મણિ રત્નમે ‘રોજા’ કેવી રીતે બનાવી?
Sandesh – Sanskaar Purti – 26 March 2017
મલ્ટિપ્લેક્સ
નાચ-ગાના-રોના-ધોના-રોમાન્સ-ફાઈટિંગ જેવાં તમામ કમર્શિયલ મસાલાઓનો ભરપૂર ઉપયોગ કરીને પણ અર્થપૂર્ણ, મનોરંજક, એસ્થેટિક્સની દષ્ટિએ ઉત્કૃષ્ટ અને બોક્સઓફિસ છલકાવી દે તેવી મલ્ટિપલ અવોર્ડવિનિંગ ફિલ્મ કેવી રીતે બનાવી શકાય છે તે મણિ રત્નમે ‘રોજા’ દ્વારા ફિલ્મમેકરોની એક કરતાં વધારે પેઢીઓને શીખવી દીધું છે.
* * * * *
જીવનના ચોક્કસ સમયગાળાને યાદ કરવા માટે ફ્લ્મિો કરતાં બહેતર રેફ્રન્સ પોઈન્ટ કોઈ ન હોઈ શકે! મણિ રત્નમની ‘રોજા’ ફ્લ્મિને પચ્ચીસ વર્ષ થવા આવ્યાં. પચ્ચીસ વર્ષ! જો તમારી ઉંમર થર્ટીફઈવ પ્લસ હશે તો બરાબર યાદ હશે કે ‘રોજા’ પહેલી વાર થિયેટરમાં જોઈ હતી ત્યારે આ ‘પડદા પરની કવિતા’ જોઈને આપણે સૌ કેવા અભિભૂત થઈ ગયા હતા.
‘રોજા’ આમ તો તમિળ ફ્લ્મિ છે, જે હિન્દીમાં ડબ થઈ હતી. મણિ રત્નમના ડિરેકશનમાં બનેલી આ અગિયારમી ફ્લ્મિ, પણ આપણે માટે આ સાઉથ ઇન્ડિયન ફ્લ્મિમેકરનું નામ નવું હતું. એ. આર. રહેમાન નામના જાદુગરનું નામ તો આખા દેશ માટે નવું હતું. આ આખી ફ્લ્મિમાં અને ખાસ ક્રીને ગીતોમાં હોઠની મૂવમેન્ટ્સ અને ઉચ્ચારાતા શબ્દો વચ્ચે તાલમેલ બેસતો નથી તે સ્પષ્ટ જોઈ શકાતું, છતાંય આ સઘળું અવગણીને આપણે ટીવી પર ‘યે હસીં વાદીયાં યે ખુલા આસમાં’, ‘રોજા જાનેમન’, ‘દિલ હૈ છોટા સા છોટી સી આશા’ અને ‘રુકિમણી રુકિમણી… શાદી કે બાદ કયા કયા હુઆ’ જેવાં ગીતોનું સંગીત, વિઝ્યુઅલ્સ, કોરિયોગ્રાફી અને લાઈટિંગ જોતા-સાંભળતા આપણે થાકતા નહોતા. મધુ નામની ચબી ચિકસ હિરોઈને જાદુ કર્યો હતો, પણ એના કરતાંય વધારે ક્રેઝ અરવિંદ સ્વામીએ પેદા કર્યો હતો. આપણે ઉત્તર ભારતીયોએ જિંદગીમાં પહેલી વાર કોઈ ગોરો-ચીટ્ટો સાઉથ ઈન્ડિયન હીરો જોયેેલો. આખા ભારતની સ્ત્ર્રીઓ સાગમટે આ હેન્ડસમ હીરોના પ્રેમમાં પડી ગઈ હતી.
આ ફ્લ્મિ બનાવી ત્યારે મણિ રત્નમ ૩૬-૩૭ વર્ષના હતા અને એ.આર. રહેમાન હતા માંડ પચ્ચીસના. ‘રોજા’ એક કલાસિક ફ્લ્મિ છે. નાચ-ગાના-રોના-ધોના-રોમાન્સ-ફઈટિંગ જેવાં કમર્શિયલ ફ્લ્મિોમાં હોય તે બધા જ મસાલાનો ભરપૂર ઉપયોગ કર્યા પછી પણ અર્થપૂર્ણ, એન્ટરટેઈનિંગ, એસ્થેટિકસની દષ્ટિએ ઉત્કૃષ્ટ અને બોકસઓફ્સિ છલકાવી દે તેવી મલ્ટિપલ એવોર્ડવિનિંગ ફ્લ્મિ કેવી રીતે બનાવી શકાય છે તે મણિ રત્નમે ‘રોજા’ દ્વારા ફ્લ્મિમેકરોની એક કરતાં વધારે પેઢીઓને શીખવી દીધું. ‘રોજા’એ ભારતની મેઈનસ્ટ્રીમ ફ્લ્મિોની ગુણવત્તાનો માપદંડ એટલો ઊંચો કરી નાખ્યો કે બીજાઓ તો ઠીક, ખુદ મણિ રત્નમને તે ઊંચાઈ સુધી ફ્રીથી પહોંચવા માટે પછી સ્ટ્રગલ કરવી પડતી હતી.
