Sun-Temple-Baanner

પચાસ કલાકમાં પિકચર બનાવવાની કળા


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


પચાસ કલાકમાં પિકચર બનાવવાની કળા


મલ્ટિપ્લેકસ – પચાસ કલાકમાં પિકચર બનાવવાની કળા

સંદેશ – સંસ્કાર પૂર્તિ – ૯ ઓકટોબર ૨૦૧૬

મલ્ટિપ્લેકસ

* * * * *

આ વખતની શોર્ટ ફિલ્મ્સની થીમ હતી – ટોપ ઓફ ધ વર્લ્ડ. વિજેતા ઘોષિત થયેલી અમુક ફિલ્મોને જોઈને ખરેખર નવાઈ લાગે કે પચાસ જ કલાકમાં આ ઉત્સાહીઓએ શી રીતે મેનેજ કર્યું હશે આટલું બધું? રાજકોટની ટેલેન્ટેડ ટીમે બનાવેલી ‘ગોન વિથ ધ વિન્ડ’ નામની અફલાતૂન શોર્ટ ફિલ્મમાં પ્રેમિકાના લિપસ્ટીકના નિશાનવાળા ટિશ્યુ પેપરને બચાવવા માટે સમજોને કે પા ભાગના રાજકોટને આવરી લે એટલી લાંબી ચેઝ છે, ખડખડાટ હસવું આવે એવું હ્યુમર છે, મસ્તમજાનું જોશીલું ગીત છે અને કલાઈમેકસમાં ડ્રોન વડે લેવાયેલા અફલાતૂન શોટ્સ પણ છે!

સવારથી ઝરમર ઝરમર ચાલુ છે, છતાંય ગાંધી જયંતીના દિૃવસે મુંબઈ સ્થિત ગોરેગાંવમાં વેસ્ટર્ન એકસપ્રેસ હાઈવેની લગોલગ આવેલા નેસ્કો આઈટી પાર્કમાં ઉત્સવનો માહોલ જામ્યો છે. વિરાટ એરકંડીશન્ડ હૉલમાં ઘુસતાં જ સામે કતારબદ્ધ ગોઠવાયેલા કમ્પ્યુટર્સ પર મુલાકાતીઓનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. બાજુમાં ખુરસીઓની પાછળ દૃીવાલ પર અંગ્રેજીમાં લખેલું છે – ‘ફિલ્મમેકરો આમ તો પગ વાળીને બેસતાં નથી, છતાંય જો જરાક આરામ કરવો હોય તો…’ આ ખુરસીઓ દેખીતી રીતે જ ખાલી છે, કારણ કે એના પર બેસનારાઓ બધા હૉલની અંદૃર, વિશાળ મંચની સામે પથરાયેલા આસનો પર ગોઠવાયેલા છે. ઓડિયન્સમાં આખા દેશમાંથી આવેલા ઉત્સાહી જુવાનિયાઓ છે. અરે, આજે સવારે જ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયેલી ચીનની એક ટીમ પણ છે. કમાલની યુથફુલ એનર્જી અને ઉત્તેજના હવામાં તરવરી રહી છે. મંચનાં ડિજિટલ બેકગ્રાઉન્ડ પર એકધારા બદૃલાઈ રહેલાં વિઝ્યુઅલ્સની વચ્ચે આ શબ્દૃો સતત ઊપસ્યા કરે છે:

‘ઇન્ડિયા ફિલ્મ પ્રોજેકટ, સિઝન સિકસ!’

