મલ્ટિપ્લેકસ – સરકાર રાજ
સંદેશ – સંસ્કાર પૂર્તિ – રવિવાર – ૨૫ ઓકટોબર ૨૦૧૬
મલ્ટિપ્લેકસ
‘તું મારી ફિલ્મમાં કામ કરીશ કે નહીં કરે? જે હોય તો હમણાં જ સ્પષ્ટ બોલી નાખ. મારી પાસે રાહ જોવાનો સમય નથી. હું ઓલરેડી ૪૯ વર્ષનો થઈ ગયો છું ને મરતાં પહેલાં મારે ૩૦ ફિલ્મો બનાવવાની છે.’
* * * * *
કોઈ જ પૂર્વસંકેત આપ્યા વગર ‘પિન્ક’ ફિલ્મ થિયેટરોમાં અને આપણાં દિૃલદિૃમાગમાં એકાએક બોમ્બની જેમ ફાટી છે. ભૂતકાળમાં પાંચ બંગાળી ફિલ્મો બનાવી ચુકેલા અનિરુદ્ધ રોય ચૌધરીની આ પહેલી હિન્દૃી ફિલ્મ છે. ડિરેકટર હોવાને નાતે તેઓ કેપ્ટન-ઓફ-ધ-શિપ ગણાય, પણ ‘પિન્કની સફળતાને કારણે લાઈમલાઈટમાં શૂજિત સરકાર આવી ગયા છે. તેઓ ફિલ્મના ક્રિયેટિવ પ્રોડ્યુસર છે, જે ભૂતકાળમાં ‘વિકી ડોનર’, ‘મદ્રાસ કાફે’ અને ‘પિકુ’ જેવી બ્રિલિયન્ટ ફિલ્મો ડિરેકટ કરી ચુક્યા છે. ઇન્ટરેસ્ટિંગ માણસ છે શૂજિત. કેટલાય પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક ઇન્ટરવ્યુઝમાં ફેલાયેલા એમના કવોટ્સ પર એકસાથે નજર ફેરવવાથી એમના માનસિક જગતનો સરસ ચિતાર મળે છે. તો પ્રસ્તુત છે શૂજિત સરકારનું કવોટ-માર્શલ. ઓવર ટુ હિમ –
હું આકસ્મિકપણે ફિલ્મકર બની ગયેલો માણસ છું. ફિહ્લમમેકિંગ કરતાં ફૂટબોલ પ્રત્યે મને વધારે લગાવ છે. જો હું આ લાઈનમાં ન આવ્યો હોત તો ચોક્કસપણે ફૂટબોલર બન્યો હોત. ગ્રેજ્યુએશન પછી હું દિૃલ્હીની લા મેરિડીઅન હોટલમાં કામ કરતો હતો. એક વાર એમ જ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા તરફ રખડી રહ્યો હતો ત્યારે મેં જોયું કે કેટલાક લોકો ચીસો પાડી રહ્યા છે. એ બધા એક થિયેટર ગ્રુપના લોકો હતા ને કોઈક સ્ટ્રીટ-પ્લે ભજવી રહ્યા હતા. પછી મેં કામિની થિયેટરમાં એક નાટક જોયું જેમાં નસીરુદ્દીન શાહ, ઓમ પુરી અને અમરીશ પુરી અભિનય કરતા હતા. નાટક જોતી વખતે મને એવું લાગ્યું કે હું કોઈક જુદૃી જ દુનિયામાં પહોંચી ગયો છુંં. આ અનુભવે મારી ભીતર કશુંક બદૃલી નાખ્યું. પછી મેં સફદૃર હાશ્મિનું જન નાટ્યમંચ થિયેટર ગ્રુપ જોઈન કર્યું. અમે ખૂબ બધાં સ્ટ્રીટપ્લે કર્યા્ં. આ શેરી નાટકોને કારણે સમાજના પ્રશ્ર્નો વિશેની, આપણી આસપાસની વાસ્તવિકતા વિશેની મારી સમજણ વિકસી, ફિલ્મો પ્રત્યેનો મારો પ્રેમ જાગ્રત થયો. પછી મેં ‘એકટ વન’ નામનું થિયેટર ગ્રુપ જોઈન કર્યું. હું વધારે ફિલ્મો જોવા લાગ્યો. સત્યજીત રાયની ફિલ્મો ઓલરેડી જોઈ ચુક્યો હતો છતાંય મેં નવેસરથી એ ફિલ્મો જોવાનું શરુ કર્યું. સિનેમા વિશેની મારી દૃષ્ટિ ખુલી ગઈ હતી. આમ, મેં ફિલ્મમેકિંગનો કોઈ કોર્સ કર્યો નથી, પણ હું જે કંઈ શીખ્યો છું તે સત્યજીત રાયની ફિલ્મો જોઈને અને સિનેમા વિશેનું સાહિત્ય વાંચીને શીખ્યો છું.
