Sun-Temple-Baanner

‘શાંત થા, નીરવ…. થઈ જશે!’


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


‘શાંત થા, નીરવ…. થઈ જશે!’


મલ્ટિપ્લેક્સ – ‘શાંત થા, નીરવ…. થઈ જશે!’

Sandesh – Sanskar Purti – 19 June 2016

મલ્ટિપ્લેક્સ

* * * * *

ફિલ્મમેકર બનવા માટે કોઈ સારી ફિલ્મ ઈન્સ્ટિટ્યુટમાં એડમિશન લઈને કોર્સ કરવાનું કે કોઈના આસિસ્ટન્ટ ડિરેક્ટર બનીને અનુભવ મેળવવાનું સારું જ છે, પણ ફરજિયાત નથી. જો ભયાનક ગાંડપણ હોય, પ્રતિભા હોય, થાક્યા વગર મહેનત કરી શકવાની ક્ષમતા હોય અને આત્મવિશ્ર્વાસની કમી ન હોય તો ફિલ્મો જોઈજોઈને તેમજ અેકલવ્યની જેમ એકલા-એકલા અભ્યાસ કરીને સારા ફિલ્મમેકર બની શકાય છે. આજકાલ તરખાટ મચાવી રહેલી ‘થઈ જશે!’ ફિલ્મના રાઈટર-ડિરેક્ટર નીરવ બારોટના કિસ્સા પરથી આ વાત ફરી એક વાર સાબિત થઈ છે.

‘થઈ જશે!’ ફ્લ્મિના વખાણ સાંભળીને તમારા મનમાં કુતૂહલ કૂદાકૂદ કરવા લાગ્યું છે એટલે તેને શાંત કરવા સૌથી પહેલાં તો કાંદિવલીના ‘મિલાપ’ થિયેટરમાં જાઓ છો. હાઉસફુલ. ત્યાંથી મુંબઈના ગાંડા ટ્રાફ્ક્મિાં જેમતેમ રસ્તો કરતાં કરતાં તમે મલાડના મૂવીટાઈમ મલ્ટિપ્લેકસ પહોંચો છો. હાઉસફુલ. ફાયનલી, તમે ગોરેગાંવમાં આવેલા ‘ધ હબ’ મલ્ટિપ્લેકસમાં અતિ લેટનાઈટ શોની ટિક્ટિ ઓનલાઈન બુક કરો છો. આ ઓડિટોરિયમ પણ ઓલમોસ્ટ હાઉસફુલ થવાની અણી પર છે. જોકે ટિક્ટિ મળી ગઈ એટલે તમારાં જીવને નિરાંત થાય છે. તમને થાય કે મારું બેટું આ તો જબરું છે, એક ફ્લ્મિ જોવા માટે આટલી બધી સ્ટ્રગલ ક્રવાની? થિયેટરે-થિયેટરે ભટક્વાનું?

ખેર. ‘થઈ જશે!’નો શો પૂરો થયા પછી મધરાતે દોઢેક વાગે ઘરે પહોંચો છો ત્યારે તમારા મનમાં સંતોષ છવાયેલો હોય છે. આ એવો કિંમતી સંતોષ છે જે બહુ ગાજેલી હિન્દી ફ્લ્મિો કે ઈવન અંગ્રેજી ફ્લ્મિોમાંથી પણ દર વખતે મળતો નથી.