શોર્ટ ફિલ્મ્સ જોવાના અને બનાવવાના શોખીનો માટે ઇન્ડિયા ફિલ્મ પ્રોજેકટ (આઈએફપી)નું નામ જાણીતું છે. જેઓ તેનાથી પરિચિત નથી તેમણે જાણી લેવું જોઈએ કે આઈએફપી ઊભરતા, સાવ નવા નિશાળિયા અને અનુભવી શોર્ટ ફિલ્મમેકરો માટે અસ્તિત્ત્વમાં આવેલું એક અફલાતૂન પ્લેટફોર્મ છે. એકઝેકટલી શું બનતું હોય છે આ પ્રોજેકટમાં? એક તારીખ નિશ્ર્ચિતે, નિશ્ર્ચિત સમયે આઈએફપીની વેબસાઈટ ઉપરાંત ફેસબુક અને ટ્વિટર પર વિષય યા તો થીમની ઘોષણા કરવામાં આવે. આ વિષય પર તમારે પચાસ કલાકની અંદૃર ચારથી છ મિનિટની શોર્ટ ફિલ્મ બનાવી નાખવાની. ફિલ્મ તમે વિડીયો કેમેરા યા મોબાઈલ ફોન વડે શૂટ કરી શકો છો. તમે તમારી ટીમ (ડિરેકટર,રાઈટર, સંભવિત એકટરો, એડિટર, સંગીતકાર, ગીતકાર વગેરે) પહેલેથી નક્કી કરી નાખો તે ચાલે, પણ શોર્ટ ફિલ્મનો વિષય મળી ગયા પછીના માત્ર પચાસ જ કલાકમાં તમારે યુદ્ધના ધોરણે આટલાં કામ કરી નાખવાં પડે – સ્ક્રિપ્ટ લખી નાખવાની, શુટિંગનાં લોકેશન નક્કી કરી ત્યાં શુટિંગ કરી નાખવાનું, આર્ટ ડિઝાઈિંનગની જરુર પડે તે કે કરી નાખવાનું, ગીત મૂકવું હોય તો ગીત લખીને કમ્પોઝ કરી નાખવાનું, બેકગ્રાઉન્ડ મ્યુઝિક બનાવવાનું, ધડાધડ એડીટીંગ કરવાનું, ડબિંગ – કલર કરેકશન – રેન્ડિંરગ પતાવી નાખવાનું, તમારી વિડીયો ફાઈલને ૩૦૦ એમબી કરતાં ઓછી સાઈઝમાં કંપ્રેસ કરી નાખવાની અને રજિસ્ટર્ડ ઇમેઈલ આઈડી પર અપલોડ કરી દેવાની!

મોબાઈલ ફિલ્મની કેટેગરી આ વખતે નવી ઉમેરાઈ છે. બાકી મુખ્ય કેટેગરી આ બે – એમેટર (એટલે કે નવા નિશાળિયા) અને પ્રોફેશનલ. જો તમે ઓલરેડી અગાઉ ત્રણ શોર્ટ ફિલ્મ બનાવી ચુક્યા હો તો તમે પ્રોફેશનલ ગણાવ. ઇન્ડિયન ફિલ્મ પ્રોજેકટની લેટેસ્ટ સિઝનના આંકડા આંખો પહોળી કરી દે તેવા છે – દુનિયાભરના ૨૦ દેશોના ૨૬૨ શહેરોમાંથી ૨૩,૦૦૦ ઉત્સાહીઓએ (જેમના માટે હકથી ફિલ્મમેકર્સ શબ્દૃ વાપરવામાં આવે છે) ૧૨૦૦ કરતાંય વધારે શોર્ટ ફિલ્મસ આ વખતે સ્પર્ધામાં ઉતારી હતી. ગયા રવિવારે મુંબઈમાં યોજાયેલી ફુલ-ડે ઇવેન્ટમાં દિૃવસભર હાઉ ટુ ગો વાઈરલ, હાઉ ટુ મેક અ શોર્ટ ફિલ્મ, વેબ સિરીઝ એટલે એકઝેકટલી શું વગેરે વિષયો પર પેનલ ડિસ્કશન કરીને પોપ્યુલર ડિજિટલ સ્ટાર્સ, ફિલ્મમેકર્સ, ક્રિટિકસ અને રેડિયો જોકીઓએ એકધારું મંચ ગજાવ્યું. આખરે બાદૃ ભારે શોરગુલ વચ્ચે ત્રણેય કેટેગરીના વિજેતાઓ ઘોષિત થયા.

આ વખતની શોર્ટ ફિલ્મ્સની થીમ હતી – ટોપ ઓફ ધ વર્લ્ડ. ફિલ્મના એકાદૃ શોટ યા સીનમાં કોઈક રીતે કોમિકસની ચોપડીનો ઉપયોગ થવો જોઈએ એવી શરત પણ મૂકાઈ હતી. વિજેતા ઘોષિત થયેલી અમુક ફિલ્મોને જોઈને ખરેખર નવાઈ લાગે કે પચાસ જ કલાકમાં આ ઉત્સાહીઓએ શી રીતે મેનેજ કર્યું હશે આટલું બધું?