મારી પહેલી પહેલી ‘…યહાં’ (૨૦૦૫) ખાસ ચાલી નહીં. અમિતાભ બચ્ચનને લઈને બનાવેલી બીજી બીજી ફિલ્મ ‘શૂબાઈટ’ કાનૂની વિવાદૃમાં ફસાઈ જવાને કારણે આજ સુધી રિલીઝ થઈ શકી નથી. હું હતાશ થઈ ગયેલો, ડિપ્રેશનનાં આવી ગયેલો. પછી મારી પત્નીએ મને સમજાવ્યું કે ભલે તારી ફિલ્મો ન ચાલે કે ડબ્બામાં પડી રહે, પણ તને લખતા આવડેે છે, તને ફિલ્મ બનાવતા આવડે છે. તારી આ ટેલેન્ટ કોઈ છીનવી શકવાનું નથી. મેં નક્કી કર્યું કે ગમે તે પરિણામ આવે, હું ફિલ્મો તો બનાવીશ જ. ‘…યહાં’નાં સાત વર્ષો પછી મેં સ્પર્મ ડોનર જેવા અતરંગી વિષય પર ‘વિકી ડોનર’ બનાવી જે કમર્શિયલી અને ક્રિટીકલી બન્ને રીતે વખણાઈ. આ ફિલ્મથી મારા જીવનની દિૃશા બદૃલાઈ.
કોઈ સ્ટાર મને હા પણ ન કહે કે ના પણ ન પાડે ને લબડાવ્યા કરે ત્યારે એક તબક્કે હું ચોખ્ખું કહી દૃઉં છું – ભાઈ, તું મારી ફિલ્મમાં કરીશ કે નહીં કરે? યેસ ઓર નો? જે હોય તો હમણાં જ સ્પષ્ટ બોલી નાખ. મારી પાસે રાહ જોવાનો સમય નથી. હું ઓલરેડી ૪૯ વર્ષનો થઈ ગયો છું ને મરતાં પહેલાં મારે ૩૦ ફિલ્મો બનાવવાની છે.
અમિતાભ બચ્ચન એક મહાન લેજન્ડ છે, પણ એમની સાથે કામ કરવું બહુ જ આસાન છે. એમની સાથેની મારી એક પણ મિટીંગ પંદૃર મિનિટ કરતાં વધારે ચાલી નથી. એ મને સ્ટોરી સંભળાવાનું કહે ને હું ફટાફટ નરેશન આપવા માંડું. એમને મારી આંખોમાં કોન્ફિડન્સ દેખાય, હું વિષયને સારી રીતે હેન્ડલ કરી શકીશ એવો ભરોસો દેખાય એટલે તરત મારા વિઝનને સરન્ડર થઈ જાય. હાથમાં સ્ક્રિપ્ટ આવતાં જ તેમનામાં એક બાળક જેવી ઉત્સુકતા પેદૃા થઈ જાય છે. અમિતાભ માટી જેવા છે, જેને તમે ગમે કોઈ પણ ઘાટ આપી શકો છો. અફકોર્સ, એમની પાસે ફિલ્મોમાં કામ કરવાનો ૪૫ વર્ષોનો અનુભવ છે. સ્ક્રિપ્ટમાં કેવોક દૃમ છે તે તેઓ તરત કળી જાય છે. આખેઆખી સ્ક્રિપ્ટ એમને અલ્પવિરામ અને પૂર્ણવિરામ સહિત યાદૃ હોય છે. એમના ખુદૃના પોઈન્ટ-ઓફ-વ્યુ હોવાના જ, પણ એમને કન્વિન્સ કરવા સહેલા છે.
સમજોને કે હું સરેરાશ રોજની એક સ્ક્રિપ્ટ વાંચતો હોઈશ. જુઓ, તમને બહુ સારા શબ્દૃો, સરસ વાક્યો અને સરસ કોન્સેપ્ટ નોટ લખતા આવડતું હોય તો એનો મતલબ એવો નથી કે તમને સરસ સ્ક્રિપ્ટ લખતા પણ આવડતું જ હશે. સ્ક્રીનપ્લે લખવાની કળા બહુ જ અલગ વસ્તુ છે જેના પર બહુ ઓછા લોકો મહારત હાંસલ કરી શકે છે. મેં જોયું છે કે મોટા ભાગના લેખકો ટીવી સિરીયલોની માફક ફિલ્મ લખે છે. તેમનું લખાણ સિનેમેટિક નથી હોતું. હું હંમેશાં બધાને કહેતો હોઉં છું કે તમે સત્યજિત રાયની ફિલ્મોનો અભ્યાસ કરો. તમને ખબર પડશે કે ઉત્તમ સિનેમા કોને કહેવાય. આપણે ત્યાં જે સ્ક્રિપ્ટ્સ લખાય છે એમાં ઊંડાણ હોતું નથી. જો ઊંડાણ હોત તો આપણે ત્યાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ફિલ્મો બનતી હોત. સારી ફિલ્મો જોવા માટે લોકો ઇરાનીઅન ફિલ્મો ડીવીડી ઘરે લાવશે, પણ ઉત્કૃષ્ટ બંગાળી કે તમિલ કે મલયાલમ ફિલ્મો નહીં જુએ. કેટલું સરસ કામ થાય છે આ ભાષાની ફિલ્મોમાં.