આગળ વધતાં પહેલાં ‘રોજા’ની કહાણી ઝપાટાભેર રિફ્રેશ કરી લઈએ. તામિલનાડુના નાનકડા ગામડાના રોજા (મધુ) નામની પતંગિયા જેવી મસ્તમૌલી છોકરી રહે છે. ઉંમર અઢાર વર્ષ. રિશી કુમાર (અરવિંદ સ્વામી) નામનો એક શહેરી બાબુ રોજાની ઉંમરલાયક મોટી બહેનને જોવા આવે છે. બહેન કોઈ સાથે છુપો પ્રેમસંબંધ ધરાવે છે. એ રિશીને કહે છે કે તું પ્લીઝ વડીલોને કહી દેજે કે મને આ છોકરી પસંદ નથી. અરવિંદ મોટી બહેનનું માગું તો નકારે છે, પણ સાથે ધડાકો કરે છે કે મને નાની બહેન એટલે કે રોજામાં રસ છે! એક બાજુ રોજાના રિશી સાથે અને બીજી બાજુ મોટી બહેનના એના પ્રેમી સાથે લગ્ન થાય છે. રોજાને પતિદેવ પર ખૂબ રોષ છે, પણ આખરે એને રિશીએ મોટી બહેનનું માગું શા માટે ઠુકરાવ્યું તેની ખબર પડે છે અને રોજાને પતિદેવ સાથે પ્રેમ થઈ જાય છે.
પતિદેવ રિશી ક્રિપ્ટોલોજિસ્ટ છે એટલે કે દેશના દુશ્મનોનું સાંકેતિક કમ્યુનિકેશન ઉકેલવામાં નિષ્ણાત છે. એને નોકરીના ભાગરુપે કાશ્મીર મોકલવામાં આવે છે. આ એ સમય છે જ્યારે કાશ્મીરમાં ઉગ્રવાદીઓએ ભયંકર ઉત્પાત મચાવ્યો હતો. રિશી પોતાની નવપરિણીત પત્ની સાથે કાશ્મીર જાય છે, સ્વર્ગ જેવા પ્રદેશમાં થોડા દિવસો મોજમસ્તી પણ કરે છે, પણ એક કમનસીબ દિવસે આતંકવાદીઓ એનું અપહરણ કરી જાય છે. તેઓ સરકાર સામે શરત મૂકે છે કે રિશીને જીવતો પાછો જોઈતો હોય તો અમારો એક ખૂંખાર સાથી, જેને તમે પકડીને જેલમાં પૂરી રાખ્યો છે, એને છોડી મૂકવો પડશે. રોજા માટે બર્ફિલો પહાડ તૂટી પડે છે, પણ એ હિંમત હારતી નથી. એ દોડધામ કરીને પોલીસ અને મિલિટરીથી લઈને રાજકારણીઓ સુધીના સૌને મળે છે અને કોઈ પણ ભોગે પોતાના પતિને છોડાવવા માટે કાકલૂદી કરે છે. એક મોટી તકલીફ્ એ છે કે રોજાને હિન્દીનો ‘હ’ પણ આવડતો નથી, જ્યારે આ લોકો તમિલનો એક શબ્દ સમજી શકતા નથી. ખેર, રોજાના અથાક પ્રયત્નો આખરે રંગ લાવે છે. આતંકવાદીઓના અડ્ડામાંથી રિશી જીવતો પાછો ફરે છે અને બેઉ મા’ણા ખાઈ પીને રાજ કરે છે.
મણિ રત્નમને આ ફ્લ્મિનો આઈડિયા એક સત્ય ઘટના પરથી મળ્યો હતો. કેટલાક આંતકવાદીઓએ શ્રીનગરમાં ખરેખર એક એન્જિનીયરનું અપહરણ કર્યું હતું. એને છોડાવવા માટે એની પત્નીએ મરણિયા પ્રયત્નો કર્યા હતા. એણે આતંકવાદીઓને એક ખુલ્લો પત્ર પણ લખ્યો હતો. ‘રોજા’માં નાયિકા બંદીવાન આતંકવાદીને મળવા જેલમાં જાય છે ત્યારે એને આક્રોશપૂર્વક કહે છે કે મારા વરે તમારા લોકોનું શું બગાડયું છે? એ તો બિચારો ભલોભોળો માણસ છે. એને તમે શું કામ મારી નાખવા માગો છો? આ બધું જ પેલા અસલી એન્જિનીયરની પત્નીએ ઓપન લેટરમાં લખ્યું હતું. મણિ રત્નમને આ આખી વાત ભારે સ્પર્શી ગઈ. એન્જિનીયરની પત્ની અને એની કાકલૂદીમાંથી એમને ‘રોજા’ની કાચી વાર્તા જડી ગઈ.