શું છે ‘થઈ જશે!’માં?
જેતપુરથી આવેલો એક યુવાન અમદાવાદમાં ભણીગણીને જોબ કરી રહૃાો છે. એને હવે અમદાવાદમાં ઠરીઠામ થવું છે. એ કંઈકેટલાય ફ્લેટ્સ જુએ છે, બેન્ક્ની હોમલોન માટે પાગલની જેમ ધક્કા ખાય છે, ગમે તેમ કરીને પૈસાનો મેળ કરે છે, અણધારી મુસીબતોને કારણે લગભગ ભાંગી પડવાની ધાર સુધી પહોંચી જાય છે પણ છેલ્લે સ્વાભિમાનપૂર્વક ખુદના આશિયાનામાં શિફ્ટ થાય છે. બસ, આટલી જ વાત. સાદી અને સીધી. પણ આ સ્ટોરી આઈડિયા જ ફ્લ્મિનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ પૂરવાર થયો છે. આપણામાંના મોટા ભાગના લોકોએ આ સંઘર્ષ કાં તો ખુદ ર્ક્યો છે અથવા સંઘર્ષના સાક્ષી બન્યા છે. તેથી ઓડિયન્સનું ફ્લ્મિનાં ક્થાનક સાથે ત્વરિત અને મજબૂત સંધાન થઈ જાય છે. અડધી બાજી તો ત્યાં જ જીતાઈ જાય છે. બાકીની ક્સર આત્મવિશ્વાસભર્યું ડિરેક્શન, અસરકરક્ પર્ફોર્મન્સિસ, અફ્લાતૂન સિનેમેટોગ્રાફી અને મજાનાં ગીતો પૂરી કરે છે.

વેલ, ‘થઈ જશે!’ કંઈ બત્રીસ-લક્ષણી કે પરફેકટ ફ્લ્મિ નથી. આપણે આના કરતાં બહેતર સ્ક્રીનપ્લેવાળી અને વધારે સ્મૂધ ગતિથી વહેતી અર્બન ગુજરાતી ફ્લ્મિો માણી ચુકયા છીએ, ભલે, પણ ‘થઈ જશે!’ એટલી દમદાર તો છે જ કે છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતી સિનેમાનો જે ન્યુ વેવ શરૃ થયો છે તેની ટોપ-ફઈવ યા ટોપ-સેવન ફ્લ્મિોની સૂચિમાં હકથી બેસી શકે.

ફ્લ્મિના નાયકની જેમ ફ્લ્મિના રાઈટર-ડિરેકટર નીરવ બારોટ પણ જેતપુરથી અમદાવાદ આવ્યા હતા, વર્ષો સુધી ભાડાનાં ઘરમાં રહૃાા હતા અને પછી ઘરનું ઘર ખરીદીને ઠરીઠામ થયા છે. ફ્લ્મિમેકર જ્યારે પોતાની ફ્લ્મિમાં આત્મક્થાના ટુક્ડા મુકે છે ત્યારે આખી વાત વધારે આત્મીય અને પ્રામાણિક બની જતી હોય છે.

‘મને પહેલેથી જ અમદાવાદનું બહુ એટ્રેકશન,’ નીરવ બારોટ શરુઆત કરે છે, ‘મારું આખું સર્કલ જેતપુરમાં છે, પણ મારે ત્યાં તો નહોતું જ રહેવું. કોલેજના છ મહિના કરીને પંદર વર્ષ પહેલાં હું અમદાવાદ આવી ગયો. આગળનું ભણવાનું કોરસ્પોન્ડન્સથી ચાલુ રાખ્યું, પણ બીકોમની ડિગ્રી તો ન જ મેળવી શકયો. મારે ફ્લ્મિલાઈનમાં જવું છે, સ્ટોરીટેલર બનવું છે, વાર્તાઓ ક્હેવી છે એવી સભાનતા મારામાં નાની ઉંમરથી આવી ગઈ હતી.’

સહેજે સવાલ થાય કે માણસને ફ્લ્મિલાઈનમાં આગળ વધવું હોય તો એ મુંબઈ જાય, અમદાવાદ શા માટે જાય? અને તે પણ પંદર વર્ષ પહેલાંના અમદાવાદમાં?