બોલિવૂડમાં ન્યુ-એજ સિનેમાની શરુઆત રામગોપાલ વર્માએ કરી હતી, ‘સત્યા’થી, ૧૯૯૮માં. બીજી એક ફિલ્મ જેનાથી ઇન્ડસ્ટ્રીને નવેસરથી ધક્કો લાગ્યો તે હતી, અનુરાગ કશ્યપની ‘બ્લેક ફ્રાઈડે’ (૨૦૦૪). ૨૦૦૭માં શિમીત અમીનની ‘ચક દે ઇન્ડિયા’ ખૂબ મોટા સ્કેલ પર બનાવવામાં આવી હતી. ઇન્ડસ્ટ્રીની શરુઆતની સ્પોર્ટ્સ ફિલ્મોમાંની તે એક, જેણે મોટો ક્રિયેટિવ ઇમ્પેકટ પેદૃા કર્યો. વિક્રમાદિૃત્ય મોટવાણેની ‘ઉડાન’ (૨૦૧૦) એક મહત્ત્વની ફિલ્મ પૂરવાર થઈ. ટીનેજરને કેન્દ્રમાં રાખીને બનેલી આ પહેલી કમિંગ- ઓફ-એજ ફિલ્મ. ૨૦૧૨માં આવેલી ‘પાનસિંહ તોમર’ જોઈને મને તિગ્માંશુ ધુલિયાની ખૂબ ઈર્ષ્યા થઈ હતી. મને થાય કે આ ફિલ્મ મેં કેમ ન બનાવી. આ સિવાય અયાન મુખર્જીની ‘વેક અપ સિડ’, દિૃવાકર બનર્જીની ‘ખોસલા કા ઘોસલા’, રિતેશ બત્રાની ‘ધ લંચબોકસ’, રાજકુમાર હિરાણીની મુન્નાભાઈ સિરીઝ – આ બધી જ બ્રિલિયન્ટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ અને મારી ફેવરિટ ફિલ્મો છે.
કોર્પોરેટ હાઉસીસ પાસે ચિક્કાર નાણું છે. એમના મેનેજમેન્ટમાં ઓકસફર્ડમાં ભણી આવેલા એકિઝક્યુટિવ્સ અને ન્યુયોર્કમાં ચાર-છ મહિનાનો ફિલ્મનો કોર્સ કરી આવેલા માણસો છે જે માનવા લાગ્યા હોય છે કે સ્ટીવન સ્પિલબર્ગ કરતાં તેમનામાં વધારે અકકલ છે. કોર્પોરેટ હાઉસ સાથે મિટીંગ થાય ત્યારે આવા વીસ લોકો તમારી સામે બેસી જશે અને પછી પ્લોટ પોઈન્ટ ને કલાઈમેકસ ને કેરેકટરરાઈઝેશન જેવા શબ્દૃોની ફેંકાફેંક કરીને તમને કન્ફયુઝ કરી નાખશે. સિનેમા વિશે કશું જ ન જાણતા લોકો પોતાનું ડહાપણ ડહોળવાનું શરુ કરે એટલે ડિરેકટર ક્યારેક ખોટો નિર્ણય લઈ લેતો હોય છે. આખરે સઘળો આધાર ડિરેકટરના કન્વિકશન પર છે. પોતાના ઓરિજિનલ આઇડિયા અને સ્ટોરી પ્રત્યે પ્રામાણિક રહેવું જ પડે.
શો-સ્ટોપર
કોઇપણ સંબંધમાં ભરોસો હોવો ખૂબ જરુરી છે. જો સામેના પાત્ર પર ટ્રસ્ટ નહીં હોય તો તદ્દન નિર્દૃોષ વસ્તુ પણ નિર્દૃોષ નહીં લાગે. આવો સંબંધ ટકાવી રાખવાનો કોઈ મતલબ નથી.
– અભય દેઓલ
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2016 )
Leave a Reply