મણિ રત્નમે આ વાર્તા પોતાના એક ડિરેકટર મિત્રને સંભળાવીને કહ્યું કે જો, હું અત્યારે મારા બેનર હેઠળ ‘અંજલિ’ નામની ફ્લ્મિ બનાવવાની વેતરણમાં છું. તું એક કામ કર. આ એન્જિનીયરની પત્નીવાળી ફ્લ્મિને તું ડિરેકટ કર. મિત્રે ના પાડી. એણે કહ્યું કે હું મારી ખુદની વાર્તા પરથી ફ્લ્મિ બનાવવા માગું છું. મણિ રત્નમ કહે, ઓકે. દરમિયાન કે. બાલાચંદરે મણિ રત્નમનો સંપર્ક ર્ક્યો. કે. બાલાચંદર (કેબી) એટલે તમિલ ફ્લ્મિ ઇન્ડસ્ટ્રીના બહુ મોટા ગજાના ફ્લ્મિમેકર. એમની ફ્લ્મિો જોઈજોઈને જ મણિ રત્નમને આ લાઈનમાં આવવાની પ્રેરણા મળી હતી. કે. બાલાચંદરે કહ્યું કે મણિ, તું મારા બેનર માટે એક ફ્લ્મિ ડિરેકટ કર. કેબીને ના પાડવાનો સવાલ જ નહોતો. મણિ રત્નમે એમને ‘રોજા’ની સ્ટોરી સંભળાવી. કેબીને પ્લોટ તો ગમ્યો, પણ ‘રોજા’ ટાઈટલ પસંદ ન પડ્યું. તમિલ ભાષામાં રોજા એટલે ગુલાબ. મણિ રત્નમ ગુલાબના ફુલને કાશ્મીરની તત્કાલીન પરિસ્થિતિના પ્રતીક તરીકે જોતા હતા. ગુલાબ ખૂબસૂરત હોવા છતાં અણીદાર કાંટા ધરાવે છે તેમ કાશ્મીર પણ સ્વર્ગ જેવું સુંદર હોવા છતાં આતંકવાદના શૂળ ધરાવતું હતું. કેબીને ‘રોજા’ શીર્ષકમાં મજા ન આવી એટલે મણિ રત્નમે બીજું ટાઈટલ સજેસ્ટ કર્યું – ‘ઇરુધી વારાઈ’. તમિલ ભાષામાં આનો અર્થ થાય છે, ‘અંત સુધી’. કેબી કહે, આના કરતાં તો ‘રોજા’ ટાઈટલ જ બરાબર છે.
મણિ રત્નમે ‘રોજા’નું કામકાજ શરુ કરી દીધું. એમણે મનોમન નકકી કરી નાખ્યું હતું કે ફ્લ્મિ કે. બાલાચંદરના બેનર હેઠળ બની રહી છે એટલે તે કેબીના સ્ટેટસને છાજે એવી સારા માંહૃાલી જ બનવી જોઈએ. મણિ રત્નમે સ્ક્રિપ્ટ લખતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખ્યું? કેવી રીતે અફ્લાતૂન ટીમ ઊભી કરી? આટલી સુંદર ફ્લ્મિ બની હોવા છતાં કે. બાલાચંદર કેમ મણિ રત્નમ પર ગુસ્સે થઈ ગયા? કેમ સાથી ફ્લ્મિમેકર રામગોપાલ વર્મા ‘રોજા’ અધૂરી છોડીને થિયેટરમાંથી નાસી ગયા?
ભારે ઇન્ટરેસ્ટિંગ સવાલો છે આ. એના વિગતવાર ઉત્તર આવતા રવિવારે મેળવીશું, કેમ કે જો ઉતાવળ કરીને વાતનું ફ્ડિંલું વાળી દઈશું તો ‘રોજા’ જેવી માસ્ટરપીસનું અપમાન થઈ જશે. દરમિયાન તમે હોમવર્ક તરીકે, જો શક્ય હોય તો, ફ્લ્મિ જોઈ કાઢજો અને એનાં ગીતો અલગથી માણજો. સોલિડ જલસો પડશે. યુટયુબ પર આખેઆખી ‘રોજા’ ફ્રીમાં વેલેબલ છે તે તમારી જાણ ખાતર.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2017 )
Leave a Reply