‘આનું કારણ મારા રાજુમામા છે – રાજુ બારોટ,’ નીરવ ક્હે છે, ‘તેઓ લોક્ક્લાકાર હતા. બહુ હેન્ડસમ માણસ. એમને કોઈ ગુજરાતી ફ્લ્મિમાં હીરોના રોલની ઓફર થયેલી. હું એમની સાથે શૂટિંગમાં જતો. મને બહુ મજા આવતી આખી પ્રોસેસ જોવામાં. ૨૦૦૨-‘૦૩ની આ વાત. એ વખતે હું હોઈશ બાવીસેક વર્ષનો. તે ફ્લ્મિ તો ખેર, કેઈ કારણસર રિલીઝ ન થઈ શકી. પછી મારા મામાનું હાર્ટએટેક્થી અણધાર્યું અવસાન થઈ ગયું. માંડ પાંત્રીસ વર્ષની ઉંમર હતી. એમના મૃત્યુએ અમને હચમચાવી મૂકયા હતા.’

નીરવનાં નિશામામી – નિશા બારોટ – ગુજરાતી ફ્લ્મિોના પ્લેબેક સિંગર છે. પોતાની ફ્લ્મિોનાં પ્રિમીયરમાં તેઓ નીરવને સાથે લઈ જાય. મોટા ભાગની ફ્લ્મિોમાં નીરવને ખાસ મજા ન પડતી. અસંતોષ રહી જતો. એમને થયા કરે કે ગુજરાતી ફ્લ્મિોની સ્થિતિ બદલાવી જોઈએ, ગણવત્તાનું સ્તર ઊંચકાવું જોઈએ. નિશા બારોટની ભલામણથી એમને હિતેનકુમારની ‘ભડનો દીકરો’ નામની ફ્લ્મિમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાનો નીરવને મોકો મળ્યો. ડિરેક્ટર હતા, હિતુ પટેલ. એક ફ્લ્મિ શી રીતે બને છે તેની સૌથી પહેલી વાર પ્રેક્ટિક્લ સમજણ નીરવને આ અનુભવ પરથી મળી.

‘એ વર્ષોમાં હું મારા ત્રણ દોસ્તારો સાથે એલડી એન્જિનિયરિંગ કોલેજ નજીક્ આવેલા શેફાલી નામના અપાર્ટમેન્ટમાં રહેતો,’ નીરવ બારોટ કહે છે, ‘દોસ્તારો ભણતા ને હું કોલ સેન્ટરમાં જોબ કરતો. ચાર-પાંચ હજારના પગારથી શરુઆત કરી હતી. ઘરની આર્થિક્ હાલત ખાસ ઠીક નહોતી એટલે ઘરે પૈસા પણ મોક્લતો. ખૂબ સ્ટ્રગલ કરી છે. એક્ ચોક્કસ કોલ સેન્ટરમાં જોબ લેવાનું કારણ એ હતું કે ત્યાં રાતે ર્ક્મચારીઓને જમાડવામાં આવતા. પાણીમાં બોળી બોળીને બિસ્ક્ટિ ખાધા હોય એવા દિવસો ય કાઢયા છે. જોકે પરિવારમાં કોઈને હું મારી તંગ પરિસ્થિતિનો ભાસ સુદ્ધાં ન થવા દેતો.’

ઈર્મ્ફ્મેશન ટેક્નોલોજીનાં ક્ષેત્રમાં પ્રવેશ આ જ તબક્કે થયો. મિત્રો પાસેથી એસઈઓ (સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન)ની આંટીઘૂંટી શીખીને નીરવ એક ક્ંપનીમાં એકિઝકયુટિવ તરીકે જોડાયા. દીકરો હવે સારું ક્માવા લાગ્યો હતો એટલે મા-બાપે અમદાવાદમાં વસતા જ્ઞાાતિના એક સુખી પરિવારની એમબીએ થયેલી ક્ન્યા સાથે એમની સગાઈ કરી.

‘મેં સેજલને ક્હેલું કે આજે ભલે હું આઈટી ઈન્ડસ્ટ્રીમાં રહૃાો, પણ મારું સપનું તો ફ્લ્મિો બનાવવાનું છે. સેજલને તેની સામે કેઈ જ વિરોધ નહોતો.’