એક વિજેતા શોર્ટ ફિલ્મ ભારત અને અમેરિકા બન્નેમાં એકસાથે શૂટ થઈ છે. એક કપલ ઇન્ડિયામાં વસે છે, બીજું અમેરિકામાં. એક કપલ સંતાન માટે તરસી રહ્યું છે, જ્યારે બીજાને ટેન્શન છે કે પ્રોટેકશન રાખ્યા પછીય ક્યાંક પ્રેગનન્સી ન રહી જાય. બન્ને સ્ત્રીઓ પ્રેગનન્સી ટેસ્ટ કરાવવા જાય છે. જે સંતાનને ઝંખે છે તે સ્ત્રીની ટેસ્ટનું રિઝહ્લટ પોઝિટિવ આવે છે, એે હરખથી રડી પડે છે, જ્યારે પ્રેગનન્સીથી બચવા માગતી સ્ત્રીનું રિઝલ્ટ નેગેટિવ આવતાં એના જીવને જબરી નિરાંત થાય છે. સિચ્યુએશન એકમેકથી સાવ વિરુદ્ધ છે, છતાંય બન્ને સ્ત્રીઓ પોતપોતાની રીતે ટોપ-ઓફ-ધ-વર્લ્ડ હોવાની લાગણી અનુભવે છે. વિષય મળતાં જ ભારતના શોર્ટ ફિહ્લમમેકરે ઝપાટાબંધ વિષય વિચારી નાખ્યો, અમેરિકા વસતા પોતાના દૃોસ્ત સાથે તે શેર કર્યો અને પછી બન્ને દેશોમાં સમાંતરે શુટિંગ શરુ થઈ ગયું. બને એટલી ઝડપે અમેરિકાનું ફૂટેજ ઇન્ડિયા મોકલી આપવામાં આવ્યું, અહીં બન્ને હિસ્સાઓને વ્યવસ્થિત રીતે એડિટ કરી, ફિલ્મને અંતિમ સ્વરુપ આપી પચાસમી કલાક પૂરી થાય તે પહેલાં જ ફિલ્મ અપલોડ કરી દેવામાં આવી!

મોબાઈલ કેટેગરીની એક ફિલ્મ મમાં એક મજૂર કક્ષાનો માણસ રોજ એક સડકછાપ વેશ્યાને જુએ છે. તેની સાથે સમય વિતાવી શકાય તે માટે તે રોજ થોડા થોડા પૈસા બચાવે છે. આખરે પૂરતા પૈસા એકઠા થઈ જતાં એક રાત્રે એ વેશ્યાને સાઈકલ પર બેસાડીને પોતાની ખોલીમાં લાવે છે. એના માટે આ ટોપ-ઓફ-ધ-વર્લ્ડ ફીલિંગ છે! એક કયુટ દૃાદૃાજીને ગુલાબજાંબુ ગજબના ભાવે છે, પણ ડાયાબિટીસની તકલીફ હોવાથી ઘરના સભ્યોએ એમને ગુલાબજાંબુ તરફ જોવાનીય મનાઈ ફરમવી દૃીધી છે. એક દિૃવસ અચાનક એમની સામે કટોરીમાં ગુલાબજાંબુ પેશ કરવામાં આવે છે. પુત્રવધુ કહે છે – પપ્પા, આ શુગર-ફ્રી જાંબુ છે, તમતમારે બિન્દૃાસ ખાઓ. સસરાજીને જાણે જીવતેજીવ સ્વર્ગ મળી ગયું હોય એવો આનંદૃ થાય છે!

