?’

દરમિયાન મણિ રત્નમને પોતાની સ્ક્રિપ્ટ પ્રત્યે માયા બંધાઈ ગઈ હતી. એમના મનમાં લાલચ જાગી ગઈ કે ના, આ સ્ક્રિપ્ટ પરથી તો પોતે જ ફ્લ્મિ ડિરેક્ટ કરશે. તેઓ કોઈ મોટા ફ્લ્મિ ડિરેકટરના આસિસ્ટન્ટ બનવા માગતા નહોતા, કેમ કે આસિસ્ટન્ટ ડિરેકટરમાંથી મેઈન ડિરેકટર બનવામાં વર્ષોનાં વર્ષો નીક્ળી જતાં હોય છે.

દરમિયાન બન્યું એવું કે લક્ષ્મી નામની સાઉથની જાણીતી હિરોઈનને પોતાની ફ્લ્મિની વાર્તા સંભળાવવાનો મણિ રત્નમને મોકો મળ્યો. લક્ષ્મી એટલે મણિ રત્નમના દોસ્ત રવિએ જે ફ્લ્મિ બનાવી હતી તેની નાયિક. મણિ રત્નમથી એ ઓલરેડી પરિચિત હતી. એમણે લખેલી વાર્તા લક્ષ્મીને ગમી ગઈ એટલે એ ક્હેઃ શ્યોર, આ ફ્લ્મિમાં કામ કરવું મને ગમશે. લક્ષ્મીએ ક્દાચ ધારી લીધેલું કે મણિ રત્નમના ફ્લ્મિી ક્નેકશન્સ છે એટલે એની પાસે પ્રોડયુસર ઓલરેડી તૈયાર છે. લક્ષ્મીની હા આવતાં જ મણિ રત્નમ પોતાના પ્રોડયુસર અંક્લ વિનસ ક્રિષ્ણમૂર્તિ પાસે પહોંચી ગયા. ક્હેઃ અંક્લ, લક્ષ્મી જેવી મોટી હિરોઈન મારી ફ્લ્મિમાં કમ કરવા રેડી છે. હવે તમે મારી ફ્લ્મિ બનાવો! અંક્લ તૈયાર થઈ ગયા. આ રીતે મણિ રત્નમની પહેલી ફ્લ્મિને ગ્રીન સિગ્નલ મળ્યું.

‘પલ્લવી અનુ પલ્લવી’ એક્ અન્ક્ન્વેશનલ લવસ્ટોરી છે, જેમાં લક્ષ્મી ઉપરાંત આપણા અનિલ ક્પૂર (હીરો તરીકેની એમની પહેલી ફ્લ્મિ) અને કિરણ વૈરાલે નામની એકટ્રેસ (જે મહેશ ભટ્ટની ‘અર્થ’માં દેખાયેલી) પણ છે. મણિ રત્નમ એક વાત સ્પષ્ટ હતા કે હું ભલે નવો નિશાળિયો રહૃાો, પણ મારા ટેકિનશિયનો અનુભવી અને કાબેલ હોવા જોઈએ. સૌથી પહેલાં તેઓ લેનિન નામના ટોચના એડિટરને મળ્યા. તે એમના પાડોશી હતા અને બન્ને વચ્ચે ઠીક ઠીક દોસ્તી હતી. મણિ રત્નમ ક્હેઃ સર, મને ડિરેકટર તરીકે બ્રેક્ મળ્યો છે. તમે પ્લીઝ મારી ફ્લ્મિ એડિટ કરી આપજો. લેનિને હા પાડી. પછી મણિ રત્નમ ફ્લ્મિસંગીતની દુનિયામાં ખૂબ મોટું નામ ગણાતા ઈલિયા રાજાને મળ્યા. ફ્લ્મિની સ્ટોરી ટૂંક્માં સંભળાવીને મણિ રત્નમે ક્હૃાું – સર, હું તમને તમારી માર્કેટ પ્રાઈઝ કરતાં માંડ ચોથા ભાગની ફી આપી શકીશ, પણ તોય હું ઈચ્છું છું કે મારી ફ્લ્મિનું સંગીત તમે આપો. ઈલિયા રાજાએ આંખનું મટક્ું માર્યા વગર જવાબ આપ્યોઃ ભલે, ડન! સિનેમેટોગ્રાફ્ર અને પ્રોડકશન ડિઝાઈનર તરીકે પણ ધરખમ વ્યકિતઓ આ ફ્લ્મિમાં કમ કરવા તૈયાર થઈ ગયા. જો સ્ક્રિપ્ટ ખરેખર સારી હોય, માણસ જેન્યુઈન હોય અને તેના ઈરાદામાં ક્શી ખોટ ન હોય સિનિયર વ્યકિતઓ પણ ન્યુક્મર સાથે કામ કરવા તૈયાર થઈ જતી હોય છે.

આ રીતે મણિ રત્નમે પોતાની સર્વપ્રથમ ફ્લ્મિ ‘પલ્લવી અનુ પલ્લવી’ બનાવી. તે બોકસઓફ્સિ પર ચાલી ગઈ, ખૂબ વખણાઈ, ઘણા અવોર્ડ્ઝ જીત્યા. એક્ સ્ટાર ડિરેકટરનો જન્મ થયો.. એન્ડ રેસ્ટ ઈઝ હિસ્ટ્રી!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.