સગાઈ પછી, ૨૦૦૯-‘૧૦માં હું રાજુ બારોટના ‘હા, મેં તને ચાહી છે જિંદગી’ નામના નાટક માટે બેક્સ્ટેજ ર્ક્યુંં. ‘ભડનો દીકરો’ ફ્લ્મિના ડિરેકટરને આસિસ્ટ કરવા અને એક નાટક્નું બેકસ્ટેજ કરવું – અભિનયના ક્ષેત્રનો નીરવનો આટલો જ ર્ફ્સ્ટહેન્ડ અનુભવ. પદ્ધતિસરની તાલીમ માટે પુનાની ફ્લ્મિ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટયુટ ઓફ્ ઈન્ડિયા (એફ્ટીઆઈઆઈ)માં એડમિશન લેવાની ઈચ્છા હતી, પણ ગ્રેજ્યુએશનની ડિગ્રી નહોતી એટલે તે શકય નહોતું. હવે એક જ વિક્લ્પ બચતો હતો – સેલ્ફ્સ્ટડી.

‘ફ્લ્મિમેકિંગને લગતું જે કંઈ સાહિત્ય અને વિડીયો ઓનલાઈન અવેલેબલ હતાં તે બધું મેં ધ્યાનપૂર્વક્ વાંચવાનું-જોવાનું શરુ ર્ક્યું,’ નીરવ ક્હે છે, ‘દેશવિદેશની ફ્લ્મિો જોવાની ચાલુ કરી. તમે માનશો, અમુક્ ફ્લ્મિો મેં ચાલીસ-પચાસ વાર જોઈ છે, એક સ્ટુડન્ટની જેમ! રાઈટર-ડિરેકટરે કઈ રીતે સ્ક્રિપ્ટિંગ ર્ક્યું હશે, અમુક વાત અમુક જ રીતે મૂક્વા પાછળ એમની શી થોટ-પ્રોસેસ હશે, અમુક જ એંગલથી શોટ શા માટે લીધો હશે વગેરે જેવા ક્ંઈકેટલાય પ્રશ્નોના જવાબ હું મારી રીતે શોધવાની કેશિશ કરતો. મારી ડાયરીમાં નોટ્સ ટપકાવતો જતો ને પછી નવી સમજણ સાથે ફ્લ્મિ નવેસરથી જોતો. મેં જોયું કે રાજકુમાર હિરાણી, ઈમ્યિયાઝ અલી, સ્ટીવન સ્પિલબર્ગ જેવા ફ્લ્મિમેર્ક્સ પેશનેટ લોકો છે, ફ્લ્મિો બનાવવાનું ઝનૂન એમની ભીતરથી પેદા થયું છે. ઈમ્તિયાઝ કે સ્પિલબર્ગ કયારેય ફ્લ્મિ-સ્કૂલમાં ભણ્યા નથી. મને થયું કે જેમ હું સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશનનું કામ વગર ડિગ્રીએ શીખી ગયો હતો એમ ફ્લ્મિો બનાવતાં પણ શીખી જ જઈશ.’

દરમિયાન લગ્ન થયાં. ૨૦૧૧ના અંતમાં અમદાવાદમાં પોતાનું ઘરનું ઘર ખરીદ્યું. કાર ખરીદી. ‘થઈ જશે!’નાં માબાપ મનોજ જોશી અને કુમકુમ દાસની માફ્ક્ નીરવનાં મમ્મી-પપ્પા પણ ઓલરેડી અમદાવાદ આવીને ત્રણચાર વર્ષ ભાડાનાં ઘરમાં રહી ચુકયાં હતાં. ઘર ખરીદતી વખતે એજન્ટો, મકાનમાલિકે, બિલ્ડરો, હોમલોન આપતી બેન્કો વગેરેના જે જાતજાતના અનુભવો સૌને થતા હોય છે તે નીરવને પણ થયા. દોસ્તોની ઘર-ખરીદીના અનુભવો પણ હાથવગા હતા. તેના આધારે ૨૦૧૨ની શરુઆતમાં નીરવે ફ્લ્મિ લખવાની શરુ કરી. ટાઈટલ આપ્યું, ‘ઘરનું ઘર’. અડધે પહોંચ્યા પછી બીજું ટાઈટલ આપ્યું – ‘ધરતીનો છેડો’. સ્ક્રીનપ્લે લખતાં પહેલાં નીરવે ઝીણી ઝીણી ડિટેલિંગ સાથે બસ્સો-અઢીસો પાનાંની નવલક્થા જેવું લખી નાખ્યું હતું. અગાઉ પર્સનલ ડાયરીમાં તેઓ કયારેક્ કવિતા જેવું લખતા. એમ તો સ્વર્ગસ્થ રાજુમામાની જીવનક્થા લખવાનું પણ શરુ કરેલું. લેખનક્રિયાનો નીરવને આટલો જ અનુભવ.