પ્રોફેશનલ કેટેગરીમાં ભલે સુપરનેચરલ થીમ ધરાવતી સાઉથ ઇન્ડિયન શોર્ટ ફિલ્મ વિજેતા ઘોષિત થઈ, પણ આ લખનાર સહિત સમગ્ર ઓડિયન્સનું દિૃલ જીતી લેનાર ફિલ્મ તો બીજા નંબરે આવેલી ‘ગોન વિથ ધ વિન્ડ છે. આ ફિલ્મ રાજકોટની ટીમે તૈયાર કરી છે. સાગર કાલરિયાએ ડિરેકટ કરેલી અને ભુમિલ સૂચકે શૂટ તથા એડિટ કરેલી આ ફિલ્મમાં પ્રેમિકાના લિપસ્ટીકના નિશાનવાળા ટિશ્યુ પેપરને બચાવવા માટે સમજોને કે પા ભાગના રાજકોટને આવરી લે એટલી લાંબી ચેઝ છે, ખડખડાટ હસવું આવે એવું હ્યુમર છે, મસ્તમજાનું જોશીલું ગીત છે અને કલાઈમેકસમાં ડ્રોન વડે લેવાયેલા અફલાતૂન શોટ્સ પણ છે! આપણને સહેજે થાય કે આ ટીમ જો માત્ર પચાસ જ કલાકમાં આટલું સુંદૃર પરિણામ લાવી શકતી હોય તો એમને જો પ્રોપર બજેટ અને પૂરતો સમય આપવામાં આવે તો તેઓ શું અચીવ ન કરી શકે? આનો જવાબ ટૂંક સમયમાં મળી જવાનો, કેમ કે આ જ ટીમે ઓલરેડી ‘બાપ રે બાપ’ નામની ફુલલેન્થ ગુજરાતી ફિચર ફિલ્મનું શૂટિંગ પૂરું કરી નાખ્યું છે. હાલ પોસ્ટ પ્રોડકશનનું કામ ચાલી રહ્યું છે.

‘ગોન વિથ ધ વિન્ડ’ની વિજેતા ટીમ સિઝન સિક્સના જ્યુરી મેમ્બર્સ સાથે (ઉપર); (નીચે) શોર્ટ ફિલ્મનું પોસ્ટર

આઈએફપીની આગલી પાંચેય સિઝનની ફાઈનલ ગતિવિધિઓ અમદૃાવાદૃમાં થઈ હતી. આઈએફપીના સ્થાપક એટલે પ્રતિભાશાળી અને ઓછાબોલા રિતમ ભટનાગર, જેમણે ૨૦૧૧માં રુમમેટ્સ સાથે થયેલી ચર્ચા પછી એમ જ રમતરમતમાં પચાસ કલાકમાં શોર્ટ ફિલ્મ્સ બનાવવાની સ્પર્ધા તરતી મૂકી દૃીધી હતી. પહેલાં વર્ષે બધી ફિલ્મો અમદૃાવાદૃની પોળમાં જ શૂટ કરવાની હતી. ૧૧ શહેરોમાંથી આવેલા ઉત્સાહીઓએ કુલ ૮૬ શોર્ટ ફિલ્મ્સ બનાવી હતી. છ જ વર્ષમાં આ આંકડો વધીને ૨૦ દેશો અને ૧૨૦૦ શોર્ટ ફિલ્મ્સ પર પહોંચી ગયો છે. પહેલાં વર્ષે ઇવેન્ટનું બજેટ ફકત ૩૦ હજાર હતું, જ્યારે આ વખતનું બજેટ લગભગ એક-સવા કરોડને સ્પર્શી ગયું છે. રિતમના પેશન અને આઈએફપીની આ છ વર્ષની યાત્રા વર્ણવવા માટે અલાયદૃો લેખ કરવો પડે.

‘આપણામાંથી કેટલાય લોકોના મનમાં ક્યારેક તો એકાદૃી ફિલ્મ બનાવી નાખવાનો વિચાર જરુર આવી જતો હોય છે,’ રિતમ ભટનાગર કહે છે, ‘અમે આ લોકોને પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ. શક્ય છે કે આ તેમની પહેલી અને છેલ્લી ફિલ્મ હોય. બટ સો વોટ? ઉત્તમ અને નવા સ્ટોરીટેલર્સ આ જ રીતે બહાર આવવાના.’

આટલાં વર્ષોની તમામ વિજેતા ફિલ્મો આઈએફપીની વેબસાઈટ પર જોઈ શકાય છે. આવતા વર્ષની કોમ્પીટીશનમાં ભાગ લેવો હોય તો અત્યારથી તમારી ટીમ એકઠી કરવાની તજવીજ શરુ કરી દેજો!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.