‘લખવાના મામલામાં હું બહુ ખરાબ છું!’ નીરવ હસે છે, ‘સ્ક્રિપ્ટ લખતો હતો ત્યારે કેટલીય વાર એવું બનતું કે સીનમાં શું ક્હેવું છે તે ખબર હોય, પણ સીનને ક્ઈ રીતે ક્રેક કરવો ને કાગળ પર ઊતારવો તે ન સમજાય. દિમાગ આઈડિયાઝથી ફાટ-ફાટ થતું હોય પણ સીનનું લખાણ જામે જ નહીં. આવું થાય એટલે હું રીતસર માથાં પછાડું, દીવાલ પર મુક્કા મારવા લાગું. પછી અરીસા સામે ઊભો રહીને ખુદને શાંત કરવાની કેશિશ કરું અને મારી જાત સાથે વાતો કરું કે, ‘ભાઈ નીરવ, ટાઢો પડ. શું કામ આટલો અધીરો થાય છે? જરા નિરાંત રાખ અને શાંતિથી વિચાર. બધું થઈ જશે.’ આમ કરવાથી મન ખરેખર શાંત થાય. હું પાછો લખવા બેસી જાઉં. મેં જોયું કે એવાં કેટલાંય સીન હતાં જેના એન્ડમાં ‘થઈ જશે’વાળી ફીલિંગ રીપીટ થયા કરતી હતી. મને થયું કે બોસ, આ ‘થઈ જશે’વાળી વાતમાં સોલિડ દમ છે. ગજબની પોઝિટિવિટી મળે છે આ બે શબ્દોમાંથી. મેં કાગળ પર ‘થઈ જશે!’ શબ્દો લખીને મોબાઈલથી એનો ફોટો પાડી લીધો. મેં અગાઉ વિચારી રાખેલાં બન્ને ટાઈટલ આમેય ખાસ ગમતાં નહોતાં. મને થયું કે યેસ, આ જ તો છે મારી ફ્લ્મિનું પરફેકટ ટાઈટલ – ‘થઈ જશે!”

નીરવને માત્ર ટાઈટલ જ નહીં, પરંતુ ફ્લ્મિની સેન્ટ્રલ થીમ પણ મળી ગઈ. લેખન જેવી ક્રિયેટિવ પ્રોસેસમાં આગળ વધવાનું સૂઝતું ન હોય ત્યારે જો અણીના સમયે યોગ્ય ચાવી જડી જાય તો આખી દિશા ખૂલી જતી હોય છે. ‘થઈ જશે’ શબ્દપ્રયોગમાં જાણે ફ્લ્મિનું આખું સ્ટ્રકચર છૂપાયેલું હતું.

દરમિયાન જૂન, ૨૦૧૨માં અભિષેક જૈનની ‘કેવી રીતે જઈશ?’ રિલીઝ થઈ. નીરવ તો આ ફ્લ્મિનું ટ્રેલર જોઈને જ પુલિક્ત થઈ ગયેલા. એમને થયું કે પોતે ગુજરાતી સિનેમાની જે ગુણવત્તાનું સપનું જુએ છે તે આ જ તો છે! નીરવ ક્હે છે, ‘જાણે હું ય ‘કેવી રીતે જઈશ?’નો ટીમ-મેમ્બર હોઉં રીતે મેં જોરશોરથી ફ્લ્મિને પ્રમોટ કરવા માંડી હતી! એક્ મૉલમાં ફ્લ્મિના મ્યુઝિક્ લોન્ચ વખતે બીજા કેટલાય ચાહકોની જેમ અભિષેક જૈનને મળેલો પણ ખરો. એમની આ પહેલી ફ્લ્મિે ગુજરાતી સિનેમામાં એક માહોલ બનાવી નાખ્યો.’

બીજો તીવ્ર પ્રભાવ પાડયો વિજયગિરિ ગોસ્વામીની ‘પ્રેમજી’ ફ્લ્મિના અનુભવે. નીરવ ક્હે છે, ‘હું આ ફ્લ્મિના માર્કેટિંગ સાથે સંક્ળાયેલો હતો. વિજયની ધગશ જોઈને, જે રીતે એણે સારી ક્માણી છોડીને ફ્લ્મિમેકર બનવાનું રિસ્ક લીધું હતું તે જોઈને મને સોલિડ ધક્કો લાગ્યો. મેં વિચારી લીધું કે બસ, હવે ગમે તે થાય, ‘થઈ જશે!’ તો હું બનાવીને જ રહીશ.’

એક લાખના પગારવાળી જોબ છોડવાનો નિર્ણય લેવો સહેલો ન જ હોય. અત્યાર સુધી રાતોની રાતો જાગીને ઓફ્સિની બહાર, કારમાં, સોસાયટીના ગાર્ડનમાં ખોળામાં લેપટોપ લઈને લખ-લખ-લખ ર્ક્યું હતું, પણ હવે ચોવીસે ક્લાક ફ્લ્મિ માટે ફાળવવાનો સમય આવી ગયો હતો. ઓકટોબર ૨૦૧૫માં આઈટી ઈન્ડસ્ટ્રીને અલવિદા ક્હીને ફ્લ્મિની ટીમ બનાવવાની શરુઆત કરી. મનોજ જોશી જેવા સિનિયર એકટર સ્ક્રિપ્ટનું નરેશન સાંભળીને ક્ન્વિન્સ થઈ ગયા. પ્રોડયુસર અજય પટેલ મેદાનમાં ઉતર્યા. જય ભટ્ટે સ્ક્રીનપ્લેને વધારે સુરેખ બનાવ્યો. પ્રયાગ દવેએ સંવાદો લખ્યા. ‘છેલ્લો દિવસ’ પછી હોટ-એન્ડ-હેપનિંગ બની ગયેલા મલ્હાર ઠાકરને હીરો તરીકે કાસ્ટ કરવામાં આવ્યા. દક્ષિણમાં ઓલરેડી સાતઆઠ ફ્લ્મિોની હિરોઈન બની ચુકેલાં સુપર કયુટ મોનલ ગજ્જર નાયિક બન્યાં. તપન વ્યાસે સિનેમેટોગ્રાફી સંભાળી. હેમાંગ ધોળક્યિાએ સંગીત આપ્યું. જુદા જુદા ૪૮ લોકેશન પર ૩૧ દિવસમાં ભરપૂર આત્મવિશ્વાસ સાથે ફ્લ્મિ શૂટ થઈ. નીરવ પંચાલે તે એડિટ કરી. ત્રીજી જૂને રિલીઝ થઈ અને રિઝલ્ટ આપણી સામે છે.

‘મને હજુ માન્યામાં નથી આવતું કે મેં ખરેખર ફ્લ્મિ બનાવી નાખી છે ને થિયેટરોમાં તે હાઉસફુલ જઈ રહી છે!’ નીરવ સમાપન ક્રે છે, ‘બસ, હવે બિઝનેસ બ્રેક-ઈવન પર પહોંચે ને પ્રોડયુસરનો ખર્ચ રિક્વર થઈ જાય એટલે ગંગા નાહૃાા.’

થઈ જશે, નીરવ બારોટ, આ પણ થઈ જશે! ટચવૂડ.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.